વિસાવદર:
વિસાવદરમાં રવિવારનાં સમી સાંજે સિંહ યુગલ જોવા મળતા લોકોનાં ટોળા ઉમટી
પડ્યા હતા. જયારે બે દિવસ પહેલા કાલસારીની બજારમાં આખી રાત મારણની મિજબાની
માણી હતી.
સિંહ યુગલને જોવા લોકોનાં ટોળા એકઠા થઇ ગયા
સિંહો અને માનવ વચ્ચે હવે બહુ અંતર રહ્યું ન હોય એમ પેટનો ખાડો પુરવા જંગલો છોડી ગામડાઓમાં પ્રવેશવા લાગ્યા છે ત્યારે રવિવારે સમી સાંજે સાત વાગ્યાની આસપાસ વિસાવદરનાં સતાધાર રોડ પર હનુમાનપરામાં વનતંત્રની કચેરીનાં સામે આવેલા ખેતરમાં સિંહ યુગલ લટાર મારતું જોવા મળતા લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા. સ્ટાફે છ કલાકની જહેમત બાદ સિંહ યુગલને તુવેરનાં ખેતરમાંથી બહાર કાઢી છેક માણદીયા ફાટક સુધી મુકી આવ્યા હતા એમ એસીએફ કપ્તાએ જણાવ્યું હતું.
સિંહોએ આખી રાત મારણની મિજબાની માણી
સિંહને ખદેડવામાં ભારે મહેનત થઇ હતી. જ્યારે સિંહણ તેની રીતે મોડી રાત્રે જંગલ તરફ ચાલી ગઇ હતી. બે દિવસ પહેલા વિસાવદરથી બે કિમી દુર કાલસારી ગામે મધુભાઇ પદમાણીનાં ઘરની પાછળની બજારમાં બે સાવજોએ ગાયનું મારણ કરી આખી રાત મિજબાની માણી હતી.
No comments:
Post a Comment