Tuesday, February 28, 2017

સોરઠની કેસર કેરીનો અમેરીકા, યુરોપ અને આરબ અમીરાત દેશમાં થાય છે નિકાસ

DivyaBhaskar News Network | Feb 28, 2017, 03:15 AM IST

  • સોરઠની કેસર કેરીનો અમેરીકા, યુરોપ અને આરબ અમીરાત દેશમાં થાય છે નિકાસ,  junagadh news in gujarati
ગત વર્ષે 500 ટનથી વધારે કેરીની વિદેશમાં નિકાસ થઇ હતી : પ્રતિ હેકટર 8 મેટ્રીક ટન જેટલી કેરીનું ઉત્પાદન થાય છે

સોરઠનાં 300 ખેડૂતો એપ્રિલથી વિદેશમાં કેરીની નિકાસ કરશે

જૂનાગઢઅને ગીર સોમનાથ વિસ્તારની કેસર કેરી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ચાલુ વર્ષે 300 જેટલા ખેડૂતો કેરીનાં પાકને વિદેશ મોકલી આવક રળશે. ગત વર્ષે 200 જેટલા ખેડૂતોએ 500 ટનથી વધારે કેરીની નિકાસ કરી હતી.

સોરઠની કેસર કેરીનો સ્વાદ સૌને દાઢે વળગ્યો છે. ઉનાળાની સીઝનમાં આવતા કેરીનાં પાકની માંગ દેશ-વિદેશમાં રહે છે. સોરઠમાં આંબાનાં પાકનો વાવેતર વિસ્તાર 8 હજાર હેક્ટર છે. પ્રતિ હેક્ટર 8 મેટ્રીક ટન કેરી પાકે છે. તેનો વધુ ભાવ મળે માટે વિદેશમાં પણ નિકાસ થાય છે. ચાલુ વર્ષે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં 300 ખેડૂતોએ બાગાયત કચેરીમાં ફાર્મ ભરી કેસર કેરી વિદેશ મોકલવા માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એપ્રિલ-મે માસમાં રજીસ્ટ્રેશન થયું હોય એવા ખેડૂતો પોતાનાં બગીચાની કેરી વિદેશ મોકલશે. ગત વર્ષે 200 ખેડૂતોએ અમેરીકા, યુરોપ અને આરબ અમીરાતનાં દેશોમાં 500 ટનથી વધારે કેરીની નિકાસ કરી હતી. વર્ષે 100 ખેડૂતોએ નોંધણી કરાવી વિદેશમાં કેરી મોકલવાની તૈયારી કરી લીધી છે.

પૈક હાઉસમાં કેરીને ગુણવત્તાયુક્ત બનાવાય છે

પૈકહાઉસમાં કેરીનાં પાકને જરૂરીયાત પ્રમાણે ગરમી આપી જીવાતો થાય તેની તકેદારી રાખવામાં આવે છે. ત્યારબાદ કોલ્ડમાં મૂકી ગુણવત્તાયુક્ત કેરી બનાવી વિદેશમાં મોકલાવાય છે.

વિદેશમાં કેરીનાં નિકાસ અર્થે 3 પૈક હાઉસ

વિદેશમાંકેરીનાં નિકાસ અર્થે તાલાલા, ગોંડલ અને અમદાવાદ ખાતે પૈક હાઉસ આવેલા છે. જ્યાં ખેડૂતો કેરી મોકલી નિતી નિયમનનું પાલન કરે છે.

અેપેડાનાં નિયમોનુસાર કેરીનું પેકીંગ થાય છે

કેસરકેરીનાં પાકને વિદેશમાં મોકલવા માટે એપેડા (એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટી)નાં નિયમાનુસાર પેકીંગ કરી નિકાસ કરાય છે. ખેડૂતોએ આંબાનું રજીસ્ટ્રેશન કર્યું હોય તો તેની નિકાસ કરી શકાય. માટે બાગાયત ખાતાનાં નાયબ નિયામક ડી. એસ. ગઢીયાનું માર્ગદર્શન ખેડૂતોને મળી રહે છે. -એ. એન. કરમુર, મદદનીશ નિયામક,બાગાયત વિભાગ

કેરી વિદેશ મોકલવા ખેડૂતે શું કરવું ω?

સોરઠવિસ્તારનાં ખેડૂતોએ વિદેશમાં કેરી મોકલવી હોય તો બાગાયત વિભાગની કચેરીમાં જઇ ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ખેડૂતોએ વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી બાગાયત કચેરીએ અરજી રજૂ કરવાની રહેશે. ત્યારબાદ બાગાયત ખાતાનાં અધિકારીઅો ખરાઇ કરી ફાર્મ રજીસ્ટ્રેશન નંબર અાપશે. ત્યારબાદ વિદેશમાં એક્સપોર્ટ કરી શકાશે.

No comments: