Jayesh Rathod, Rajkot | Apr 03, 2013, 01:09AM IST
મૌસમ મસ્તાના હૈ: ઝૂ બન્યું હરણનું બ્રિડિંગ સેન્ટર: વધુ એક બચ્ચાંનો જન્મ, ટૂંકાગાળામાં જ ૨૧ વખત પારણાં બંધાયા, હરણની સંખ્યા ૪પ ઉપર પહોંચી
મૌસમ મસ્તાના હૈ: ઝૂ બન્યું હરણનું બ્રિડિંગ સેન્ટર: વધુ એક બચ્ચાંનો જન્મ, ટૂંકાગાળામાં જ ૨૧ વખત પારણાં બંધાયા, હરણની સંખ્યા ૪પ ઉપર પહોંચી
રાજકોટનું ઝૂ સાવજોના બ્રીડિંગ સેન્ટર તરીકે ભારતભરમાં જાણીતું બન્યા
બાદ હવે હરણના 'હનીમૂન’ માટે પણ ઊભરી રહ્યું છે. શહેરની ભાગોળે ત્રણ બાજુ
તળાવ અને ટેકરી પર ૧૩૭ એકરમાં પથરાયેલા પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં ખૂબ
ટૂંકાગાળામાં જ હરણની જુદી-જુદી પ્રજાતિના પારણાં સતત બંધાતા રહે છે.
ગુજરાત બહારથી લઇ આવેલા હરણને પણ અહીંનું વાતાવરણ તુરંત જ માફક આવી
જાય છે. ત્રણ જ વર્ષના ટૂંકાગાળામાં પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં ૨૧ જેટલા હરણના
પારણાં બંધાઇ ચુક્યા છે. મજાની વાત તો એ છે કે, જંગલના વાતાવરણ કરતા પણ
પ્રદ્યુમ્નપાર્ક ઝૂના વાતાવરણમાં હરણની ઉછળકૂદનો રોમાંચ અનેરો જોવા મળે છે.
અલગ અલગ છ પ્રજાતિના બચ્ચાંઓ સહિત ૪પ હરણ પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં દોડાદોડી
કરી રહ્યા છે.
ઠંડા પ્રદેશમાં રહેતા પ હોગ ડિયરમાંથી ૮ થયા
પાકિસ્તાનથી ઉત્તર ભારતના પટમાં જોવા મળતા હોગ ડિયર પ્રજાતિના હરણ
સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં વધુ રહેતા હોય છે. રાજકોટનું વાતાવરણ
ઉષ્ણતામાન હોવા છતાં હોગ ડિયરને રાજકોટ માફક આવી ગયું છે. તેનું એકમાત્ર
કારણ એ કે, પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં ચારેબાજુ લીલોતરી અને ત્રણ બાજુ તળાવ છે.
તા.૧૯-૨-૨૦૧૨ના રોજ પંજાબના છતબીર ઝૂમાંથી પ હોગ ડિયર લઇ આવવામાં આવ્યા
હતા. એ પછી પ્રથમ વખત તા.૪-૬-૨૦૧૨, તા.૩૦-૧૨-૨૦૧૨ અને તા.૨-૨-૨૦૧૨ના રોજ એમ
અત્યાર સુધીમાં ત્રણ વખત બચ્ચાંનો જન્મ થયો છે.
૩ ચિંકારા અને ચોશિંગા હજુ એક મહિના પહેલા જ આવ્યા
ચિંકારા અને ચોશિંગા પ્રજાતિના કુલ પાંચ હરણ હજુ એક મહિના પહેલા જ
રાજકોટ લઇ આવવામાં આવ્યા છે. તા.૧૯-૨-૨૦૧૩ના રોજ આ પાંચેય હરણને જૂનાગઢ ઝૂ
ખાતેથી લાવવામાં આવ્યા છે. પંદર દિવસ સુધી નાઇટ સોલ્ટર(ઓરડી)માં ઓબઝર્વેશન
હેઠળ રખાયા બાદ હજુ થોડા દિવસો પહેલા જ તેમને પીંજરામાં છુટ્ટા મૂકવામાં
આવ્યા છે. ચિંકારા અને ચોશિંગા હરણને પણ બ્રીડિંગ માટે વાતાવારણ અનુકૂળ થઇ
ગયાના લક્ષણ જોવા મળી રહ્યા હોવાનું ઝૂ સુપ્રિ. હીરપરાએ જણાવ્યું હતું.
પ્રાકૃતિક વાતાવરણ માફક આવ્યું
પ્રદ્યુમન પાર્ક ઝૂના સુપ્રિન્ટેન્ડેટ હિરપરાના જણાવ્યા મુજબ આ ઝૂમાં
વિશાળ જગ્યા છે, વૃક્ષો અને લીલોતરીને કારણે જંગલ જેવું વાતાવરણ સર્જાયું
છે. પિંજારા પેક કરેલા નથી. એટલે હરણ પોતાને જંગલમાં જ હોવાની અનુભુતી કરે
છે. બહારથી લાવવામાં આવતા હરણને ૧પ દિવસ આઈસોલેશન વોર્ડમાં રાખી તેને
વાતાવરણ માફક આવે છે કે કેમ? તથા યોગ્ય માત્રામાં ખોરાક લે છે કે કેમ? તે
ચકાસવામાં આવે છે. ૧પ દિવસ સુધી રોજ મેડિકલ ચેકઅપ કરાય છે. આ બધા પ્રયાસોને
કારણે આ ઝૂ હવે હરણનું બ્રિડિંગ સેન્ટર બની ગયું છે.
દરેક પ્રજાતિમાં વસ્તી વધી
પ્રદ્યુમન પાર્ક ઝૂને હરણના બ્રિડિંગ સેન્ટર તરીકે સફળતા મળી છે.
પ્રારંભે ચાર કાળિયાર હતા તેની સંખ્યા અત્યારે ૧૨ની થઈ છે. ૨૦૦૯માં ત્રણ
સાબર લાવવામાં આવ્યા અત્યારે તેની સંખ્યા છની છે. એ જ રીતે ૨૦૦૯માં
ચિત્તલની ત્રણ જોડી લાવવામાં આવી હતી. તેની સંખ્યા ૧૧ની થઈ છે. એક બચ્ચાંનો
જન્મ તો આજે જ થયો છે.
હાલ ઝૂમાં કુલ ૭૨ પ્રાણીઓ
સિંહ ૧૨
વાઘ ૩
દીપડા ૪
મગર ૦૧
હિમાલયન રીંછ ૦૨
સ્લોથ બીયર ૦૨
વાંદરા ૧૩
જુદી જુદી પ્રજાતિના હરણ ૩૬
No comments:
Post a Comment