Monday, December 9, 2013

સાપ યુગલ ભુલ્યુ ભાન, પ્રેમમાં કરતા કરતા ખાબક્યું કૂવામાં.

સાપ યુગલ ભુલ્યુ ભાન, પ્રેમમાં કરતા કરતા ખાબક્યું કૂવામાં
Bhaskar News, Amreli   |  Dec 08, 2013, 01:25AM IST
- પ્રેમાલાપમાં મસ્ત સાપ યુગલ કુવામાં ખાબક્યું
- સાવરકુંડલાના વીજપડી ગામની સીમમાં ખેડૂતની વાડીમાં
-
સર્પ સંરક્ષક મંડળે બન્નેને બચાવી લઇ કુવામાંથી બહાર કાઢયા

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામની સીમમાં એક ખેડૂતની વાડીમાં ખડચિત્તલ પ્રજાતીનો સાપ માદા સાથે પ્રેમાલાપમાં મસ્ત હતો ત્યારે અકસ્માતે બન્ને ઉંડા કુવામાં ખાબક્યા હતાં. જો કે સર્પ સંરક્ષક મંડળના સભ્યોએ બે કલાકની જહેમત બાદ નર અને માદા સાપને કુવામાંથી બહાર કાઢી પુન: મુક્ત કરી દીધા હતાં.

સામાન્ય રીતે ખડચિતલ (રસેલ્સ વાઇપર) પ્રજાતીના સાપ ખડકાળ પ્રદેશમાં રહે છે. પરંતુ સાવરકુંડલાના વિજપડીની સીમમાં નર અને માદા સાપ કનુભાઇ ભીમાણીની વાડીના કુવામાં જોવા મળ્યા હતાં. એવું મનાઇ છે કે નદીમાં તણાઇને આ સાપ આ વિસ્તારમા આવી ચડયા હશે. નર અને માદા બન્ને પ્રણયમાં વ્યસ્ત હતાં તે વખતે બન્ને કનુભાઇની વાડીના કુવામાં ખાબક્યા હતાં.

દરમીયાન ઉંડા કુવામાં નર અને માદા સાપ હોવાની જાણ થતા રાજુલા સર્પ સંરક્ષક મંડળના પ્રમુખ અશોકભાઇ સાંખટ અને તેની ટીમના સભ્યો ત્યાં પહોંચી ગયા હતાં. તેમણે કુવામાં ઉતરી બે કલાકની ભારે જહેમત બાદ બન્નેને બહાર કાઢ્યા હતાં અને ફરી તેમના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી દીધા હતાં.

આ પ્રજાતીનો સાપ માણસને કરડે તો સારવાર ન લેવાય તો સાતથી આઠ દિવસમાં માણસનું મોત થાય છે. વળી આ સાપનો અવાજ કુકરની સીટી વાગતી હોય તેવો હોય છે.

No comments: