ધારી,તા,ર૮
ધારી તાલુકાના માલસીકા ગામે દેવપૂજક બાળકને ફાડી ખાધા બાદ હચમચી
ઉઠેલા ખેડુતોએ ગ્રામજનો રાની પશુઓનો ભોગ ન બને તે માટે સમયસુચકતા વાપરી
વાડીદીઠ મેડા બનાવ્યા છે. રાતે નિંદ્વાધીન હાલતમાં મોત નસીબ ન થાય. આવી
આગોતરી દરકાર લેતા થયેલા ખેડુતો દુષ્કાળ ઉપરાંત આવ હિંસક પ્રાણીઓથી ધ્રુજી
રહ્યાં છે.- ધારી તાલુકાના માલસીકામાં બાળકને દીપડાએ ફાડી ખાધાનાં બનાવ બાદ
- રખોપા, પાણી વાળવા સમયે ખેડૂતો વાડીમાં મેડા પર સુરક્ષિત નિંદર માણી શકશે
ગામના છેવાડે દેવીપૂજકવાસમાંથી ઝુપડામાં પિતા સાથે સુતેલા બાળકને ફાડી ખાનાર દીપડાના હાહાકાર અને વારંવાર વાડીમાં ઘુસી મારણ કરી જતાં સિંહ અને દીપડાના ડરને ખાળવા માટે મેડાઓ તૈયાર કરવામાં આવ્યા છે. જેથી, રાતે પાણી વાળવા કે, રખોપા સમયે મેડા પર ચડી સુરક્ષીત બની નિંદર માણી શકાય.
No comments:
Post a Comment