Tuesday, May 20, 2008

કુતિયાણા-ખાગેશ્રી-જામજોધપુર વન વિસ્તારને સિંહ અભયારણ્ય તરીકે વિકસાવવા જરૃરી

કુતિયાણા, તા.૧૯

કુતિયાણાથી ખાગેશ્રી થઈ જામજોધપુર જવાના માર્ગે કાલિન્દ્વી ડેમથી જામજોધપુરના પાદર સુધી ગીર અને બરડા જેવો ટેકરી અને મેદાનોવાળો જંગલ વિસ્તાર પથરાયેલો છે ખાગેશ્રી સ્થિત ઘાંસ વીડી તથા તે પછીનો જંગલ વિસ્તાર પડતર અને બિનપયોગી પડયો છે. તેથી આ વિસ્તાર સિંહ અભયારણ્ય તરીકે વિકસાવવા માગણી ઉઠવા પામી છે. ચેમ્પિયન એન્ડ શેઠના વનના વર્ગીકરણ મુજબ આ વિસ્તારના વનનું વર્ગીકરણ સુકુ પાનખર ઝાંખરાયુકત જંગલ, સુકુ સવાના પ્રકારનું જંગલ, સુકો ઘાંસિયો વિસ્તાર, દેશી બાવળનું જંગલ, પલાશવન, ગોરડવન, બોરડીના ઝાંખરા, થોરવન મુજબ પ્રકાર પાડી શકાય. આ તમામ વર્ગીકરણ મુજબની ભૌગોલિક વનસ્પતિ સંપદા પરિસ્થિતિ આ વિસ્તારમાં મોજુદ છે જયારે આ વિસ્તારમાં પાણી માટેના કાલિન્દ્વી અને સારણ ડેમ છે. એજ રીતે જામજોધપુર પંથકમાં પણ જળ સિંચાઈને લગતા નાના-મોટા ડેમો તથા ચેકડેમો છે. આ વિસ્તારમાં કાળીયાર, નીલગાય, ચિંકારા, સસલા જેવા તૃણાહારી ઉપરાંત નાર એટલે કે વરૃ ઝરખ, શિયાળ, લોંકડી જેવા માંસાહારી તથા થોડાક વર્ષોથી દીપડા પરિવાર પણ કાયમી વસવાટ કરેલ છે. તેમજ વિવિધ જાતના પંખી અને શિકારી ક્ષીઓ છે. આ વન વિસ્તાર પણ સિંહોના વસવાટ માટે અનુકુળ હોય આ વિસ્તારને સંભવિત સિંહ અભયારણ્ય તરીકે વિકસાવવો જરૃરી છે.
Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=77343&Keywords=Sorath%20Gujarati%20News

No comments: