Bhaskar News, Dhari
| Sep 07, 2013, 00:23AM IST
ગીરપુર્વની દલખાણીયા રેંજમાં ડુબકી વિસ્તારમાં વનવિભાગ દ્વારા ફેરણા દરમિયાન ત્રણ બચ્ચા તેમજ સિંહણ બિમાર હાલતમાં જોવા મળતા ડીએફઓની સુચનાથી રેસ્કયુ ટીમ દ્વારા ચારેયને સારવાર આપવામાં આવી હતી. દલખાણીયા રેંજમાં ડુબકી વિસ્તારમાં ત્રણ બચ્ચા તેમજ એક સિંહણ બિમાર હાલતમાં હોય ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી રેસ્કયુ ટીમના ડૉ. હિતેષ વામજા, સમીર દેવમુરારી, અમીત ઠાકર, શેરમહંમદ દલ સહિતના સ્ટાફ દ્વારા ચારેય પ્રાણીઓને સારવાર આપવામાં આવી હતી.
ગતરાત્રીના એક મારણ પર એક્સાથે ૧૬ સાવજો હોય તેમાંથી આ ચારેયને અલગ કરી પ્રથમ રિંગ પાંજરામાં અને બાદમાં એક પછી એક બીડા પાંજરામાં પુરી સારવાર આપવામાં આવી હતી. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતુ કે આ ચારેય પ્રાણીઓને મેગટહુડ એટલે કે ગુમડા થયા હતા. ચોમાસા દરમિયાન જંગલમાં માખી, મચ્છર સહિત જીવજંતુઓનો ઉપદ્વવ વધુ હોવાથી પ્રાણીઓને કોઇ ઇજા પહોંચે ત્યારે પ્રાણીઓને પડેલા ઘા પર આ જીવજંતુઓ બેસતા તેમાં જીવાત પડી જાય છે.
No comments:
Post a Comment