Bhaskar News, Lilia
Feb 26, 2016, 01:43 AM IST
(સાવજો શેત્રુંજી અને ગાગડીયો નદીના પટમાં ખાબોચીયામાંથી પાણી પી તરસ છીપાવી રહ્યા છે)Feb 26, 2016, 01:43 AM IST
લીલીયા:લીલીયા બૃહદગીર વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં
છે. હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી થઇ ત્યાં જ સાવજોને પીવાના પાણી માટે
આમથી તેમ ભટકવુ પડી રહ્યું છે. અહીના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ અનેક
પવનચક્કીઓ બંધ હાલતમા છે જેના કારણે વન્યપ્રાણીઓ માટે બનાવવામા આવેલા
કૃત્રિમ પોઇન્ટમા સાવજોને પીવાનુ પાણી મળી શકતુ નથી ત્યારે તાકિદે આ પોઇન્ટ
શરૂ કરવામા આવે તેવુ સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યાં છે.
-બૃહદગીરમાં સાવજો પાણી મેળવવા ભટકી રહ્યાં છે
-ચાંદગઢ ઇંગોરાળા ભોરીંગડામાં પવનચક્કીઓ બંધ : કૃત્રિમ પોઇન્ટ શરૂ કરવા માંગ
લીલીયાના બૃહદગીર વિસ્તારમાં મોટા કણકોટ, આંબા, લોકા, ભેસવડી, લોકી,
શેઢાવદર, ક્રાંકચ, બવાડી, બવાડા, ઇંગોરાળા, ભોરીંગડા, ટીબડી, વાઘણીયા,
કુતાણા, અંટાળીયા, બોડીયા, સનાળીયા સહિતના ગામોમા અનેક સાવજો વસવાટ કરી
રહ્યાં છે. આ ઉપરાંત શેત્રુજી અને ગાગડીયા નદીના કાંઠા વિસ્તારમાં પણ અનેક
સાવજો વસવાટ કરે છે.
હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી થઇ ત્યાં જ અહી વસવાટ કરતા સાવજોને
પીવાના પાણી માટે આમથી તેમ ભટકવુ પડી રહ્યું છે. શેત્રુજી નદી અને ગાગડીયો
નદીના પટમા પણ અમુક સ્થળે પાણીના ખાબોચીયા ભરેલા છે. આવા ખાબોચીયામા સાવજો
સહિત અન્ય પ્રાણીઓ પોતાની તરસ છીપાવી રહ્યાં છે. અહીના ચાંદગઢ, ઇંગોરાળા,
ભોરીંગડા નજીક બનાવવામા આવેલ પવનચક્કીઓ બંધ પડી છે. ત્યારે ગ્રામ્ય
વિસ્તારોમાં વન્યપ્રાણીઓ માટે કૃત્રિમ પોઇન્ટ શરૂ કરવામા આવે તેવુ
સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યાં છે.
No comments:
Post a Comment