Bhaskar News, Veraval
| Dec 01, 2013, 03:25AM IST
- ચોરવાડમાં કુવામાંથી બે સિંહનાં બચ્ચાને ઉગારવા રેસ્કયુ ઓપરેશન- કાંઠા વગરનાં કુવામાં અઢી વર્ષની ઉંમરનાં સિંહ બાળ ખાબક્યા હતા : વેરાવળ વનવિભાગ પહોંચ્યું હતું
ચોરવાડ નજીકનાં બાસરની ભા વિસ્તારમાં આવેલ ખેતરનાં કુવામાં આજે વ્હેલી સવારે અઢી વરસની ઉંમરનાં સિંહનાં બે બચ્ચા પડી જતાં વન વિભાગે બંને બચ્ચાઓને રેસ્કયુ હાથ ધરી હેમખેમ બચાવી લઇ બચ્ચાની માતા સિંહણ સાથે મિલન કરાવેલ હતું.
આ ઘટના અંગે વેરાવળ રેન્જનાં આરએફઓ ડીડીયાએ જણાવેલ હતુ કે, ચોરવાડ નજીકનાં બાસરની ભા વિસ્તારમાં ખેડૂત ગોવિંદ રાઠોડનું ખેતર આવેલ છે આજે વ્હેલીસવારે તે વિસ્તારમાં ટહેલતી બે સિંહણત અને તેના બે બચ્ચા ફરી રહેલ હતા.
ત્યારે આ ખેતરનાં કાંઠા વગરનાં કુવા નજીકથી પસાર થતાં અકસ્માતે સિંહણનાં બંને બચ્ચા કુવામાં ખાબકી ગયેલ હતા. દરમિયાન આઠેક વાગ્યે એક માલધારી તે વિસ્તારમાંથી પસાર થતા તેની નજરે કુવામાં બે બચ્ચા પડેલ હોવાનું જણાતા તેમણે ખેડૂતને જાણ કરેલ હતી અને ત્યારબાદ ખેડૂતે વેરાવળ વન વિભાગનાં અધિકારીઓને ઘટનાની જાણ કરતા વન વિભાગનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે દોડી જઇ સિંહણનાં બંને બચ્ચાઓને કુવામાંથી બહાર કાઢવા રેસ્કયુ ઓપરેશન હાથ ધરેલ હતું. ઓપરેશન દરમિયાન વનકર્મીઓ કુવામાં ઉતરી ટીપણામાં સિંહણનાં બંને બચ્ચાઓને હેમખેમ બહાર કાઢેલ હતા.
બંને બચ્ચાઓને બહાર કાઢી તેઓનું વન વિભાગનાં તબીબો પાસે તપાસ કરાવતા બચ્ચાઓને કોઇપણ જાતની ઇજા કે નુકશાન થયેલ ન હોવાનું જણાવેલ હતું. સિંહણનાં બંને બચ્ચાઓને બહાર કાઢયા બાદ દસેક વાગ્યા આસપાસ બચ્ચાઓનું તેમની માતા સિંહણ સાથે મિલન કરાવવામાં આવેલ હતું અને આજે દિવસભર બચ્ચા તથા તેમની માતા સિંહણ પર વન વિભાગનાં ફોરેસ્ટર દ્વારા નજર રાખવામાં આવેલ હોવાનું જણાવેલ હતું.
No comments:
Post a Comment