જૂનાગઢ:જૂનાગઢનાં
ખામધ્રોળ રોડમાં આવેલી આરટીઓ કચેરીની સામે ખાડામાં મગર પડી જતાં લોકો જોવા
માટે ટોળે વળ્યા હતા. બાજુમાં સોનરખનાં વહેણ નીકળતા હોય, શિકારની શોધમાં
વહેલી સવારે પુલની સાઇડમાંથી મુખ્ય રસ્તામાં પ્રવેશ કર્યો હતો. આરટીઓ કચેરી
સામે પહોંચતા 7 ફૂટ ઉંડો બાંધકામનો ખાડો દેખાયો ન હોવાથી પડી ગઇ હતી. જો
કે ખાડામાં પહેલેથી કાચબો હતો, મગરથી બચવા કાચબાએ ઢાલનો સહારો લીધો હતો.
મગરનું રેસ્કયુ હાથ ધરી સોનરખ નદીમાં છોડી મુકાઇ
શક્કરબાગને જાણ થતાં મગરનું રેસ્કયુ હાથ ધરી સોનરખ નદીનાં પાણીમાં છોડી મુકી હતી અને કાચબાએ પોતે માર્ગ કાઢી લીધો હતો. સાત ફૂટ લાંબી મગરને જોવા અને ખાસ તો રેસ્કયુ વખતે તેના ઘુરકીયા જોઇ લોકો હેરત પામી ગયા હતા.
No comments:
Post a Comment