અમરેલી:
અમરેલી જીલ્લામાં ગત ચોમાસામાં ભરપુર વરસાદ થયો હતો. જેના પગલે ભુતળના
પાણી અને જળાશયોમાં પાણી ભરેલા હોય ઓણ સાલ રવિપાકનું 25022 હેક્ટરમાં
વાવેતર થયુ છે. જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રવિપાકના વાવેતરમાં
ઘટાડો થયો છે. અમરેલી જીલ્લામાં સૌથી વધુ 8350 હેક્ટરમાં ઘાસચારાનું અને
7470 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયુ છે.
25022 હેકટરમાં જ રવિપાકનું વાવેતર
અમરેલી જીલ્લામાં સિંચાઇની પુરતી સુવિધા નથી. ખેતિવાડી માટે અહિં નર્મદાના નિર તો મળતા જ નથી. પરંતુ સ્થાનિક લેવલે પણ સિંચાઇની કોઇ મોટી સુવિધા નથી. અહીંના જળાશયો પણ નાના-નાના છે અને તેના થકી બહુ ઓછા વિસ્તારમાં સિંચાઇની સુવિધા આપી શકાય છે. આ સુવિધા પણ નામમાત્રની છે. જેના પગલે જીલ્લાના મોટાભાગના વિસ્તારમાં માત્ર ચોમાસા દરમિયાન જ ખેતી થાય છે. જેને પગલે રવિપાકનું વાવેતર અન્ય જીલ્લાઓની સરખામણીમાં અહિં ઓછુ હોય છે. ચાલુ શીયાળામાં અમરેલી જીલ્લામાં કુલ વાવેતર લાયક સાડા પાંચ લાખ હેક્ટર વિસ્તારમાંથી માત્ર 25022 હેક્ટરમાં રવિપાકનું વાવેતર થયુ છે.
અમરેલી જિલ્લામાં સૌથી વધુ ઘાસચારો
ગત વર્ષે અમરેલી જીલ્લામાં 25757 હેક્ટરમાં રવિપાકનું વાવેતર થયુ હતું. આમ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અમરેલી જીલ્લામાં રવિપાકનું વાવેતર આંશીક રીતે ઓછુ થયુ છે. અમરેલી જીલ્લામાં રવિપાક પેટે સૌથી વધુ ઘાસચારો વવાયો છે. અમરેલી, ધારી, સાવરકુંડલા અને જાફરાબાદ વિસ્તાર મળી કુલ 8350 હેક્ટરમાં ઘાસચારો વવાયો છે. જ્યારે ઘઉંનું સૌથી વધુ વાવેતર 2500 હેક્ટરમાં ધારી તાલુકામાં થયુ છે. જીલ્લામાં ઘઉંનું વાવેતર 7470 હેક્ટરમાં થયુ છે.
No comments:
Post a Comment