Bhaskar News, Khamba | Aug 15, 2012, 01:37AM IST
- વન્યપ્રાણી અને માણસો વચ્ચે ટકકરની વધતી ઘટનાઓ: વનવિભાગનો સ્ટાફ દોડી ગયોખાંભા તાલુકાના દલડી ગામે આજે સવારે મુસ્લિમ આધેડ કુદરતી હાજતે ગયા હતા ત્યારે એક દીપડાએ તેમના પર હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. મુસ્લિમ આધેડને બચાવવા ગયેલા તેમના ભાઇ પર પણ દપિડાએ હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. બાદમાં ઉશ્કેરાયેલા ગામલોકોએ દપિડાને પતાવી દીધો હતો.
દલડી ગામે મુસ્લિમ શખ્સોને દીપડાના હુમલામાં ઇજા પહોંચી હતી. જ્યારે સામાપક્ષે દીપડાએ જીવ ગુમાવવો પડયો હતો. ખાંભાના દલડી ગામના હાજીભાઇ અભરામભાઇ નાયા (ઉ.વ.૪૮) આજે સવારે છ વાગ્યે ગામની સીમમાં કુદરતી હાજતે ગયા હતા ત્યારે દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. ઘરથી થોડે દુર દપિડાના આ હુમલાના પગલે તેમણે દેકારો કરતા તેમના ભાઇ મહંમદભાઇ નાયા પણ ત્યાં દોડી આવતા દીપડાએ તેમના પર પણ હુમલો કર્યો હતો.
એક્સાથે બે વ્યક્તિ પર દીપડાના હુમલાના પગલે ગામમાં દેકારો બોલી ગયો હતો. અને ગામલોકો ત્યાં એકઠા થઇ ગયા હતા. અહી ગામલોકોએ મોકો મળતા જ દીપડાના રામ રમાડી દીધા હતા. ઇજાગ્રસ્ત હાજીભાઇ ગીર નેચર યુથ ક્લબના સભ્ય છે. ક્લબના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા પણ ખાંભા દવાખાને દોડી ગયા હતા. સ્થાનિક આરએફઓ પરડવા સહિતના અધિકારીઓ સ્ટાફ સાથે દલડી દોડી ગયા હતા. દપિડા પર હુમલો કરી તેને કોણે મારી નાખ્યો તે અંગે સાંજ સુધી વનવિભાગ સ્પષ્ટ ન હતું.
- દીપડાને કોણે માર્યો વનવિભાગ અવઢવમાં
દલડીમાં દપિડાના રામ રમાડી દેવાયા બાદ આ દીપડાને કોણે માર્યો તે અંગે વનવિભાગ મોડીસાંજ સુધી અવઢવમાં જોવા મળતુ હતું. વનવિભાગે અનેક ગામ લોકોની પુછપરછ કરી હતી આમ છતા દપિડા પર હુમલો કરનારા વિશે કોઇ જાણકારી મળી ન હતી. આરએફઓ પરડવાએ જણાવ્યું હતું કે આ અંગે હજુ તપાસ ચાલુ છે.
- પી.એમ. રિપોર્ટ માથામાં ઘા ફટકારી પતાવી દીધો
આ ચકચારી ઘટના બાદ ધારીના પશુચિકિત્સક રીતેશ વામજા અને જેસરના ડૉ.નયન પટેલની પેનલ દ્વારા દીપડાના મૃતદેહનું પી.એમ. કરાયું હતું. જેમાં દીપડાને માથામાં લાકડી જેવા પદાર્થથી માર મારી પતાવી દીધી હોવાનું ખુલ્યું હતું.
No comments:
Post a Comment