- લાભ આપવાને બદલે અધિકારો ઝૂંટવાઈ રહ્યાંનો દલિત સંગઠનનો આક્ષેપ
ગિર સોમનાથ જિલ્લા સૌરાષ્ટ્ર દલીત સંગઠનના પ્રમુખ જેઠાભાઈ સોસાના જણાવ્યા પ્રમાણે વન અધિકાર કાયદો-૨૦૦૬ અંતર્ગત ગિર સોમનાથ જિલ્લાના ૧૦૦ ગામોમાં વન અધિકાર સમિતિની રચના કરવામાં આવી છે.
પરંતુ સમિતિએ શુ કામગીરી કરવાની ? કેવી રીતે કરવી ? તેની કોઈ માહિતી પ્રશાસન તરફથી સમિતિઓને આપવામાં આવી નથી.
જેના કારણે આ જિલ્લામાં ખેતીની જમીન અને રહેણાંક મકાનો અંગે વન વિભાગ સામે ચાલતા વાદ વિવાદનો કોઈ ઉકેલ આવેલ નથી. એટલું જ નહીં વન અધિકાર કાયદાગ્રામ્ય પ્રજા તથા ખેડૂતોને પ્રાપ્ત થતાં અધિકારો આપવાને બદલે પ્રજા અને ખેડૂતોના અબાધીત અધિકારો વન વિધાગે છીનવી રહ્યું હોવાનો ખૂલ્લો આક્ષેપ કરી આ સગઠને તપાસની માગણી કરી છે.
આ અગ્રણીએ વન કાયદા હેઠળ મળેલા અધિારોની અમલવારી કરવા અને વન અધિકાર સમિતિને તેમની ફરજની વિગતો અને જરૃરી સાહિત્ય સાથે સમિતિઓને કાર્યરત કરવાની માગણી કરાઈ છે.
No comments:
Post a Comment