અમરેલી:સાવરકુંડલા
તાલુકાના મિતીયાળા ગામે બે દિવસ પહેલા રાત્રીના સમયે અહીના મુસ્લિમ શખ્સે
બે ફોરેસ્ટ ગાર્ડને પોતાની કાર હડફેટે લઇ તેમની હત્યાનો પ્રયાસ કર્યાના
ગુનામા સાવરકુંડલા તાલુકા પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે.
બંનેને કાર હડફેટે લઇ ઘાયલ કર્યા હતા
એકસાથે બે ફોરેસ્ટ ગાર્ડની હત્યાનો પ્રયાસ થયાની આ ઘટના ગત 5ફેબ્રુઆરીએ સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામે બની હતી. જે કેસમા સાવરકુંડલા તાલુકા પોલીસે મુળ મિતીયાળાના અને હાલમા સાવરકુંડલામા રહેતા વાસીમ યુનુસભાઇ લલીયા નામના શખ્સની ધરપકડ કરી હતી. વનવિભાગમા ફોરેસ્ટ ગાર્ડ તરીકે નોકરી કરતા અરવિંદ બાબુભાઇ દેલવાણીયા અને ફોરેસ્ટ ગાર્ડ તરીકે નોકરી કરતા તેમના ભત્રીજા લાલજી પશાભાઇ દેલવાણીયાની હત્યાનો પ્રયાસ થયો હતો. બંને તે દિવસે બજારમા જઇ રહ્યાં હતા ત્યારે વાસીમે સૌપ્રથમ મારી નાખવાના ઇરાદે અરવિંદભાઇને હડફેટે લીધા હતા અને બાદમા કાર રિવર્સમા લેતી વખતે લાલજીને પણ હડફેટમા લઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. સાવરકુંડલા તાલુકા પોલીસે આ બારામા હત્યાની કોશિષનો ગુનો નોંધ્યા બાદ આખરે વાસીમ લલીયાની ધરપકડ કરાઇ હતી.
No comments:
Post a Comment