Tuesday, April 30, 2013

બે સિંહણોના ઘરે ‘પારણા’ બંધાયા, એક સાથે સાત સિંહબાળનો જન્મ.

PICS: બે સિંહણોના ઘરે ‘પારણા’ બંધાયા, એક સાથે સાત સિંહબાળનો જન્મ


- ક્રાંકચની સીમમાં બાવળની કાટમાં વસતો સિંહ પરિવાર ખૂબ વિસ્તર્યો : શેત્રુજીના કાંઠે સાવજોની સંખ્યા પહોંચી ૩૬ પર

ગીર જંગલથી દુર ક્રાંકચની બાવળની કાટમાં સાવજ પરિવાર ફુલીફાલી રહ્યો છે. આ પરિવારની બે સિંહણોએ એક સાથે સાત બચ્ચાને જન્મ આપતા સાવજપ્રેમીઓ સૌથી વધુ રાજી થયા છે. એકાદ મહિના સુધી બંને ગર્ભવતી સિંહણો જાણે ભુર્ગભમાં હતી. હવે તેના બચ્ચા એકાદ મહિનાના થયા બાદ ગઇરાત્રે આ બંને સિંહણો તેના સાત બચ્ચા સાથે નજરે પડી હતી.

આ વિસ્તારમાં કેટલા સિંહ પરિવાર વસે છે તે વિગતો સાથે ફોટા જોવા આગળ કલીક કરો. તસવીર: મનોજ જોશી, લીલીયા
PICS: બે સિંહણોના ઘરે ‘પારણા’ બંધાયા, એક સાથે સાત સિંહબાળનો જન્મ
લીલીયાના ક્રાંકચની સીમમાં વસતો સાવજ પરિવાર સતત વિસ્તરી રહ્યો છે. ત્રીસ જેટલા સાવજોના આ પરિવારમાંથી એક સિંહણનુ થોડા સમય પહેલા મોત થયુ હતુ. પરંતુ તેની સામે બે સિંહણોએ એક સાથે સાત બચ્ચાને જન્મ આપ્યાનુ બહાર આવ્યું છે. આ બંને સિંહણો છેલ્લા એકાદ માસથી જાણે ભુર્ગભમાં હતી. સામાન્ય રીતે કોઇ સિંહણ બચ્ચાને જન્મ આપે ત્યારે દિવસો સુધી બચ્ચાને છુપાવી રાખે છે. આ સિંહણ પણ ભાગ્યેજ નજરે પડે છે. આખરે ક્રાંકચ પંથકની આ બંને સિંહણો ગઇરાત્રે તેના બચ્ચા સાથે ખુલીને સામે આવી હતી.

આ બંને સિંહણો એક સાથે સાત સિંહબાળને લઇને વિહાર કરવા નીકળતા તેને જોઇ સિંહ પ્રેમીઓ ખુશખુશાલ થઇ ગયા હતા. કોઇ સિંહણ ભાગ્યે જ પાંચ બચ્ચાને જન્મ આપે છે. અહી એક સિંહણને પાંચ તથા બીજી સિંહણને બે બચ્ચા છે. ક્રાંકચ પંથકમાં સિંહ દર્શન માટે લોકોની અવરજવર વધી રહી છે અને બચ્ચાવાળી સિંહણો હંમેશા જોખમી હોય છે ત્યારે વનવિભાગ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તો આ બંને સિંહણો તેના સાતેય બચ્ચા અને સાથેસાથે લોકોની પણ સલામતી રહેશે.
PICS: બે સિંહણોના ઘરે ‘પારણા’ બંધાયા, એક સાથે સાત સિંહબાળનો જન્મ
- તંદુરસ્ત સિંહણ પાંચ બચ્ચાંને જન્મ આપી શકે છે - ડીએફઓ

ક્રાંકચની સીમમાં એક સિંહણને પાંચ બચ્ચા હોવા અંગે ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતુ કે તંદુરસ્ત સિંહણ પાંચ બચ્ચાને જન્મ આપી શકે છે. આવા કિસ્સા અગાઉ પણ જોવા મળ્યા છે. જો કે કોઇ સિંહણને પાંચથી વધુ બચ્ચા જોવા મળ્યા નથી.


No comments: