Bhaskar News, Liliya
| Sep 04, 2013, 01:01AM IST
લીલીયા તાલુકાના ભેંસવડી ગામની સીમમાં એક પટેલ ખેડૂત પોતાની વાડીમાં ખેતીકામ કરી રહ્યા હતાં ત્યારે અહિં નિલગાયનું મારણ કરનાર સિંહણે તેમના પર હુમલો કરી નહોર મારી ઇજા પહોંચાડતા તેમને સારવાર માટે લીલીયા દવાખાને ખસેડાયા હતાં.
લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાવજો મોટી સંખ્યામાં વસી રહ્યા છે. હાલમાં ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે માણસ અને સિંહને અવાર નવાર સામનો પણ થઇ રહ્યો છે. આવી જ એક ઘટના આજે લીલીયા તાલુકામાં ભેંસવડી ગામની સીમમાં બની હતી. અહિં ગામની સીમમાં સાવજો દ્વારા નિલગાયનું મારણ કરવામાં આવ્યુ હતું.
સાવજોએ આ મારણ છગનભાઇ ભગવાનભાઇ વાગડીયા (ઉ.વ. ૪૫) નામના
ખેડૂતની વાડીમાં કર્યું હતું. આજે સવારે તેમના સહિત ત્રણ ખેડૂતો વાડીમાં
કામ કરી રહ્યા હતા ત્યારે મારણ પર બેઠેલી એક સિંહણ અચાનક જ તેમની પાછળ દોડી
હતી અને છગનભાઇને કમરના ભાગે નહોર ભરાવી ઘાયલ કરી દીધા હતાં. જો કે આ
સિંહણ ખેડૂતને માત્ર ડરાવવા માંગતી હોય તેમ તેમને સામાન્ય ઇજા પહોંચાડી
ત્યાંથી ચાલી ગઇ હતી. કમર પર ત્રણ ઉઝરડા થયા હોય છગનભાઇને સારવાર માટે
લીલીયા દવાખાને ખસેડાયા હતાં. બનાવની જાણ થતા આરએફઓ અગ્રવાલ, ફોરેસ્ટર
બી.એમ. રાઠોડ વગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં.
- નાસી રહેલો યુવાન કુટિયામાં ખાબક્યો
દરમીયાન છગનભાઇની સાથે તેમનો ખેત મજુર ઇસ્માઇલ પણ સિંહણ પાછળ દોડતા નાસ્યો હતો. અને ભાગતી વખતે વીસેક ફુટ ઉંડી કુટીયામાં ખાબકયો હતો. જો કે આ દોડભાગમાં તેને ખાસ કોઇ ઇજા પહોંચી ન હતી.
- નાસી રહેલો યુવાન કુટિયામાં ખાબક્યો
દરમીયાન છગનભાઇની સાથે તેમનો ખેત મજુર ઇસ્માઇલ પણ સિંહણ પાછળ દોડતા નાસ્યો હતો. અને ભાગતી વખતે વીસેક ફુટ ઉંડી કુટીયામાં ખાબકયો હતો. જો કે આ દોડભાગમાં તેને ખાસ કોઇ ઇજા પહોંચી ન હતી.
No comments:
Post a Comment