જૂનાગઢ:મહાશિવરાત્રીના
મેળામાં જૂનાગઢ કોર્પોરેશન નવતર પ્રયોગ કરી રહ્યું છે. લોકો આરઓ સીસ્ટમનું
શુદ્ધ પાણી મેળવી શકે માટે વોટર એટીએમ મૂકાશે. જેના દ્વારા ભાવિકો બે-પાંચ
કે દસનો સિક્કા નાંખી ઠંડુ પાણી મેળવી શકશે. જૂનાગઢનાં અનેક વિસ્તારોમાં
ભવિષ્યમાં વોટર એટીએમ મૂકવાની મનપાની યોજના છે. જેનાં ડેમોન્સ્ટ્રેશન રૂપે
મહા શિવરાત્રીનાં મેળામાં વોટર એટીએમ મૂકવામાં આવ્યું છે.
બે રૂપિયામાં 1 લિ શુદ્ધ, ઠંડું પાણી મળશે
ભવનાથ
સાંસ્કૃતિક સ્ટેજની સામેનાં ભાગમાં વોટર એટીએમ મૂકવામાં આવ્યું છે. જેમાં
ભાવિકો 2 રૂપિયાનો સિક્કો નાંખશે તો તેને 1 લિટર શુદ્ધ અને ઠંડું પાણી
મળશે. જોકે, માટે પાણી ભરવાનું વાસણ-બોટલ સાથે લાવવાનું રહેશે. જૂનાગઢમાં
હાલમાં પાણીનાં પાઉચ વેચાય છે. તેનો ભાવ 2 રૂપિયા છે. જેમાં માત્ર 200 એમએલ
પાણી મળે છે. વળી પાણી શુદ્ધ છે કે કેમ તેની કોઇ ખાત્રી હોતી નથી. પાઉચ
થકી પ્લાસ્ટીકનું ન્યુસન્સ પણ ફેલાય છે. જ્યારે અહીં તો વ્યકિત પોતેજ
વાસણ-બોટલ લઇને આવશે.
No comments:
Post a Comment