Bhaskar News, Talala
| Sep 05, 2013, 00:12AM IST
- કમલેશ્ચર - ડેડકડી રેન્જનાં બે સિંહ ગૃપોમાંથી બે સિંહ - એક સિંહણને વાછરડાનાં મારણ બાદ શરીરમાં જીવડા જોવા મળતા રેસ્કયુ કરાયું
એશિયાટીક સાવજોની સંભાળ રાખવા વનવિભાગ સતત પેટ્રોલીંગ અને ફેરણાં કરતું હોય છે. સાસણ સેન્ચુરી જંગલ વિસ્તારની ડેડકડી અને કમલેશ્ચર રેન્જમાં ફરતા બે સિંહ ગૃપોનાં ચાર નર અને બે માદા સાવજોમાંથી બે નર સિંહ અને એક માદા સિંહણનાં શરીરમાં મેગેટ (જીવડા) ફેરણાનાં અવલોકન દરમિયાન જોવા સાસણ રેન્જનાં સ્ટાફને જોવા મળતા સાસણ એસીએફ કંડોરીયાનાં માર્ગદર્શન હેઠળ તાકીદે રેસ્કયુ ઓપરેશન કરી સાવજોનાં શરીરમાંથી જીવાત કાઢી ચાર કલાક સારવાર આપી જંગલમાંથી મુકત કરવામાં આવેલ. તાકિદે હાથ ધરાયેલી રેસ્કયુ કામગીરીથી સાવજોની પીડા ઓછી થઇ હતી.
સાસણ રેલ્વે સ્ટેશનનાં કમ્પાઉન્ડની બાજુમાં બે દિવસ પહેલા સિંહે વાછરડાનું મારણ કરેલ. મારણ ખાવામાં કુલ છ સિંહો હતા. તેમાં ચાર નર અને બે માદા હતા. આ છ સાવજો ડેડકડી અને કમલેશ્ચરનાં બંન્ને સાથે ફરતા ગૃપ હતા. છ સાવજમાંથી બે સિંહ અને એક સિંહણનાં શરીરનાં ભાગે મેગેટ (જીવડા) હોય તેવું ફેરવણ કરી રહેલા સાસણ રેન્જનાં ધ્યાને આવતા.
આ અંગે સાસણ એ.સી.એફ. કંડોરીયાને જાણ કરતા તેમણે અવલોકન કરી તાકિદે રેસ્કયુ ઓપરેશનથી સાવજોને સારવાર આપવા તૈયારી કરાયેલ સાસણ રેન્જનાં આર.એફ.ઓ. જાદવ સેન્ચુરીનાં આરએફઓ સેવરા સહિત સાસણ રેન્જનાં આરએફઓ જાદવ સેન્ચુરીનાં આરએફઓ સેવરા સહિત સાસણ રેન્જનાં સ્ટાફે આ સિંહ ગ્રુપનું ફરી લોકેશન કરી સાવજનાં ગ્રુપને સેન્ચુરી જંગલમાં લઇ જઇ મેગેટ (જીવડા)થી પીડાતા બે સિંહ અને એક સિંહણને બેભાન કરેલ સાસણ એનીમલ કેર હોસ્પિટલનાં તબિબ ડૉ.સોલંકીએ સાવજોની સારવાર કરી શરીરનાં ભાગમાંથી જીવડા દુર કરેલ.ચાર કલાક સુધી સાવજોને સારવાર આપ્યા બાદ જંગલમાં મુકત કરવામાં આવેલ.
વન વિભાગનાં સાસણ રેન્જનાં અધિકારીઓએ સ્ટાફ સાથે તાકીદે રેસ્કયુ કરી સાવજોને સારવાર આપતા સાવજો પીડામુકત થયા હતાં. ચોમાસામાં જંગલમાં મચ્છરો - મકોડાના કરડવાથી વન્યજીવોને આવી બિમારી થતી હોય સર્તકતાથી સાવજોને સારવાર મળી હતી.
No comments:
Post a Comment