Friday, September 27, 2013

... ને વનરાજને મોઢામાં આવેલો શિકાર છોડી ભાગવું પડ્યું.


Bhaskar News, Visavadar   |  Sep 23, 2013, 00:16AM IST
... ને વનરાજને મોઢામાં આવેલો શિકાર છોડી ભાગવું પડ્યું
- વિસાવદરનાં મંડોરીયા ગામ નજીક ગાય પર હૂમલો કર્યા બાદ
- બે યુવાનોએ હાકલા પડકારા કરી દોટ મુકતાં ફેન્સીંગ વચ્ચેની એક ફૂટની જગ્યામાંથી ભાગવામાં કેશવાળી તારમાં ફસાઇ ગઇ


વિસાવદરનાં મંડોરીયા નજીક આજે બપોરનાં અરસામાં વનરાજે એક ગાય પર હૂમલો કરી તેનો શિકાર કરે એ પહેલાજ બે યુવાનોએ હાકલા પડકારા કરી દોટ મુકતાં ફેન્સીંગ વચ્ચેની એક ફૂટની જગ્યામાંથી શિકાર મુકી ભાગવું પડ્યું હતું. ભાગવામાં વનરાજની કેશવાળી  તારમાં ફસાઇ ગઇ હતી.

વિસાવદરથી ૪ કિ.મી. અંતરે મંડોરીયા નજીક આવેલ સિતારામ ફાર્મમાં આજે બપોરનાં અરસામાં ગાય ચરિયાણ કરી રહી હતી ત્યારે અચાનક વનરાજે આવી ચઢી તેની પર હૂમલો કરી દઇ ગરદનનાં ભાગે બચકા ભરી ગાયને પછાડી દીધી હતી.
... ને વનરાજને મોઢામાં આવેલો શિકાર છોડી ભાગવું પડ્યું
આ અરસામાં અહીંયા કામ કરી રહેલાં નીતિન રવજીભાઇ અને શેઢા પાડોશી ખીમાભાઇ નામનાં બે યુવાનોએ  હાકલા પડકારા કરી હિમંત પૂર્વક વનરાજ પાછળ દોટ મુકતાં જંગલનાં રાજાને શિકાર છોડી ભાગવુ પડ્યું હતું.  આ સમયે ભાગવા માટેનો કોઇ રસ્તો ન મળતાં  ફેન્સીંગની એક ફૂટની જગ્યામાંથી ભાગવામાં વનરાજની કેશવાળી તારમાં ફસાઇ ગઇ હતી. બંને યુવાનોની હિંમતથી ગાય મોતનાં મુખમાંથી બચી ગઇ હતી.
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-lion-step-back-during-hunting-in-visavadar-4382550-PHO.html

No comments: