Thursday, May 15, 2008

ગિરનારના જંગલને અભયારણ્યનો દરજજો

Bhaskar News, Junagadh
Wednesday, May 14, 2008 00:51 [IST]

ગિરનાર પર્વત સુધી સિંહોને મોકળાશ મળશે

ગીરનું જંગલ એશિયાટિક સિંહોને ટુંકુ પડવા લાગતાં છેલ્લાં કેટલાં વર્ષોથી સિંહોએ ગીરનારના જંગલમાં વસવાટ શરૂ કર્યોછે ત્યારે હવે ગીરનારનાં જંગલને અભયારણ્યનો દરજજૉ આપવાનો નિર્ણય રાજય સરકારે કર્યોછે.રાજયનાં વન અને પર્યાવરણ વિભાગનાં સચિવ એસ.કે.નંદાએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, સરકાર ગીરનાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ છે ત્યારે ગીરનાં વિસ્તારને વધારવાનું અનિવાર્ય થઈ ગયું હતું.

સિંહો બચાવવાના અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી નરેન્દ્રમોદીએ જાહેર કરેલ રૂા.૪૦ કરોડનાં પેકેજમાં અભયારણ્યનો વિસ્તાર વધારવાની યોજનાનો પણ સમાવેશ થઈ જાય છે. છેલ્લા કેટલાંક વખતથી સિંહોએ ગીરનારનાં જંગલમાં પણ વસવાટ શરૂ કર્યોહોઈ ગીરનારનાં ૧૮૦ ચો.કિ.મી. જંગલ વિસ્તારને આભ્યારણ્યનો દરજજૉ અપાયો છે.

અત્રે નોંધનીય છે કે, આ અગાઉ ૨૦૦૪માં મીતીયાળાનો પણ અભ્યારણ્ય વિસ્તારમાં સમાવેશ થયો હતો. જૉ કે, પગલાંથી જંગલમાં આવેલી ધાર્મિક જગ્યાઓને જવા માટેનાં ચાલવાનાં હક્કો અબાધિત રહેશે એમ પણ તેમણે જણાવ્યું હતું. આ નિર્ણયને પગલે સિંહો માટેનાં અભયારણ્યનો વિસ્તાર ૧૬૪૦ ચોરસ કિ.મી.થઈ જશે. એમ પણ તેમણે જણાવ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/2008/05/14/0805140053_zoo_position.html

No comments: