Friday, January 31, 2020

સાવજોએ સીમાડા વધાર્યા, પ્રથમ વખત વાઘની જેમ સિંહોની ગણતરી થશે, 2 હજાર ગણતરીકારો ફિલ્ડવર્કમાં જોડાશે

Divyabhaskar.Com

Jan 02, 2020, 10:22 AM IST
લીલીયા: આગામી મે માસમાં સૌરાષ્ટ્રની શાન સમા સાવજોની વસતિ ગણતરી થવા જઇ રહી છે. આ સાવજો પોતાના સીમાડાઓ સતત વધારી રહ્યાં છે ત્યારે પાંચ વર્ષ પછી યોજાનારી આ વસતિ ગણતરી હવે 15 હજાર સ્કવેર કિમી વિસ્તારને બદલે 25 હજાર સ્કવેર કિલોમીટર વિસ્તારમાં થવા જઇ રહી છે. વળી અગાઉ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં થતી ગણતરી હવે સાત જિલ્લામાં થશે. તંત્રએ તે માટેની તૈયારી શરૂ કરી દીધી છે. સિંહની ગણતરી માટે આ વખતે વાઘની ગણતરીની તર્જ પર કામ કરવા વાટાઘાટો ચાલી રહી છે. 
સાવજોની વસ્તિ સતત વધી
વર્ષ 2015માં 2 મેથી 5મી મે દરમિયાન સાવજોની પ્રાથમિક ગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ બીજી અને આખરી તબક્કાની ગણતરી કરાઇ હતી. 2015ની સાલમાં કુલ 15 હજાર સ્કવેર કિમી વિસ્તારમા સિંહ ગણતરી કરાઇ હતી. પરંતુ ત્યારબાદ સાવજોની વસતિ સતત વધી છે. 
7 જિલ્લામાં 25 હજાર સ્ક્વેર કિમીમાં 8 હજારથી વધુ કેમેરાની મદદથી ગણતરી
2020ની સિંહની ગણતરી દરમિયાન સાવજોની દરેક મુવમેન્ટની નોંધ રાખવા 8 હજારથી વધુ કેમેરાનો ઉપયોગ કરાશે. સુત્રોના જણાવ્યા મુજબ દસેક હજાર કેમેરાનો પણ ઉપયોગ થઇ શકે છે. આવનારી ગણતરી આધુનિક ટેકનોલોજીથી સભર હશે. ગણતરીમા આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કઇ રીતે થઇ શકે ? તેની ચર્ચા ચાલી રહી છે. આવનારી સિંહ ગણતરીમા 1500 થી 2000 જેટલા લોકોને ફિલ્ડ વર્ક આપવાનુ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટી. સાથે ચર્ચા ચાલે છે
સરકાર અને વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટયુટ વચ્ચે સિંહ ગણતરીની પધ્ધતિઓ અને ઉપયોગમા લેવાનારા આધુનિક સાધનો અંગે ચર્ચા ચાલે છે.- વાય.વી.ઝાલા, વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટયુટ
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/for-the-first-time-a-lion-will-be-counted-like-a-tiger-126410251.html

વાવરડા ગામે 30 ફૂટ ઉંડા ખુલ્લા કૂવામાં સિંહબાળ ખાબક્યું, વન વિભાગે દોરડા વડે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું




Divyabhaskar.Com

Jan 02, 2020, 01:19 PM IST
ઉના: ઉનાના વાવરડા ગામે નર સિંહબાળ 30 ફૂટ જેટલા ઉંડા ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું. કાનજીભાઇ ભાયાભાઇની વાડીના કૂવામાં સિંહબાળ ખાબકતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આથી વન વિભાગને ટીમ ઘટનાસ્થળે દોડી આવી તાત્કાલિક કૂવામાં દોરડા નાખી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દોરડા વડે સિંહબાળને સહી સલામત બહાર કાઢી પાંજરામાં પૂરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોરલી દેવામાં આવ્યું હતું.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lion-cub-fall-in-well-and-forest-team-take-rescue-and-sent-jasadhar-animal-care-center-126411266.html

આથમણા પડા ગામે પ્રા.શાળાના ઓરડામાં દીપડો ઘૂસ્યો, શ્વાનને ફાડી ખાધો, બાળકો અને શિક્ષકોમાં ભય

Divyabhaskar.Com

Jan 03, 2020, 03:23 PM IST
ગીરગઢડા: ગીરગઢડાના આથમણા પડા ગામે પ્રાથમિક શાળાના એક ઓરડામાં દીપડો ઘૂસી આવ્યો હતો. ઓરડામાં દીપડાના ધામાથી શિક્ષકો અને નાના ભૂલકાઓમાં ભયનો માહલો જોવા મળી રહ્યો છે. આ અંગે વન વિભાગને ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છે છતાં જર્જરીત ઓરડાને પાડવામાં આવતો નથી. આજે વહેલી સવારે સ્કૂલના પટાંગણમાં શ્વાનને દીપડાએ ફાડી ખાધો હતો. શ્વાનને બચાવવા ગ્રામજનોએ ઘણા પ્રયાસો કર્યા પરંતુ દીપડાને શ્વાનનો શિકાર કરવામાં સફળતા મળી હતી.

ઉનાના રામનગર ખારા વિસ્તારમાં દીપડાનો આતંક
ઉનાના રામનગર ખારા વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત છે. શ્વાનનું મારણ કરી ખેતરમાં મિજબાની માણી હતી. રામનગરમાં ખારા વિસ્તારમાં પાંજરા મુકવામાં આવ્યા છે છતાં દીપડો પકડાતો નથી. આ વિસ્તારમાં ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/leopard-come-in-school-in-village-of-girgadhada-126425809.html

નાના સમઢીયાળામાં વાડીમાં પાણી વાળતા ખેડૂત પર દીપડીનો હુમલો, પગમાં દાંત બેસાડી દીધા


Divyabhaskar.Com

Jan 03, 2020, 03:55 PM IST
ગીરગઢડા: ગીરગઢડા તાલુકાના નાના સમઢિયાળા ગામમાં રહેતા ખેડૂત દાનાભાઇ નારણભાઇ ચૌહાણ (ઉ.વ.47) પર દીપડાએ હુમલો કર્યો હતો. ખેતરમાં પાણી વાળતા હતા તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ ખેડૂતના ડાબા પગમાં દાંત અને નહોર માર્યા હતા. ખેડૂતને સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગને જાણ થતા દીપડાને પકડવા કામગીરી હાથ ધરી છે.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/leopard-attack-on-farmer-and-injured-in-nana-samadhiyala-village-of-una-126425514.html

સિંહ સિંહણની એકદમ નજીક પહોંચતા સિંહણે ઉશ્કેરાઈને સિંહને પંજો મારી દીધો

Divyabhaskar.Com

Jan 09, 2020, 03:15 PM IST
જૂનાગઢ: ગીરના જંગલમાં સફારીના 10 નંબરના રૂટ પર સોમવારે સવારે એક સિંહ અને સિંહણ વચ્ચે લડાઈ થઈ હતી. વિવિધ કારણોસર સિંહ-સિંહણ વચ્ચે લડાઈ થતી જ હોય છે પણ અત્યારે જે લડાઈ થઈ હતી તે મેટિંગ માટેની હોય તેવું સ્પષ્ટ જણાતું હતું. સિંહણ રસ્તા પર બેઠી હતી ત્યારે સિંહ આજુબાજુમાં સૂંઘતો-સૂંઘતો તેની પાસે આવ્યો. સિંહ જ્યારે સિંહણની એકદમ નજીક પહોંચી ત્યારે સિંહણ ઉશ્કેરાઈને સિંહને પંજો મારી દીધો અને બંનેએ સામસામે ઘૂરકિયાં કર્યા. થોડીવાર બાદ સિંહણ ત્યાં જ બેસી ગઈ અને સિંહ તેની આજુબાજુમાં ફરતો રહ્યો અને સિંહણ જંગલ તરફ ચાલવા લાગી. બાદમાં સિંહ પણ તેની પાછળ ચાલવા લાગ્યો. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સિંહનો મેટિંગ પિરિયડ ચોમાસામાં હોય છે, પણ ઘણાં કિસ્સામાં અન્ય સિઝનમાં પણ સિંહ મેટિંગ કરતા હોય છે. 
સિંહ, સિંહણના ઝઘડાનાં અનેક કારણો
ડીસીએફ ધીરજ મીતલના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે જંગલમાં સિંહ, સિંહણ ઝઘડો કરતા જોવા મળે છે. પરંતુ તેમનાં કારણો અલગ અલગ હોય છે. મેટિંગના સમયે ઝઘડો થાય, સિંહ અન્ય વિસ્તારનો હોય ને સિંહણના વિસ્તારમાં ઘૂસી આવે તો પણ ઝઘડો થઇ શકે છે. તેમજ ખાસ કરીને સિંહણ પાસે રહેલા બચ્ચાને બચાવવા માટે પણ સિંહ સાથે લડાઈ થઈ શકે છે. 
(તસવીર સૌજન્ય: ઝુબીન આશરા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lion-approached-the-lioness-and-lioness-attacks-on-the-lion-in-gir-forest-126467625.html

આજે પુનમની રાત્રે સિંહની વસ્તી ગણતરી થશે, આંકડાકીય માહિતી વનવિભાગ બહાર નહીં પાડે

Divyabhaskar.Com

Jan 10, 2020, 11:10 AM IST
તાલાલા: ગીરના સિંહોની અવરજવર ફક્ત ગીર અને ગીરનાર પૂરતી સિમીત નથી રહી. આજે જ્યાં જ્યાં સિંહોની અવરજવર થાય છે એ વિસ્તારની ઓળખ વનવિભાગ ઘણા વર્ષો પહેલાં ગ્રેટર ગીર તરીકે કરી ચૂક્યું છે. આ વિસ્તારોમાં દર વર્ષની 4 પુનમની રાત્રે સિંહોની ગણતરી થતી જ રહેતી હોય છે. જે મુજબ, આજે રાત્રે પણ વનવિભાગ સિંહોની ગણતરી હાથ ધરશે. સિંહોની સત્તાવાર વસ્તી ગણતરી દર 5 વર્ષે થાય છે. પુનમનાં દિવસે વનવિભાગ દ્વારા કરવામાં આવતી સિંહોની વસ્તી ગણતરીમાં તેના ફોટા કે અન્ય વિગતોનું દસ્તાવેજીકરણ કરવામાં આવતું નથી. 5 વર્ષે યોજાતી ફાઇનલ ગણતરી વખતે જ એ દસ્તાવેજીકરણ કરાય છે.
સાથોસાથ દીપડાનો પણ ડેટાબેઝ તૈયાર કરાશે
જે મુજબ આગામી મે 2020 દરમિયાન સિંહોની ગણતરી હાથ ધરાનાર છે. જો કે, એ પહેલાં પોષ, મહા, ચૈત્ર અને વૈશાખ માસની પુનમે વનવિભાગ વસ્તી ગણતરીનું રીહર્સલ કરી તેની સંખ્યાનો આંતરિક ડેટાબેઝ તૈયાર કરશે. સાથેસાથે દીપડા તેમજ આરક્ષિતની શ્રેણીમાં આવતા બીજા વન્યજીવોનો ડેટા પણ એકત્રિત કરશે. આ પ્રક્રિયા જો કે, વનવિભાગની આંતરિક કામગિરી રહેશે. ફાઇનલ ગણતરી પહેલાં આ પ્રકારે 4 વખત ગણતરી હાથ ધરાશે.
અજવાળું હોવાથી જ પુનમે ગણતરી થાય છે
પૂનમની રાત્રે અજવાળું હોય છે. આથી જંગલમાં નજર લાંબે સુધી પહોંચે. આજ કારણથી વર્ષની દર પુનમે વનવિભાગ દ્વારા સિંહોની ગણતરી કરવામાં આવે છે. - ડિ. ટી. વસાવડા, સીસીએફ, વાઇલ્ડ લાઇફ
ફાયદો શું?
  • સિંહનું સતત મોનિટરીંગ થઇ શકે.
  • વનવિભાગને ખાતરી થઇ જાય કે, સિંહો બરાબર છે.
  • આ રીતે હેલ્થ ચેકઅપ થઇ જાય. જો સિંહનું વર્તન કે હલનચલન બરાબર ન હોય તો તુરંત તેની સારવાર થઇ શકે.
  • ફિલ્ડ સ્ટાફ એ રીતે મુવમેન્ટમાં રહે.
  • ગૃપની સંખ્યામાં થયેલી વધઘટ તરત નજરે ચઢી જાય
વન્યજીવો માટેના જોખમોની નોંધ લેવાશે
ગણતરી દરમ્યાન ખેતરોમાં લગાડાતા ઇલેક્ટ્રીક ફેન્સીંગ, ખુલ્લા કુવા અને વન્યજીવો માટે જોખમકારક સ્થિતીની નોંધ લેવાશે. પોલીસ, પીજીવીસીએલ, વનવિભાગની ટીમો વન્યજીવોની સુરક્ષા માટે જવાબદારો સામે કાર્યવાહી કરશે. - ગોપાલસિંહ રાઠોડ, રાઉન્ડ ફોરેસ્ટર, તાલાલા રેન્જ
(અહેવાલ-જીતેન્દ્ર માંડવીયા, તાલાલા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/today-will-be-count-lion-in-night-at-gir-forest-126483799.html

તુલસીશ્યામ જંગલમાંથી માનવકંકાલ મળ્યું, ઘટનાસ્થળેથી થેલો અને ડોક્યુમેન્ટ

Divyabhaskar.Com

Jan 14, 2020, 12:55 AM IST
તુલસીશ્યામઃ જંગલમાંથી એક માનવકંકાલ મળી આવ્યું. ઢોર ચરાવતા ગોવાળિયાએ આ મામલે પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને વનવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું છે. મહત્વનું છે કે, કંકાલ જોતા જંગલી પ્રાણીઓએ ઘણા દિવસ પહેલા ફાડી ખાધો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાસ્થળ પરથી થેલો અને ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. 20 દિવસ પહેલા રાજુલાનો યુવાન ગુમ થયો છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/humans-found-in-tulsi-shyam-forest-bags-and-documents-from-the-scene-126508689.html

ભીમદેવલ ગામમાં 8 સિંહો ઘૂસ્યા, રસ્તે રઝળતી ગાયોમાં નાસભાગ મચી, એક ગાયનો શિકાર કરી મિજબાની માણી

Divyabhaskar.Com

Jan 14, 2020, 04:18 PM IST
તાલાલા: તાલાલાના ભીમદેવલ ગામમાં ગત રાત્રે એકસાથએ 8 સિંહો ઘૂસી આવ્યા હતા. આથી ગામમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. સિંહો આવતા જ રસ્તે રઝળતી ગાયોમાં નાસભાગ મચી હતી. ગાયોના ટોળામાંથી એક ગાય અલગ પડી જતા આઠેય સિંહોએ તેના પર હુમલો કરી શિકાર બનાવી હતી. ગાયનું મારણ કરી સિંહોએ મિજબાની માણી હતી. આ દ્રશ્યો ગ્રામજનોએ પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/8-lion-come-in-bhimdeval-village-of-talala-and-video-viral-on-social-media-126516230.html

ગીરનાર પર્વત પર 3.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન, રાજકોટમાં 5 ડિગ્રી સુધી ઠંડી પડશે






















Jan 16, 2020, 09:38 AM IST

જૂનાગઢ/રાજકોટ: જૂનાગઢ શહેરમાં 15 જાન્યુઆરીનો દિવસ શિયાળાની ઋતુનો હાલનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. મકર સંક્રાંતિના દિવસે શહેરમાં પવન સાથે ટાઢ પડી હતી જેની અસર બીજા દિવસે પણ જોવા મળી હતી. 15 જાન્યુઆરી બુધવારે શહેરમાં 8.5 ડિગ્રી અને ગિરનાર પર્વત પર 3.5 ડિગ્રી ઠંડી રહેતા તમામ લોકો કાતીલ ઠંડીથી ધ્રુજી ઉઠ્યા હતા. દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ ચારેક દિવસ સુધી કડકડતી ઠંડી પડશે અને છેક 21 જાન્યુઆરી બાદ ઠંડીની અસરમાં થોડો ઘટાડો નોંધાશે. જ્યારે રાજકોટમાં 8.4 ડિગ્રી તાપમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચાલુ સિઝનમાં રાજકોટનું તાપમાન 5 ડિગ્રી સુધી પહોંચી જશે.
જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીની શરૂઆતના સપ્તાહમાં ઠંડી વધશે
ઠંડીમાં બે ત્રણ દિવસ રાહત રહ્યા બાદ ફરી પાછો ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. 8.4 ડિગ્રી સાથે રાજકોટમાં બુધવાર ચાલુ માસનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ ઠંડીમાં વધારો થશે. આ વખતે ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી પહોંચશે. ઠંડીનો આટલો પારો જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીના શરૂઆતના વીકમાં રહેવાની સંભાવના છે. હવાની પેટર્ન ચેન્જ થતા આટલી ઠંડી પડી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
રાજકોટમાં 2004નો રેકોર્ડ તૂટવાની શક્યતા
હવામાન ખાતાના જણાવ્યા મુજબ 2004માં અત્યાર સુધીની સૌથી વધુ ઠંડી પડી હતી. જો આ વખતે ઠંડીનો પારો 6કે 5 ડિગ્રીએ પહોંચશે તો 2004ના વર્ષનો રેકોર્ડ પણ તૂટશે. સામાન્ય રીતે 15 ફેબ્રુઆરીથી ઠંડી ઓછી થઈ જવાની શરૂઆત થાય છે, પણ આ વખતે 15 માર્ચ સુધી ઠંડી રહેશે. જ્યારે પવન 10થી 12 કિલોમીટરની ઝડપે રહેશે. સામાન્ય રીતે દર બે ત્રણ વર્ષે હવાની પેટર્ન બદલાતી હોય છે. ત્યારે આ વર્ષે પણ હવાની પેટર્ન બદલાઈ છે. જેને કારણે આ વખતે ઠંડી વધુ પડી છે. બુધવારે મહત્તમ તાપમાન 21.2 ડિગ્રી રહ્યું હતું. પવનની ઝડપ 9 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. ઠંડીને કારણે રાજકોટનું જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. પહેલી જાન્યુઆરીએ ઠંડી 8.7 ડિગ્રીએ પહોંચી હતી.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/rajkot/news/35-degree-tamrature-on-girnar-hill-and-84-degree-tamrature-in-rajkot-126530871.html

કાલસારીની સીમમાં વીજ કરંટથી સિંહણનું મોત, બાજુમાંથી શિયાળનો મૃતદેહ મળ્યો

  • સિંહણને રેડિયો કોલર પણ પહેરાવાયું હતું, સિંહબાળ પણ ગ્રપમાં હોવાનું અનુમાન
  • વીજકરંટ રાખનાર ખેડૂત સામે વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઇ, કાર્યવાહીની રાહ
Divyabhaskar.Com
x

Jan 19, 2020, 10:49 AM IST

વિસાવદર: વિસાવદરના કાલસારીથી રાજપરા રોડ તરફ અવાવરું જગ્યામાંથી કોલર આઇડી વાળી સિંહણ અને શિયાળનો મૃતદેહ મળી આવ્યો હતો. બંનેના મોત વીજ કરંટથી થયા હોવાનું સામે આવ્યું છે. કાલસારીની સીમમાં અવવારૂ જગ્યામાં સિંહણનો મૃતદેહ પડ્યો હોવાની જાણ વન વિભાગને થતાં સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તો ત્યાંથી શિયાળનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. અને સિંહણનાં મૃતદેહને અડધો કિલોમીટર સુધી ઢસેડવામાં આવ્યો હોવાનાં નિશાન પણ જોવા મળ્યાં છે. આ સિંહણનાં ગળામાં રેડીયો કોલર પણ પહેરાવાયું હતું.
વીજકરંટ મુકેલા કોઈ શખ્સોને હજુ સુધી પકડવામાં પણ આવ્યા નથી
જેથી આ સિંહણ ગ્રુપમાં રહેતી હોય તેમની સાથે સિંહબાળ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આ ઉપરાંત પીજીવીસીએલ પોલીસ અને વન વિભાગ દ્વારા સમયાંતરે ખેતરોમાં વીજકરંટ બાબતનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવે છે. આ ચેકિંગ દરમિયાન વીજ કરંટ મુકેલા કોઈ શખ્સોને હજુ સુધી પકડવામાં પણ આવ્યા નથી. અને આવા બનાવો સામે આવી રહ્યાં છે. જો કે સિંહણનાં મોત બાદ ખેતરમાં વીજકરંટ રાખનાર ખેડૂત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જો તંત્ર દ્વારા પહેલેથી જ આવી કામગીરી કરવામાં આવી હોત તો આ સિંહણને કરંટથી બચાવી શકાય હોત. હવે જોવું રહ્યું વન વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. સામાન્ય રીતે દર વખતે વન વિભાગ આકરી કાર્યવાહીની ધમકી તો આપે છે પરંતુ એવું કશું થતું નથી.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lioness-death-in-electric-short-near-visavadar-126555328.html

માળીયા હાટીનામાં અકસ્માતે કૂવામાં પડેલ એક વર્ષના સિંહબાળને વનવિભાગે રેસ્ક્યૂ કર્યું

Divyabhaskar.Com
માળીયા હાટીનાઃ માળીયા હાટીનામાં વીરડી રોડ ઉપર રામઝરૂખા નામે ઓળખાતી વાડીમાં ગઈ કાલે રાત્રે એક વર્ષનું સિંહબાળ પડી ગયું હતું. જેને વનવિભાગે રેસ્ક્યૂ કર્યું છે. વાડીના માલિકને આ ઘટનાની જાણ થતા તેમણે વનવિભાગને જણાવ્યું હતું. ત્યારે વનવિભાગે ઘટનાસ્થળે પહોંચી સિંહબાળનું રેસ્ક્યૂ કર્યું હતું. વનવિભાગના કર્મીઓએ દોરડાના મદદથી સિંહબાળને બચાવવામાં આવ્યું હતું. હાલ સિંહબાળને પીંજરામાં પૂરી એનિમલ કેર સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું અને ત્યારબાદ વનવિભાગે સિંહબાળને તેની માતા સાથે મિલન કરાવ્યું હતું.
Jan 22, 2020, 09:41 PM ISThttps://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/forest-department-rescues-a-one-year-old-lioness-from-a-well-in-maliya-hatina-126579354.html

ટોબરા ગામમાં સિંહ પરિવારે રોડ વચ્ચે ગાયનું મારણ કરી મિજબાની માણી, વાહનો થંભી ગયા

  • સિંહ પરિવારના ધામાથી ગ્રામજનોમાં ભયનો માહોલ

Divyabhaskar.Com

Jan 24, 2020, 07:28 PM IST
ગીરસોમનાથ: સુત્રાપાડાના ટોબરા ગામમાં ગત સાંજે મુખ્ય રોડ પર સિંહ પરિવારે એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. રોડ વચ્ચે સિંહ પરિવારે ધામા નાખતા કલાકો સુધી વાહનચાલકોને થંભી જવું પડ્યું હતું. સિંહના દ્રશ્યો નીહાળવા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ દ્રશ્યો પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યા હતા, આ વિસ્તારમાં દીપડા અને સિંહ જેવા હિંસક પ્રાણીઓના વસવાટથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lion-family-hunt-cow-in-tobara-village-of-sutrapada-126595664.html

ઉનામાં દીપડાએ વાછરડીનો અને ગીરગઢડાના ફાટસરમાં સિંહે ગાયનો શિકાર કરી મિજબાની માણી

  • ઉનાના પાંજરાપોળમાં દીપડીએ બચ્ચાને જન્મ આપ્યો 
Divyabhaskar.Com
Jan 27, 2020, 10:21 AM IST

ઉના: ઉનાના રામનગર વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત છે. ગત રાત્રે દીપડાએ વાછરડીનો શિકાર કરી મિજબાની માણી હતી. આ દ્રશ્યો લોકોએ મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યો હતો. અહીં અવારનવાર દીપડા આવી ચડતા હોય લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ગીરગઢડાના ફાટસર ગામમાં સિંહે ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
દીપડીએ બચ્ચાને જન્મ આપ્યો
ઉનાના રામનગર ખારા વિસ્તારમાં આવેલી પાંજરાપોળમાં એક દીપડીએ બચ્ચાને જન્મ આપ્યો છે. છેલ્લા ઘણા સમયથી દીપડાઓ આતંક આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ખેડૂતો પણ દીપડા આતંકને કારણે વાડી પાણી વાળવા માટે જઇ શકતા નથી.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/leopard-and-lion-hunt-cow-in-una-and-girgadhada-126610063.html

તુલસીશ્યામ રેન્જમાં માતાથી વિખૂટા પડેલા એક માસના સિંહબાળનું 5 દિવસની સારવાર બાદ મોત

  • જસાધાર એનિમલ કેર ખાતે સારવાર ચાલી રહી હતી, માતાના વિરહમાં સિંહબાળનું નબળાઇના કારણે મોત

Divyabhaskar.Com

Dec 23, 2019, 04:01 PM IST
ખાંભા: તુલસીશ્યામ રેન્જમાં પીપળવા રાઉન્ડના ખડાધાર રેવન્યુ વિસ્તારમાંથી 1 માસનું સિંહબાળ માતાથી વિખૂટું પડી ગયું હતું. તેને જસાધાર એનિમલ કેર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. બાદમાં આજે 5 દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વન વિભાગ સિંહણને શોધવામાં નિષ્ફળ ગયું છે.
વન વિભાગ સિંહણને શોધવામાં નિષ્ફળ
ખડાધાર રેવન્યુ વિસ્તારમાં 5 દિવસ પહેલા સિંહબાળ માતાથી વિખૂટું પડી ગયું હતું. બાદમાં સ્થાનિક વનવિભાગ દ્વારા સિંહબાળને જસાધાર એનિમલ કેર ખાતે સારવાર અર્થે મોકલી આપ્યું હતું. સિંહબાળ જ્યારથી માતાથી વિખૂટું પડતા માતા સિંહણના વિરહમાં નબળું પડતું જતું હતું અને તેના કારણે જ મોતને ભેટ્યું હતું. બીજી તરફ સિંહબાળ માતાથી વિખૂટું પડ્યા બાદ આજ દિન સુધી સિંહબાળની માતા સાથે મિલન કરાવવામાં સ્થાનિક વનતંત્ર નિષ્ફળ ગયું છે. આ ઘટના અંગે એસીએફ નિકુંજ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત થતા સિંહબાળનું મોત થયાનું સ્વીકાર્યું હતું અને જણાવ્યું હતું કે સિંહબાળનું જસાધાર ખાતે વેટરનરી ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી. પરંતુ તેનામાં વધારે પડતી નબળાઈ આવી જવાથી આજે તે મોતને ભેટ્યું હતું.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/1-month-lion-cub-death-in-jasadhar-animal-care-center-126361687.html

જીરાની સીમમાં કુદરતી હાજતે ગયેલા ખેડૂતને સિંહે મારી નાખી એક કિ.મી. સુધી ઢસડી ગયો

  • ઘટનાસ્થળે લોહીના ખાબોચીયા જોવા મળ્યા, મજૂરનું પેન્ટ પણ મળી આવ્યું
  • વન વિભાગે ખેતમજૂરનો મૃતદેહ પીએમ માટે ધારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો
  • લોકો દેકારો કરી પાછળ દોડતા રહ્યા અને સાવજ યુવકને મોઢામાં પકડી આગળ દોડતો રહ્યો

Divyabhaskar.Com

Dec 24, 2019, 01:53 AM IST
અમરેલીઃ બગસરા પંથકમાં માનવભક્ષી દિપડાએ હાહાકાર મચાવ્યાનો હતો ત્યાં હવે ધારી પંથકમાં માનવભક્ષી બનેલા સાવજે જીરા ગામની સીમમાં કુદરતી હાજતે ગયેલા આધેડ ખેત મજુરને મારી નાખતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. સોમવારે વહેલી સવારે સાવજ આધેડને ગળામાંથી પકડી એક કિમી દુર સુધી ઢસડી ગયો હતો. લોકોએ હાંકલા પડકારા કર્યા પરંતુ આધેડને બચાવી શક્યા ન હતા.
કદુભાઈને એક કીમી સુધી ઢસડી ગયો
ગીર પૂર્વની દલખાણીયા રેન્જના કરમદડી રાઉન્ડના હિરાવા બીટ નીચે આવતા જીરા ગામની સીમમાં કદુભાઇ મોતીભાઇ ભીલાડ (ઉ.વ.55) નામના ખેત મજુરને એક સાવજે મારી નાખ્યા હતાં. કદુભાઇ અહિંના ખેડૂત ચીમનભાઇ પોપટભાઇ બાંભરોલીયાની વાડીમાં ખેત મજુરીનું કામ કરતા હતાં અને વાડીમાં જ રહેતા હતાં. સવારે છએક વાગ્યાના સુમારે તેઓ રાખોડી કલરની શાલ ઓઢી બાજુમાં જ વાડ પર કુદરતી હાજતે ગયા હતાં. આ સમયે જ શિકારની શોધમાં નિકળેલો સાવજ ચડી આવ્યો હતો અને કદુભાઇ પર હુમલો કરી દીધો હતો. સિંહ તેમને ગળામાંથી પકડી ઢસડવા લાગ્યો હતો. દેકારો બોલતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતાં અને હાંકલા પડકારા કરી કદુભાઇને છોડાવવા પ્રયાસ કર્યો હતો. જો કે સાવજ તેમને ગળામાંથી પકડી ભાગ્યો હતો. પાછળ લોકો હાંકલા પડકારા કરી દોડ્યા હતાં. એકાદ કીમી દુર સુધી સાવજ તેમને ઢસડી ગયો હતો. જો કે બાદમાં લોકોના હાંકલા પડકારાથી તેમને છોડી દીધા હતાં. જાણ થતા તંત્ર વાહકો અહિં દોડી આવ્યા હતાં. કદુભાઇનું ઘટનાસ્થળે જ મોત થઇ ચુક્યુ હતું.
રાખોડી કે કાળા કપડાં બની શકે છે મોતનું કારણ
સામાન્ય રીતે સિંહ-દીપડાના પરિભ્રમણના વિસ્તારમાં કોઇ વ્યક્તિ કાળા કે રાખોડી કલરના વસ્ત્રો ધારણ કરે તો તેના હુમલાનો ભોગ બનવાની શક્યતા વધુ રહે છે. આવા વસ્ત્રોના કારણે સાવજે તેને નિલગાય કે અન્ય પશુ સમજી હુમલો કરી કર્યાની સંભાવના છે. તંત્ર દ્વારા પણ ખેડૂતોને રાત્રીના સમયે કાળા વસ્ત્રો ન પહેરવા સમજ અપાઈ રહી છે.
ખેતમજૂરી કરી કદુભાઇ પરિવારનું ગુજરાન ચલાવતા હતા
મૃતક કદુભાઇ ગામના જ ખેડૂત ચીમનભાઇ પોપટભાઇ બાંભરોલીયાની વાડીમાં રહી ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે વહેલી સવારે 6 વાગ્યે કુદરતી હાજતે જવા નીકળ્યા હતા અને અચાનક જ સિંહે તેના પર હુમલો કરી ઢસડી જઇ ફાડી ખાધા હતા. કદુભાઇનો મૃતદેહ વાડીથી થોડે દૂરથી મળી આવ્યો હતો. વન વિભાગે તેના મૃતદેહને પીએમ માટે ધારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હુમલો કરનાર સિંહની ઉંમર 3થી 5 વર્ષની હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.
ગળાના ભાગેથી સિંહે મજૂરને દબોચ્યો હતો
વાડી માલિક ચીમનભાઇએ જણાવ્યું હતું કે, વાડીમાં મજૂર રહે છે. આજે કદુભાઇ વહેલી સવારે કુદરતી હાજતે જતા હતા ત્યારે સિંહે અચાનક તેને ગળાના ભાગેથી પકડી 500 મીટર સુધી દૂર ઢસડી ગયો હતો. બાદમાં છાતીના ભાગમાં હુમલો કર્યો હતો. દીપડા અને સાવજોનો અવારનવાર ત્રાસ રહે છે. ગામ સુધી સાવજો આવી જાય છે. વન વિભાગ તેને પકડીને જંગલ વિસ્તારમાં લઇ જાય અથવા વાડીમાં મેડા બનાવી આપે તો ખેડૂતો સુરક્ષિત રહી શકે.
માનવભક્ષી સિંહ પાંજરામાં પુરાયો, આજીવન કારાવાસની સંભાવના
ખેતમજૂરને જે સિંહે ફાડી ખાધો હતો તે સિંહને વન વિભાગે પાંજરે પૂરી દીધો છે. વન વિભાગે સિંહને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશ હાથ ધર્યું હતું. પકડાયેલા માનવભક્ષી સિંહને આજીવન કારાવાસ થાય તેવી શક્યતા છે. સિંહ પકડાતા જ ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. આ સિંહની ઉંમર 5થી 7 વર્ષની હોવાનું અનુમાન છે અને હવે આ સિંહને છોડવામાં નહીં આવે તેવું આરએફઓ જાડેજાએ જણાવ્યું હતું.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-attack-on-farmer-louber-so-his-death-near-dalakhaniya-range-of-amreli-126360854.html

રાજુલાના કોવાયા ગામથી અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના માર્ગ પર સિંહોની લટાર

Divyabhaskar.Com

Dec 26, 2019, 11:52 PM IST
અમરેલી: સિંહ જંગલ વિસ્તારમાંથી શિકારની શોધમાં બહાર આવ્યાની ઘટનાઓ વધી રહી છે ત્યારે રાજુલાના કાવાયા ગામથી અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના માર્ગ પર સિંહોની લટારની વીડિયો સામે આવ્યો છે. જેમાં સીમેન્ટ કંપનીના મુખ્ય ગેટ સામે સિંહ પરિવાર લટાર મારતો જોવા મળે છે. આ વીડિયો બુધવાર રાતનો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-show-on-the-road-at-rajula-of-amreli-district-126386626.html

સિંહણે બચ્ચાને મોઢામાં ઉંચકી લઇ રસ્તો ઓળંગવાનો પાઠ ભણાવ્યો

  • ધારી- વિસાવદર રોડ પર સિંહણનો માતૃપ્રેમ જોઇ વાહન ચાલકો થંભી ગયા

Divyabhaskar.Com

Dec 30, 2019, 10:28 AM IST
અમરેલી: ધારી-વિસાવદર રોડ પર આમ તો દિવસભર વાહનોની અવરજવર સતત ચાલુ હોય છે. રાત્રીના સમયે પણ આ માર્ગ ધમધમતો હોય છે. વળી આ વિસ્તાર સાવજોનો વિસ્તાર છે. અહીં અવારનવાર સાવજો રસ્તા પર આવી જાય છે અને અડિંગો જમાવે છે. દિવસ દરમિયાન અવારનવાર તેણે આ રસ્તો અને અન્ય ગ્રામીણ રસ્તાઓ ઓળંગી પોતાના વિસ્તારમાં આમથી તેમ ચક્કર મારવા પડે છે. ગઇરાત્રે એક સિંહણ આવી જ રીતે ધારી-વિસાવદર રસ્તો ક્રોસ કરવા જઇ રહી હતી તે સમયે જ બંને બાજુથી વાહનો આવી ગયા હતા. જો કે વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. પરંતુ લાઇટો ચાલુ રાખી હતી. નાનુ સિંહબાળ ઝડપથી રસ્તો ક્રોસ કરી લેવાની તેની માતા જેવી ઉતાવળ કરતું નજરે પડ્યું ન હતું. સિંહબાળ રસ્તાની વચ્ચે જ ઉભું રહી જતા તેની માતાએ પણ જાણે તેને પાઠ ભણાવતી હોય તેમ બચ્ચાને પોતાના મોથી ઉંચકી અને
રોડ નીચે ખાળીયામા લઇ ગઇ હતી. આ સિંહણ ત્યાંથી સીમમા ચાલી ગઇ હતી.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lioness-cross-road-her-cub-on-dhari-to-visavadar-road-126407120.html

સિંહે બળદનું મારણ કરી મિજબાની માણી, બે કારમાં આવેલા શખ્સોએ બૂમો પાડી ભગાવવાનો પ્રયાસ કર્યો

  • સિંહ મિજબાની માણી રહ્યો હતો ત્યારે એક કાર સાવ તેની નજીક લઇ જવામાં આવી હતી

Divyabhaskar.Com

Dec 31, 2019, 03:58 PM IST
અમરેલી: સિંહ દ્વારા એક બળદનું મારણ કરતો હોય તેનો વીડિયો સાશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં બે કારમાં આવેલા શખ્સોએ મિજબાની માણી રહેલા સિંહને ભગાવવા હાકલા પડકારા કર્યા હતા. જો કે, સિંહે પોતાનું મારણ છોડ્યું નહોતું. સિંહે બળદનો શિકાર કર્યો ત્યારે કેટલાક શખ્સોએ તેને ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ કારચાલક સિંહની સાવ નજીક લઇ ગયો હતો. હાલ આ વીડિયો સોશિયમ મીડિયામાં વાઇરલ થયો છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-hunt-bull-in-gir-forests-village-and-this-video-viral-126408696.html

કાતર ગામે ફરી બે સિંહો ઘૂસ્યા, ત્રણ ગાયોનું મારણ કર્યું, CCTVમાં કેદ

  • સિંહના આંટાફેરા વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ

Divyabhaskar.Com

Jan 01, 2020, 04:04 PM IST
અમરેલી: રાજુલાના કાતર ગામમાં થોડા દિવસ પહેલા સિંહો આવ્યા હતા. ત્યારે ગત રાત્રે ફરી બે સિંહો ઘૂસી આવ્યા હતા. બંને સિંહો ગામમાં આંટાફેરા કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. આ બે સિંહોએ ગામમાં રસ્તા પર રઝળતી ત્રણ ગાયનો શિકાર કરી મારણ કર્યું હતું. સિંહોના અવારનવાર આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/two-lion-come-in-katar-village-of-rajula-and-three-cow-hunt-126409888.html

ઉપ સરપંચ બાઇક પર જતા અને દીપડાએ અચાનક હુમલો કર્યો, મફલર અને શાલ ઓઢી હોવાથી જીવ બચ્યો

  • દીપડાના નહોરના કારણે શર્ટ ફાટ્યો અને લોહી નીકળ્યું હતું

Divyabhaskar.Com

Jan 02, 2020, 02:23 PM IST
બગસરા: બગસરા પંથકમાં આતંક મચાવનારા માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં આવ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આજે ફરી એક વખત દીપડાએ હુમલો કરતાં બગસરા પંથકમાં ફરી લોકોમાં ભયનો માહલો જોવા મળી રહ્યો છે. બાઇક પર જઈ રહેલા ઉપ સરપંચ ઘેલાભાઈ ભાદાભાઈ સુહાગીયા પર દીપડાએ હુમલો કર્યો હતો. બાઈક ચલાવતી વખતે તેમણે ગળે મફલર અને શાલ ઓઢી હોવાથી બચાવ થયો હતો. દીપડાના નહોરના કારણે તેમનો શર્ટ ફાટી ગયો હતો અને લોહી નીકળ્યું હતું. ઘાયલ અવસ્થામાં તેમણે બગસરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી હતી.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-attack-on-one-person-in-bagasara-area-126411967.html

દીપડાના આતંકથી MLA રીબડીયાએ બંદુક ઉઠાવી હતી, પોલીસમાં તેમના વિરૂદ્ધ જાણવા જોગ ફરિયાદ નોંધાઇ

  • સોશિયલ મીડિયામાં રીબડીયાનો વીડિયો વાઇરલ થતા લોકોમાં ભય ફેલાઇ છે
  • પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારે દીપડાને ઠાર કરવો કરવો પડશે તેવું વીડિયોમાં બોલે છે

Divyabhaskar.Com

Jan 02, 2020, 05:25 PM IST
બગસરા: બગસરા પંથકમાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો હતો. ત્યારે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા બગસરા હોસ્પિટલે બંદુક સાથે આવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાઇરલ થયો હતો. 7 ડિસેમ્બરના રોજ રીબડીયા બંદુક સાથે હોસ્પિટલ આવ્યા હતા. તેમની પાસે રહેલું હથિયાર લાયસન્સવાળું છે કે લાયસન્સ વગરનું આ સવાલને લઇને લોકોમાં ભય ફેલાયો છે. આથી બગસરા પોલીસે તેમના વિરૂદ્ધ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
બે દિવસ પહેલા રાજુલાના MLA વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી
ધારાસભ્ય રીબડીયા વિરૂદ્ધ પોલીસ તપાસ કરવામાં આવશે. કોંગ્રેસના ધારાસભ્ય અને ખેડૂત નેતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. 2 દિવસ પહેલા રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર વિરૂદ્ધ પણ વાઇરલ વીડિયોને લઇને જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી હતી.
બગસરા પોલીસ સ્ટેશનમાં રીબડીયા વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદ
બગસરા પોલીસ સ્ટેશનમાં રીબડીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે તે આ મુજબ છે. જેમાં જણાવ્યું છે કે, આ કામે હર્ષદભાઇ રીબડીયા વિસાવદરના ધારાસભ્ય હોય ગત 7 ડિસેમ્બરના રોજ બગસરા સરકારી હોસ્પિટલે જાહેરમાં પોતાની પાસે બારોબાર હથિયાર રાખી બગસરા, ધારી, વિસાવદર, જૂનાગઢ તાલુકા વિસ્તારમાં માનવભક્ષી દીપડાએ 17 જેટલા લોકોને ફાડી ખાધા હતા. તેમજ ઘણા માણસોને ઇજા પહોંચાડી હતી. જે દીપડાને જંગલખાતું પકડશે નહીં તો અમારે નાછૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે દીપડાને ઠાર મારવો પડશે તેવું વીડિયોમાં બોલે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોતાની પાસે રાખેલ હથિયાર કાયદેસર છે કે કેમ તેમજ વીડિયોથી લોકોમાં ભયનો માહોલ ફેલાય છે. આથી તેના વિરૂદ્ધ તપાસ હાથ ધરાઇ છે.
(જયદેવ વરૂ, અમેરલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/bagasara-police-registered-complain-again-visavadars-mla-harsad-ribadiya-for-his-viral-video-126411338.html

