Arjun Dangar, Junagadh | Dec 31, 2014, 10:06AM IST
જૂનાગઢ: અગાઉ પોતાનાં જૂથમાં બે સિંહો રાજપાટમાં રહીને વર્ચસ્વ
ધરાવતા પરંતુ હવે પોતાનું જુથ વધુ બળુકું બને અને બીજા જૂથ પર પણ વર્ચસ્વ
વધારી શકાય એ માટે હવે એકસાથે ત્રણ વનરાજો મળીને અન્ય જૂથ પર આધિપત્ય
જમાવવા પ્રયત્નશીલ બન્યા છે. આ પ્રકારનાં વર્તનમાં ફેરફાર હાલ બે જગ્યાએ
જોવા મળ્યો હોવાનું સાસણ ગિરનાં ડીએફઓનાં નિરીક્ષણમાં જણાયું છે.
સાસણનાં ડીએફઓ ડો. સંદિપકુમારે જણાવ્યું હતું કે, એકજૂથ પર બે નર સિંહનું આધિપત્ય હોય છે. અને આ રીતે એકથી લઇને 7 ગૃપનું એક મોટો સમુહ (પ્રાઇડ) બને છે. હાલ ગિર જંગલમાં આવા 60 સમુહો છે. અને આ સમુહો પર બે નર સિંહ રાજ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ક્યારેય ન જોયો હોય એ પ્રકારનો સિંહોનાં વર્તનમાં બદલાવ જોવા મળ્યો છે. હાલ કમલેશ્વર ડેમ વિસ્તાર અને વિસાવદર તરફ આ પ્રકારે 3-3 રાજા ધરાવતા બે સમુહો જોવા મળ્યા છે. સામાન્ય રીતે આ બાબતથી એવું સ્પષ્ટ કહી શકાય કે, સિંહોએ પણ નક્કી કર્યું છે કે, દો સે ભલે તીન. કારણકે, જંગલની અંદર બુદ્ધિશાળી નહીં, પરંતુ શક્તિશાળી હોય એ જ રાજ કરે.
વર્ચસ્વની લડાઇ સારી બાબત છે : ડીએફઓ
ડીએફઓ સંદિપકુમાર કહે છે, સિંહો વચ્ચે ઇન્ફાઇટનાં બનાવો બને છે એ ખરાબ બાબત નથી. ઉલ્ટું તેનાથી વર્ચસ્વવાળા અને સુપિરીયર જીન્સ બહાર આવે છે. તેનાથી સિંહોની વસ્તીમાં પણ વધારો થાય છે. અને સારું જીન્સ જ નવી નસ્લમાં હોય છે.
આગળ વાંચો, 40 ટકા વસ્તી યુવાન સાવજોની, કમલેશ્વર ડેમ પાસે 3 નરનું મોટું સામ્રાજ્ય, રાજાઓ વચ્ચે સમાન વ્હેંચણી થાય
40 ટકા વસ્તી યુવાન સાવજોની
હાલ ગિરનાં જંગલમાં 40 ટકા વસ્તી યુવાન સિંહોની છે. આ સિંહો આવનાર વર્ષોમાં મોટાપાયે બ્રિડીંગ કરશે. આથી સિંહોની વસ્તી વૃદ્ધિનો દર વધશે. વળી પહેલાં સિંહણનાં બચ્ચાં પૈકી એકાદ માંડ જીવી શકતું. હવે એ મૃત્યુદર ઘટ્યો છે.
કમલેશ્વર ડેમ પાસે 3 નરનું મોટું સામ્રાજ્ય
કમલેશ્વર, ખોખરા, બાબરવા ચોક, આંબળા, વગેરે મળી આશરે 80 થી 90 ચોરસ કિમી વિસ્તારમાં 3 વનરાજોએ પોતાનું મોટું સામ્રાજ્ય સ્થાપવાનું શરૂ કર્યું છે. અને બીજા 3 સમુહની 6 માદાઓને પોતાનાં વર્ચસ્વમાં લઇ તેની સાથે બ્રિડીંગ કર્યું છે.
રાજાઓ વચ્ચે સમાન વ્હેંચણી થાય
ડો. સંદિપકુમાર વધુમાં કહે છે, એક ગૃપમાં નર અને માદા હોય તો તેમની વચ્ચે વ્હેંચણી સમાન ધોરણે થાય છે. પછી તે મેટીંગનો સમય હોય કે મારણ. તસુભારનો ફરક તેમાં રહેતો નથી. મેટીંગની બાબતમાં તો એક માદા સાથે એક નર જેટલો સમય વિતાવે બિલકુલ એટલોજ સમય બિજો અને ત્રીજો વિતાવે છે.
No comments:
Post a Comment