-એવા લોકો જેણે સાવજોના બચ્ચાને ખોળામાં રમાડ્યા છે અને દુધ પણ પાયુ છે
-નાના બાળકોથી લઇ ગલઢેરાઓ સુધી સાવજના બચ્ચાને લઇ ગામના શેરીઓમાં હડીયાપાટી કરતા હોય તેવા દ્રશ્યો અહિં જોવા મળે છે-મધ્ય પ્રદેશમાં આ શકય બનશે ખરૂ ?
ગીર જંગલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તમને રખડતા અચાનક જ સિંહનો સામનો થઇ જાય તો ? ભલભલાના પગે ધ્રુજારી આવી જાય. ગીર આસપાસના વિસ્તારમાં વસતા લોકોને પણ ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. ખાસ કરીને માલઢોર ચરાવતા માલધારીઓને. પણ અહિના લોકોમાં ખમીર છે. બહાદૂરી છે. એવા અનેક લોકો છે જેમણે સાવજોને પોતાના ખોળામાં રમાડ્યા છે. સિંહ બાળને લઇને ગામ આખામાં હડીયાપાટી કરી છે. આ લોકો સાવજોને પ્રેમ કરે છે ક્યારેય નુકશાન પહોંચાડતા નથી.
અમરેલી જીલ્લામાં ગીર કાંઠાના ગામોમાં વસતા અનેક લોકોને સાવજોના બચ્ચાને હાથમાં લઇને રમાડવાની તક મળી છે. આ કામ જોખમી છે. કારણ કે બચ્ચાવાળી સિંહણ કાયમ જોખમી હોય છે. તે ભાગ્યે જ પોતાના બચ્ચાને રેઢા મુકે છે. અને શિકાર માટે રેઢા મુકે તો પણ બહુ ઝડપથી જયાં બચ્ચા હોય ત્યાં પરત ફરી જાય છે.
ખાસ કરીને બે ત્રણ માસના બચ્ચા તો ભાગ્યે જ કોઇની નજરે ચરે છે. કારણ કે નાના બચ્ચાવાળી સિંહણ નજીક જવાની હિંમત તો વન વિભાગનો સ્ટાફ પણ નથી કરતો. જંગલમાં માલઢોર ચારતા માલધારીઓ પણ જેતે વિસ્તારમાં બચ્ચાવાળી સિંહણ હોય તો તે વિસ્તારમાં જવાનું જ ટાળે છે.
આમ છતા આ સિંહબાળ ક્યારેક પોતાની માતાથી વખિુટા પડી જાય છે. જીજ્ઞાશા વૃતિના કારણે આ બચ્ચા વખિુટા પડી જાય છે. લીલીયાના ક્રાંકચ ગામ નજીકની એપ્રિલ ૨૦૧૦માં બનેલી ઘટના અજીબ છે.
અહીં એક માતાથી વખિુટુ પડેલુ એક સિંહબાળ મળી આવતા લોકો તેને ગામમાં લઇ આવ્યા હતાં. ગામના નાના મોટા સૌ કોઇએ આ સિંહબાળને હાથમાં લઇને રમાડ્યું હતું. નાના બાળકો તેને ગલુડીયાની જેમ હાથમાં લઇને ગામની શેરઓમાં દોડાદોડ કરતા હતા. ગલઢેરાઓએ પણ તેને ખોળામાં લઇને રમાડ્યું હતું. મહીલાઓએ તો તેને ઘોડીયામાં ઝૂલાવ્યું અને બોટલમાં ભરી દૂધ પણ પાયું હતું. અને બાદમાં તેનો ફરી સિંહણ સાથે મેળાપ કરાવી દેવાયો હતો.
આવી જ એક ઘટના થોડા સમય પહેલા ખાંભા તાલુકાના ફાચરીયા ગામે પણ બની હતી. અહીં પણ માતાથી વખિુટુ પડેલુ એક સિંહબાળ લોકોને મળી આવ્યું હતું. જેને ગામ લોકોએ હાથમાં લઇને રમાડ્યું હતું. બુચકાર્યુ હતું પંપાળ્યું હતું. બાદમાં વન વિભાગની મદદથી ફરી તેની માતા સાથે મેળાપ કરી દેવાયો હતો.
ગીર કાંઠાના ગામોમાં આવુ
અવારનવાર બને છે. નાના સિંહબાળ જોખમી હોતા નથી. તે નાના હોવાના કાણે તેની
માતા સૌથી વધુ જોખમી હોય છે. પણ અહીંના લોકો બહાદૂર છે. સમજદારીથી સાવજોથી
દૂર પણ રહે છે. અને અને સમય આવ્યે સાવજોને ખોળામાં પણ રમાડે છે.
સિંહબાળ અને માણસનો ભાગ્યે જ ભેંટો
સિંહબાળ માણસ માટે જોખની નથી હોતા પણ માણસ અને સિંહબાળનો ભાગ્યે ભેંટો થાય છે. જન્મના કેટલાક સપ્તાહ સુધી સિંહબાળ તેની બખોલમાંથી બહાર જ નીકળતા નથી. અને હરતા ફરતા થયા બાદ પણ લાંબો સમય સુધી માતાની પાછળ ફરે છે. વળી જયાં સિંહણે બચ્ચાને જન્મ આપ્યો હોય તે વિસ્તારમાં લોકો જવાનું ટાળતા હોય માણસનો તેની સાથે ભાગ્યે જ ભેંટો થાય છે.

No comments:
Post a Comment