Monday, February 29, 2016

ભેંસાણ તાલુકાનાં કરીયાની સીમમાં ઇન્ફાઇટમાં સિંહે દીપડાને ફાડી ખાધો


ભેંસાણ તાલુકાનાં કરીયાની સીમમાં ઇન્ફાઇટમાં સિંહે દીપડાને ફાડી ખાધો
  • Bhaskar News, Junagadh
  • Feb 28, 2016, 01:53 AM IST
ભેંસાણતાલુકાનાં કરીયા ગામે આવેલી એક વાડીમાં ગઇકાલે રાત્રે એક સિંહ અને દિપડા વચ્ચે ઇન્ફાઇટ થઇ હતી. જેમાં સિંહે દિપડાને મારી નાંખી બાદમાં તેનું માંસ પણ આરોગ્યું હતું. બનાવ અંગે સવારે ખેડૂત ખેતરે પહોંચ્યો ત્યારે જાણ થઇ હતી.

કરીયા ગામે બહાદુરભાઇ ગોવિંદભાઇ વાઘેલાની વાડી આવેલી છે. અહીં તેમણે ઘઉંનો પાક લીધો છે. દરમ્યાન ગઇકાલે રાત્રે 11 વાગ્યાનાં અરસામાં સિંહ અને દિપડો સામસામે આવી ગયા બાદ બંને વચ્ચે ઇન્ફાઇટ થઇ હતી. જેમાં કદાવર વનરાજ સામે દિપડો હાર્યો હતો. અને તેનું મોત થયું હતું. બાદમાં આજે વ્હેલી સવારે બહાદુરભાઇ પોતાની વાડીએ જતાં દિપડાનો સિંહે ફાડી ખાધેલો અને માંસ આરોગેલો મૃતદેહ મળી અાવ્યો હતો. આથી તેમણે વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને દિપડાનાં મૃતદેહનું પંચનામું કર્યું હતું. બનાવ અંગે મથુરભાઇ માથુકિયા નામનાં ગ્રામજને કહ્યું હતું કે, રાત્રે આસપાસનાં ખેડૂતોએ બે જંગલી જાનવરો વચ્ચે ઇન્ફાઇટ થતી હોય એવા અવાજો સાંભળ્યા હતા. અને બાદમાં સવારે તેનો મૃતદેહ મળ્યો હતો. વળી તેનું માંસ કોઇ બીજા પ્રાણીએ આરોગ્યું હતું. દિપડાની વય આશરે બે વર્ષની હોવાનું પણ જાણવા મળ્યું છે.

જે દિપડાનો મૃતદેહ મળી આવ્યો છે. તેનું માંસ અન્ય કોઇ જનાવરે સારા એવા પ્રમાણમાં આરોગ્યું છે. તેનો પગ પણ નોખો થઇ ગયો છે. આથી સિંહેજ તેને ફાડી ખાધો હોવાનું માની શકાય. કારણકે, કદાચ બે દિપડા વચ્ચે ઇન્ફાઇટમાં એકનું મોત થાય તો પણ એક દિપડો ક્યારેય બીજાનું માંસ તો નજ આરોગે. તસ્વીર }ભાસ્કર

No comments: