Monday, October 31, 2016

જૂનાગઢ: ભાદરવા માસમાં 78 લોકોને સાપ કરડયા, શું કાળજી રાખવી?

Bhaskar News, Junagadh | Oct 21, 2016, 02:47 AM IST

    જૂનાગઢ: ભાદરવા માસમાં 78 લોકોને સાપ કરડયા, શું કાળજી રાખવી?,  junagadh news in gujarati
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં ભાદરવા માસ દરમિયાન 78 લોકોને સાપ કરડવાનાં બનાવો બન્યા હતા.આ લોકોને સિવીલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અપાઇ હતી. જૂનાગઢ સહિતનાં પંથકમાં બીન ઝેરી સાપનું પ્રમાણ જોવા મળે છે. સોરઠ પંથકમાં માત્ર કોબ્રા-કાળોતરો સાપ જ ઝેરી હોવાનું મનાય છે. આ સિવાયનાં સાપ બીનઝેરી સાપ હોવાનું જાણવા મળે છે. ભાદરવા માસ દરમિયાન વરસાદે વિરામ લીધો હતો અને ગરમીનું પ્રમાણ વધ્યુ હતું. 
 
ભાદરવા માસમાં સર્પ કરડવાનાં આંકડા જોતા જિલ્લામાં 78 લોકોને સાપે દંશ દીધો
 
જમીનમાં ઉકળાટ થતાં સાપ, વીંછી સહિતનાં સરીસૃપો બહાર નીકળે છે. ખુલ્લામાં સાપ નીકળે ત્યારે લોકોનું ધ્યાન હોતું નથી અને અજાણતામાં તેની ઉપર હુમલો કરવો, પગ મુકી દેવો, નુકશાની કરવી વગેરે કારણોથી સાપ જીવલેણ હુમલો કરી દે છે. સાપનાં હુમલાનો ભોગ મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો કે ખેતી સાથે જોડાયેલા લોકો બનતા હોય છે. છેલ્લે ભાદરવા માસમાં સર્પ કરડવાનાં આંકડા જોતા જિલ્લામાં 78 લોકોને સાપે દંશ દીધો હતો. બીનઝેરી સાપ હોવાને કારણે અણબનાવ બનવાની સંખ્યામાં પણ ધટાડો નોંધાયો હતો.
 
જિલ્લામાં સાપ કરડવાનાં બનાવ વધી રહયાં છે
 
જૂનાગઢ જિલ્લામાં સાપ કરડવાનાં બનાવ વધી રહયાં છે. તેની સાથે હાલ વિંછીનો પણ ઉપદ્રવ વધ્યો છે. વિંછી લોકોને ડંખ મારી રહયો છે. ખાસ કરીને ભાદરવો અને ભાદરવા બાદ પડતી ગરમીનાં કારણે સાપ - વિંછી બહાર આવતાં હોય છે. અને લોકોને ડંખ મારતા હોય છે. ત્યારે આવા સંજોગોમાં લોકોએ ગભરાવવાની જગ્યાએ જાગૃત થવાની તાતી જરૂર છે.
એક્સપર્ટ વ્યુ
 
સાપને ઓળખી લેવો
 
ગરમીને કારણે સાપ દરમાંથી બહાર નીકળે છે ત્યારે તેનું વર્તન પણ બદલી જતું હોય છે. સાપ કરડે ત્યારે કેવા કલરનો સાપ હતો અને ક્યાં કરડયો તે બાબત ઓળખી ડોક્ટરને જાણ કરવી. લોકોએ અંધશ્રદ્ધાને ત્યજી તાત્કાલિક દવાખાને સારવાર અપાવવી હિતાવહ છે.-ડો. ભાવેશ જાવીયા, વેટરનરી કોલેજ
 
સાપ કરડે ત્યારે શું કાળજી રાખવી?
 - ભાગદોડ કરવી નહીં
 - કરડેલા ભાગની ઉપર મધ્યમ રીતે પાટાપીંડી કરવી
 - લોહીનું દબાણ વધે નહીં એની કાળજી લેવી
 - ભુવા કરતા ડોકટરની સલાહ લેવી
 
બીક જ મારી નાંખે છે
 
સોરઠ પંથકમાં મોટા ભાગે બીનઝેરી સાપની સંખ્યા વધુ છે. પરંતુ પાણીમાં કે બીજી જગ્યાએ સાપ કરડે ત્યારે લોકમાનસમાં સાપ કરડયો તેવી બીક વધી જાય છે. જેનાં કારણે લોહીનું દબાણ વધી જાય છે. લોકોએ ગભરાવવું જોઇએ નહીં.

No comments: