જૂનાગઢ:બીલખા
નજીકનાં બેલાગામની સીમમાં ગતરાત્રીનાં કરૂણ ઘટના બની હતી. મુળ વિસાવદર
તાલુકાનાં માંગનાથપીપળીનાં પરિવારે બેલાગામમાં ભાગ્યું રાખ્યું
હતુ.ગતરાત્રીનાં ઝૂપડામાં માતા એક પુત્રી અને સાત માસનાં પુત્ર સાથે સુતી
હતી.ત્યારે દીપડો આવી ચડ્યો હતો.અને સાત માસનાં પુત્રને ઉપાડી ગયો હતો.
માતાથી 500 મીટર દુર પુત્રને દીપડાને ફાડી ખાદ્યો હતો.આ ઘટનાને લઇ વન
વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો.શોધખોળ કરતા ઝુપડાની બાજુમાંથી
હાથ,માથુ અગલ પડ્યા હોય તેવો મૃતદહે મળી આવ્યો.
સાત માસનાં શિવમને દીપડો ઉપાડી ગયો
બનાવની
મળતી વિગત મુજબ વિસાવદરનાં માંગનાથ પીપળી ગામે રહેતા વિપુલભાઇ ચારોલિયાએ
બીલખા નજીકનાં બેલાગામ ખાતે જીવરામભાઇ છગનભાઇ સાંકિયાનાં ખેતરમાં ભાગ્યું
રાખ્યું હતુ. વિપુલભાઇ પરિવાર સાથે ઝૂપડુ બાંધી સીમમાં રહેતા
હતા.ગતરાત્રીનાં ઝૂપડામાં ટીકુબેન પુત્રી અને સાત માસનાં પુત્ર શિવમની સાથે
સુતા હતા.ત્યારે મોડી રાત્રીનાં દીપડો ઝુપડામાં આવી ચડ્યો હતો.સાત માસનાં
શિવમને દીપડો ઉપાડી ગયો હતો.
ઝુપડાની બાજુમાંથી હાથ,માથુ અગલ પડ્યા હોય તેવો મૃતદહે મળી આવ્યો
ઝુપડાથી
500 મીટર દુર ફાડી ખાદ્યો હતો.સવારનાં પુત્રની શોધખોળ કરતા ઝુપડાની
બાજુમાંથી હાથ,માથુ અગલ પડ્યા હોય તેવો મૃતદહે મળી આવ્યો હતો.સાત માસનાં
પુત્રનાં મોતથી પરિવારને અઘાતમાં સરી પડ્યો હતો. ઘટનાની જાણ વન વિભાગને જતા
આરએફઓ એસ.ડી.ટીલાળા અને સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો.મૃતદેહનો કબજો
સંભાળી પીએમ માટે બિલખા હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
દીપડાને પકડવા ત્રણ પાંજરા મુક્યાં
બાળકને
દીપડો ઉપાડી જતા ખેડૂતોમાં ભય ફેલાયો છે.તેમજ દીપડાને પકડી લેવા માટે વન
વિભાગે જૂદી-જુદી ત્રણ જગ્યાએ પાંજરા ગોઠવ્યા છે. આજે રાત્રે દીપડો પાંજરા
પુરાઇ જાઇ તેવી આશા વન વિભાગ સેવી રહ્યું છે.
4 લાખની સહાય સરકાર આપે છે
વન્ય
પ્રાણીનાં હૂમલામાં ઘાયલ કે કોઇ મૃત્યુ પામે ત્યારે સરકાર દ્વારા સહાય
આપવામાં આવે છે. માવન મૃત્યુનાં કેસમાં સરકાર દ્વારા રૂપિયા 4 લાખની સહાય
આપવામાં આવે છે.
No comments:
Post a Comment