કોડીનાર:દીવનાં
વણાંકબારાનો યુવાન જમજીરધોધમાં ગરક થતાં તરવૈયા દ્વારા તેની શોધખોળ હાથ
ધરાઇ છે. રવિવારે ખારવા સમાજનાં 10 થી વધુ યુવાનો અહિંયા ફરવા આવ્યા હતાં. આ
અંગેની મળતી વિગત મુજબ વણાંકબારાનાં ખારવા સમાજનાં 10થી વધુ યુવાનો
રવિવારે જમજીર ધોધ ખાતે ફરવા આવેલ અને બપોરે ભોજન લઇ ન્હાવા પડયા
હતાં.ઘટનાની જાણ થતાં પરિવારજનો જમજીર ખાતે પહોંચી ગયા હતાં અને મહિલા
સહિતનાં પરિવારનો કલ્પાંતથી હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતાં.
સોમવારે સવારથી જ તરવૈયાઓ દ્વારા ફરી શોધખોળ હાથ ધરાશે
તે
પૈકી ભાવિન રામજીભાઇ સોલંકી (ઉ.વ.22) ઉંડા પાણીમાં ગરક થઇ જતાં સાથે
આવેલા યુવાનો અને તરવૈયાઓએ સાંજ સુધી શોધખોળ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ
કોડીનારનાં પીએસઆઇ અને તેમની ટીમ, ટીડીઓ વાઘેલા, ગીરગઢડાનાં મામલતદાર ,
આગેવાનો સહિતનાં લોકો દોડી ગયેલ. ધોધનો પાણીનો પ્રવાહ પણ વધુ હોય સોમવારે
સવારથી જ તરવૈયાઓ દ્વારા ફરી શોધખોળ હાથ ધરાશે.
પરિવારજનોનો હૃદયદ્વાવક કલ્પાંત
આ
સમાચારની જાણ થતાં જ ભાવિનનાં પરિવારજનો જમજીર ખાતે પહોંચી ગયા હતાં
અને મહિલા સહિતનાં પરિવારનો કલ્પાંતથી હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતાં.
અહિંયા ફરવા આવેલા લોકોમાં પણ ગમગીની પ્રસરી ગઇ હતી.
No comments:
Post a Comment