Bhaskar News, Amreli | Aug 25, 2012, 01:03AM IST
જળજીવડીમાં પણ સાવજે એક વાછરડાને ફાડી ખાધોગીર જંગલનાં કાંઠાનાં ગામડાઓમાં સાવજોનો ત્રાસ સતત વધતો જ જાય છે. આ વિસ્તારમાં વસતા સાવજો દ્વારા માલધારીઓના માલઢોરનું છાશવારે મારણ કરવામાં આવે છે. ગઇ સવારે ધારીના ખીસરીમાં ગામમાં ઘુસી સાવજોએ બે ગાયનું મારણ કર્યુ હતું. આ ઉપરાંત જળજીવડીમાં પણ એક વાછરડાને ફાડી ખાધો હતો.
ગામમાં ઘુસી સિંહ દ્વારા ગાયનું મારણ કર્યાની ઘટનાં ધારી તાલુકાનાં ખીસરી ગામે બની હતી ખીસરીનાં જયસુખભાઇ પાટડીયાની એક ગાય ઘર બહાર બાંધેલી હતી. ગઇ વહેલી સવારે એક સિંહ ગામમાં આવી ચડયો હતો. અને તેમનાં ઘર બહાર બાંધેલી ગાયને મારી નાખી હતી. આ ઉપરાંત સાવજો ગામમાં એક રેઢીયાર ગાયને પણ મારી નાખી હતી. આ દરમિયાન ગામલોકો જાગી જતાં સિંહ મારણ મુકી ચાલ્યો ગયો હતો. તાલુકા પંચાયતનાં સદસ્ય રમેશભાઇ ભારોલાએ આ અંગે વન વિભાગને જાણ કરતા આરએફઓ એ.વી.ઠાકર સ્ટાફ સાથે નીસરી દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
આવી જ રીતે ધારી તાલુકાનાં જળજીવડી ગામની સીમમાં સાવજ દ્વારા એક વાછરડાનું પણ મારણ કરવામાં આવ્યુ હતું. ગીર કાઠાના ગામડાઓમાં ભૂખ્યા સાવજો દ્વારા આ રીતે અવાર-નવાર માલધારીઓનાં ઉપયોગી પશુનું મારણ કરાય છે.
No comments:
Post a Comment