Bhaskar News, Liliya
| Sep 10, 2013, 00:17AM IST
લીલીયા તાલુકાના ખારાપાટના વિસ્તારમાં હાલમાં પાંચ-પાંચ ફુટની ઉંચાઇનું ખડ ઉગી નિકળ્યુ છે. ત્યારે ઝેરી જીવડાઓનો ઉપદ્રવ પણ વધ્યો છે. માલઢોરમાં આ જીવડા પડતા શરીર પર ચકામાઓ ઉપસી આવે છે. ત્યારે આ વિસ્તારમાં વસતા ૪૦થી વધુ સાવજો સામે પણ જોખમ હોય વનવિભાગ તે દિશામાં ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે.
બૃહદ ગીર વિસ્તાર હેઠળ આવતા લીલીયા તાલુકાના ક્રાંકચ, બવાડી, બવાડા, શેઢાવદર, ભોરિંગડા, આંબા, ચાંદગઢ વગેરે ગામની સીમમાં હાલમાં પાંચ-પાંચ ફુટની ઉંચાઇવાળુ બરૂ (ખડ) ઉગી નિકળ્યુ છે. આ ખડમાં કેટલાક દિવસથી ઝેરી જીવડાઓનો ઉપદ્રવ વધ્યો છે. આ વિસ્તારમાં રખડતા માલ-ઢોરના શરીર પર પણ આ ઝેરી જીવડાઓ ચીપકી જાય છે. જેને પગલે માલ-ઢોરના શરીર પર ચકામાઓ ઉપસી આવે છે. સારવાર ન થાય તો ઢોરની તકલીફ વધે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ૪૦ જેટલા સાવજોની સતત અવર જવર થતી રહે છે. જેને પગલે આ જીવાત સાવજના શરીર પર પડે તો સૌરાષ્ટ્રની આ અમુલ્ય ધરોહર સામે પણ જોખમ ઉભુ થયુ છે. સ્થાનિક પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા એવી માંગ ઉઠી છે કે વન વિભાગ દ્વારા તમામ સાવજોનું લોકેશન મેળવી અહિંના સાવજો આ જીવાતથી પિડાય છે કે કેમ તેની તપાસ થવી જોઇએ.
No comments:
Post a Comment