જૂનાગઢ:
ઓસ્ટ્રેલિયાનાં સાયન્ટિસ્ટ ડો.જ્હોન વેઇનરને ગિરનારમાં કુદરતનું સાયન્સ
દેખાયું. 27 વર્ષની વયે 1982ની સાલથી ભારત ભ્રમણ કરતો હતો. 12
જ્યોતિર્લીંગ, 4 કુંભનાં મેળા, 52 શક્તિપીઠ ઘૂમતો હતો, ત્યાં 1998ની સાલમાં
જૂનાગઢમાં આવી ગિરનારને નિહાળ્યા બાદ ચમત્કારિક આકર્ષણે તેને આકર્ષિત
કર્યો હોય તેમ દર બે વર્ષે ગઢની મુલાકાત લેતો થયો. સૌ પ્રથમ ગિરનાર ચડી
રાતવાસો કર્યો અને ઇશ્વરીય શક્તિનો અનુભવ કર્યો.
33 ભાગમાં 2500 પાનાનું પુસ્તકનું કદ
મહિના
સુધી રોકાય તેમણે ભવનાથનાં અખાડા, નેમિનાથ ટુંક, અંબાજી ટુંક, ગોરખનાથ
ટુંક, દત્તાત્રેય ટુંક, દાતાર, ઉપરકોટ, મહાબત મકબરા વગેેરે સ્થળોની મુલાકાત
લીધી. 19 વર્ષમાં 10 વારમી જૂનાગઢ આવી એક મહિના સુધી સંશોધન કરશે.
પુસ્તકનું નામ- ગીરીનગર: જૂનાગઢ એન્ડ માઉન્ટ ગિરનાર રાખ્યું છે. હાલમાં 33
ભાગમાં 2500 પાનાનું પુસ્તકનું કદ છે.હાલ તેના પુસ્તકનું કદ 33 ભાગમાં 2500
પાનામાં વહેંચાયેલું છે. આધ્યાત્મિક શક્તિનું રહસ્ય જાણવા તેણે અત્યાર
સુધીમાં 15 લાખ રૂપિયા ખર્ચ્યા છે.
એક માસમાં પુસ્તકની કોપી મળશે
ઇન્ટરનેટ પર ઓનલાઇન ત્રણ ભાગ ઉપલબ્ધ છે. જ્યારે હાર્ડ કોપી 1 માસમાં તૈયાર થઇ જશે, અને બજારમાં ઉપલબ્ધ થશે.
પત્નીનો પુરેપુરો સહયોગ મળે છે
વિશ્વમાં ગિરનારની ઓળખ થાય તે માટે નાની નાની બાબતોને લઇને તેણે પુસ્તકમાં આલેખન કર્યુ છે. જૂનાગઢમાં શોધ-સંશોધન દરમિયાન જે ચીજવસ્તુઓ ઓસ્ટ્રેલિયા લઇ જઉં ત્યારે પત્ની મીયાનો સહકાર મળે છે. - ડો. જ્હોન વેઇનર, વૈજ્ઞાનિક, ઓસ્ટ્રેલિયા
No comments:
Post a Comment