- DivyaBhaskar News Network
- Feb 26, 2016, 09:56 AM IST
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનાં વિકાસ માટે લંડન, જેક રીપબ્લીક દેશોનાં ઝુ ખાતેથી અદાન-પ્રદાન કરવામાં આવશે. બાબતે પ્રાણી સંગ્રહાલય ખાતે શિક્ષણ શિબીર યોજાઇ હતી. જેમાં ગ્લોબલ વોર્મિં, ક્લાઇમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાઓથી પ્રાણીઓનાં જીવન સામે અસ્થિત્વ વિશે સમજ આપી હતી.
સક્કરબાગ ખાતે વર્ષ 2015માં દુર્લભ બનતી અને વિદેશી 10 જાતિને લાવવામાં આવી હતી. ચાલુ વર્ષ ઝીબ્રા, ચિત્તો, ગેંડો-કેરાકલ જેવા પ્રાણીઓનું આગામન થશે. તેમજ શિડ્યુલ-1માં દુર્લભ બનતી પ્રજાતિ બાયસન, ચિંકારા, ચૌશીંગા અને ગીધનાં 15 બચ્ચાનો જન્મ-ઉછેર થયો હતો. શિબીરમાં નાયબ વન સંરક્ષક એસ.જે.પંડીત અને પશુ ચિકિત્સા અધિકારી ડો.કડીવાલ ઉપસ્થિત રહ્યા.
No comments:
Post a Comment