Bhaskar News, Babra | May 09, 2014, 00:27AM IST
- બાબરાનાં પાનસડામાં લીમડાના વૃક્ષમાંથી ઝરતા પાણીથી કૂતુહલ
- ’ પથ્થરોની વચ્ચે આવેલો આ લીમડો આજદિન સુધી સુકાયો નથી
બાબરા તાલુકાના પાનસડા ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે એક લીમડાના વૃક્ષમાથી પાણી ઝરતુ હોય લોકોમા કુતુહલ ફેલાયુ છે. અહી અનેક શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને આ લીમડાના વૃક્ષમાથી નીકળતા પાણીનો પ્રસાદ તરીકે ઉપયોગ કરતા જોવા મળી રહ્યાં છે. એવુ પણ કહેવાય રહ્યું છે કે આ પાણીના ઉપયોગથી અનેક અસાધ્ય રોગો પણ મટી જાય છે. પાનસડા ગામે ખોડિયાર માતાજીના સ્થાનકે એક લીમડાનુ વૃક્ષ આવેલુ છે.
આ વૃક્ષમાથી વર્ષોથી પાણી ઝરી રહ્યું છે. અહી આવતા આસપાસના
શ્રધ્ધાળુઓએ જણાવ્યુ હતુ કે લીમડાના વૃક્ષમાથી ઝરતા આ પાણીનો ઉપયોગ ચરણામૃત
તરીકે કરવામા આવે છે આ પાણીથી અસાધ્ય રોગો પણ દુર થાય છે તેવી માન્યતા
પ્રચલિત છે. અહી દિવસ દરમિયાન અનેક શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. લીમડાના
વૃક્ષમાથી પાણી ઝરતુ હોય આ પાણી લોકો અમદાવાદ, મુંબઇ, સુરત સુધી પોતાના સગા
સબંધીઓને પણ બોટલોમા ભરીને મોકલી રહ્યાં છે.- ’ પથ્થરોની વચ્ચે આવેલો આ લીમડો આજદિન સુધી સુકાયો નથી
બાબરા તાલુકાના પાનસડા ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે એક લીમડાના વૃક્ષમાથી પાણી ઝરતુ હોય લોકોમા કુતુહલ ફેલાયુ છે. અહી અનેક શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને આ લીમડાના વૃક્ષમાથી નીકળતા પાણીનો પ્રસાદ તરીકે ઉપયોગ કરતા જોવા મળી રહ્યાં છે. એવુ પણ કહેવાય રહ્યું છે કે આ પાણીના ઉપયોગથી અનેક અસાધ્ય રોગો પણ મટી જાય છે. પાનસડા ગામે ખોડિયાર માતાજીના સ્થાનકે એક લીમડાનુ વૃક્ષ આવેલુ છે.
No comments:
Post a Comment