Bhaskar New, Talala
| Dec 10, 2013, 02:59AM IST
- મુંબઇમાં જૂનાગઢનાં મુખ્ય વન સંરક્ષકએ બહુમાન સ્વિકાર્યુ : વન કર્મી - લોકોમાં આનંદ
ગુજરાતની શાન ગણાતા એશિયાટીક સિંહો સહિત વન્યજીવો જ્યાં વસવાટ કરે છે તે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉઘાનને સેન્ચુરી મેગેઝીન દ્વારા નેશનલ સેન્ટર સેન્ટર ફોર પરફોમીંગસ બદલ બેસ્ટ પ્રોટેકટીક એરીયા ૨૦૧૩ નો બેસ્ટ સેન્ચુરી એવોર્ડ એનાયત કરવામાં આવતા વન વિભાગ સાથે ગીરમાં વસતા માલધારીઓ અને સ્થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ પુરસ્કાર ગુજરાતનાં ચીફ વાઇલ્ડ લાઇફ બોર્ડ અને અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો.સી.એન.પાંડે વતી વન્યગણી વર્તુળ જૂનાગઢનાં મુખ્ય વન સંરક્ષક આર.એલ.મીનાએ સ્વીકારેલ હતો.
સીસીએફ આર.એલ.મીનાએ જણાવેલ કે, આ એવોર્ડ સંરક્ષક અને સંવર્ધનનાં સતત પ્રયત્નોની ઓળખ છે. જે ગીરનાં અધિકારીઓ, કર્મચારીઓ અને ગીરની આસપાસ રહેતા તેમજ સમગ્ર સૌરાષ્ટ્રનાં લોકો સિંહ અને વન્યજીવોની પરિવારનાં સભ્યોની જેમ સંભાળ લે છે તેની પ્રતીતી કરાવે છે. સિંહોની સંખ્યા ૨૦૧૦ નાં વસ્તી અંદાજે પ્રમાણે ૪૧૧ થઇ માત્ર સિંહ અને અન્ય વન્યજીવોની સંખ્યા જ નથી વધી પરંતુ ખૂબ મોટા વિસ્તારનું મજબૂત, સામાજિક, સાંસ્કૃતિક વારસા સાથે સિંહનાં નિવસન તંત્રનું સ્ટેનેબલ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. આ એવોર્ડ થી બાયોડાયવર્સીટી કન્ઝર્વેશન એન્ડ રૂરલ લાઇવલી હુડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ (બીસીઆરએલઆઇપી) એ વચન નિભાવે છે કે વન્ય જીવોની વસ્તી વધતા સ્થાનિક લોકો અને સમુદાયોને પણ આજીવીકાની તકો વધારવાનો લાભ મળનાર છે.
અહીં સિંહ પ્રેમ સરાહનીય છે
ગીરનાં સિંહોને મધ્યપ્રદેશમાં ખસેડવા બાબતે ગીરનાં માલધારીઓએ વિરોધ કર્યો હતો. ગીરનાં જંગલમાં સિંહોની સાથે આ માલધારીઓનાં ૬૦૦૦ માલઢોર પણ રહેછે. તેમ છતાં સિંહો પ્રત્યેનો તેમનો લગાવ-પ્રેમ સરાહનીય છે. ગીરનું જંગલ ૧૯૬પ માં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. ધીમે-ધીમે સિંહોની સંખ્યા વધતી ગઇ સિંહો જંગલની બહારનાં વિસ્તારમાં ભ્રમણ કરતા થયા આથી ૧૯૮૯ માં પાણીયા અભયારણ્ય ૨૦૦૪ માં મીતીયાળા અભયારણ્ય અને ૨૦૦૮ માં ગીરનાર અભયારણ્ય જાહેર કરવામાં આવ્યા આજે સિંહો ૧૦ હજાર વર્ગ કિ.મી.થી વધુ વિસ્તારમાં ભ્રમણ કરી રહ્યા છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-award-of-best-product-area-to-sanctuary-and-national-park-4459496-NOR.html
No comments:
Post a Comment