- DivyaBhaskar News Network
- Feb 27, 2016, 09:35 AM IST
વંથલી સીમ અને ઓઝત કાઠા વિસ્તારમાં વન્ય પ્રાણી એવા દીપડા વગેરેનો રંજાડ રહે છે. વિસ્તારમાં અવાર નવાર દીપડા આવી ચડતા હોય છે અને મારણ કરતા હોય છે. ત્યારે તાજેતરમાં સામાજીક વનીકરણ વિભાગનાં શાપુર રાઉન્ડ હેઠળનાં ઘણફુલિયા ગામની સીમમાં આવેલા અમીન ઇસ્માઇલ આમરેલિયાનાં વાછરડાનું દિપડાએ મારણ કર્યુ હતુ. અંગે વન વિભાગને અરજી કરી હતી. સામાજીક વનીકરણનાં ડીએફઓ ડી.આઇ. ઠક્કર, આરએફઓ જે.સી.હિંગળાજિયાનાં માર્ગદર્શનમાં રાઉન્ડ ફોરેસ્ટર જે.એસ.કાંબલિયા અને ટીમે ઘણફુલિયાની સીમમાં પાંજરૂ ગોઠવ્યુ હતુ. પાંજરામાં તા. 21નાં 4 થી 5 વર્ષની દીપડી બાદ તા. 25નાં રાત્રીનાં 8 થી 9 વર્ષનો દીપડો પાંજરે પુરાયા હતા. વન વિભાગની ટીમે દીપડી અને દીપડાને પાકડી સાસણ એનીમલકેર મોકલી દીધા હતા.
No comments:
Post a Comment