હવે રાજુલાના સીમાડા સુધી સાવજોનો વસવાટ

  • એક દાયકામાં આખો રાજુલા તાલુકો સર કર્યો

Divyabhaskar.Com

Jan 08, 2020, 05:17 AM IST
રાજુલા: જંગલનો રાજા માનવ વસાહત વચ્ચે રહેવા ટેવાઇ ગયો છે. સાવજોએ એક જ દાયકામાં રાજુલા તાલુકો સર કર્યો છે. ઉદ્યોગોનો ધમધમાટ અને નેશનલ હાઇવે પર હેવી વાહનોની અવર જવર સાથે સાવજોએ પોતાને ઢાળી લીધા છે. 
ઉદ્યોગોના ધમધમાટ વચ્ચે પણ સાવજો વસ્યા
પીપાવાવ અને જાફરાબાદ આસપાસના વિસ્તારમાં ધમધમતા ઉદ્યોગ ગૃહોમાં પણ આ સાવજો ઘૂસી જાય છે. સાવજો માત્ર સીમમાં રહેવાના આદી નથી બન્યા શિકાર અને પાણીની શોધમાં કોઇપણ ગામ કે શહેરમાં પણ ઘૂસી જાય છે. સાવજો માનવ વસાહતની વચ્ચે પણ લટાર મારી લે છે. 
આજથી લગભગ એક દાયકા પહેલા રાજુલાના કેટલાક વિસ્તારોમાં જ સાવજ હતાં. પરંતુ હવે છેક રાજુલાના સીમાડા સુધી રોજે રોજ સાવજ આવી જાય છે. રાજુલાના આગરીયા જકાતનાકા તથા સાવરકુંડલા રોડ પરના પેટ્રોલ પંપ સુધી વારંવાર સાવજો આવે છે. બીજી દિશામાં હિંડોરણા ચોકડી તથા વૃંદાવન ગાર્ડનથી લઇ હોટેલ લોર્ડસ લાયન સુધી સાવજોના નિયમીત ફેરા જોવા મળે છે. જો કે અહિં માણસ પર હુમલાની ઘટના ભાગ્યે જ બને છે. રાજુલાથી માત્ર એક કીમી દુર ખાખબાઇની સીમમાં પણ વારંવાર સાવજની હાજરી જોવાય છે. આ વિસ્તારમાં દિપડા પણ છે.
ઉદ્યોગોમાં પણ સાવજો ઘૂસી જાય છે
પીપાવાવ પોર્ટની અંદર અવાર નવાર સાવજો ઘૂસી જાય છે. આ ઉપરાંત રીલાયન્સ ડીફેન્સ કંપની અને કોવાયામાં આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના માર્ગો અને મુખ્ય ગેઇટ સુધી વારંવાર સાવજો આવી જાય છે. જેથી સિક્યોરીટી કર્મીઓમાં પણ અફડા તફડી મચે છે. જાફરાબાદના લુણસાપુરમાં આવેલી સિન્ટેક્સ કંપનીના ગેઇટ સુધી સાવજો આવે છે. આ વિસ્તારમાં આવેલી સિમેન્ટ કંપનીઓની જુદી જુદી માઇન્સમાં પણ કેટલાક સાવજોએ પોતાનો કાયમી વસવાટ બનાવ્યો છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lions-now-living-up-to-rajulas-boundary-126459255.html

તુલશીશ્યામ રેન્જમાં ખેતરમાં આરામ કરતા બે સિંહો સાથે યુવકે હાથમાં લાકડી રાખી ફોટા પડાવ્યા


સિંહની નજીક જઇ હાથબતીનો પ્રકાશ પાડી ફોટા પડાવ્યા
સિંહની નજીક જઇ હાથબતીનો પ્રકાશ પાડી ફોટા પડાવ્યા
1
2

  • વન વિભાગ આવા શખ્સો સામે કાર્યવાહી કરવાને બદલે નિવેદનો નોંધી સંતાષ માને છે

Divyabhaskar.Com

Jan 08, 2020, 03:47 PM IST
ખાંભા: તુલશીશ્યામ રેન્જમાં સબ સલામતના દાવા વચ્ચે અવાર નવાર સિંહોની પજવણીના વીડિયો અને ફોટો વાયરલ થાય છે. વન વિભાગ આવા લોકો સામે કોઇ જ કાર્યવાહી કરવાના બદલે ફક્ત નિવેદન લઇને સંતોષ માની લે છે. જેથી સિંહોની પજવણી કરતા લોકોને મોકળુ મેદાન મળ્યું છે. ત્યાં વધુ એક યુવકના સિંહ સાથેના અલગ અલગ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ યુવક પણ રબારીકા રાઉન્ડનો હોવાનું સામે આવ્યું છે. આ યુવકે બે સિંહો સાથે રાત્રીના સમયે ત્રણ અલગ અલગ ફોટો પાડ્યાનું બહાર આવ્યું છે તે પણ સિંહની તદન નજીકથી હાથમાં લાકડી રાખી. આના પરથી એ પણ જાણી શકાય છે કે રબારીકા રાઉન્ડમા સિંહો કેટલા સુરક્ષિત છે?
વારંવાર પજવણીથી સિંહો ઉશ્કેરાય છે અને માનવી પર હુમલા કરે છે
થોડા દિવસ પહેલા રબારીકા રાઉન્ડના એક વ્યક્તિએ સિંહ સાથે પોતાનો વીડિયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પણ ઉપરી અધિકારીઓના આષિર્વાદથી જવાબદાર વન અધિકારીઓએ તેની સામે હજુ સુધી કોઇ જ કાર્યવાહી કરી નથી. સરકાર દ્વારા અવારનવાર આવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવા વન વિભાગને આદેશો કરવામાં આવે છે તેમ છતાં કોઇ અકળ કારણોસર વન વિભાગ દ્વારા આવા તત્વો સામે કોઇ જ કાર્યવાહી નથી કરાતી. આવી રીતે વારંવાર પજવણીથી સિંહો ઉશ્કેરાય છે અને સ્થાનિક લોકો, ખેડૂતો પર સિંહ દ્વારા હુમલા થવાની શક્યતા વધી જાય છે. હવે આ બાબતે તુલશીશ્યામ રેન્જના જવાબદાર વન અધિકારીઓ કોઇ કાર્યવાહી કરશે? કે પછી હંમેશાની જેમ સબ સલામતના પોકળ દાવા કરશે એ તો આવનારો સમય જ કહેશે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/young-man-torture-to-two-lion-and-click-photos-near-khanbha-126467371.html

પાંજરાનો સિંહ અને જંગલનો સિંહ સામસામે આવી જતા ત્રાડો પાડી, 15 ફૂટ ઉંચી જાળી હોવાથી લડાઇ થઇ ન શકી

  • સામસામા ઘુરકીયા કરતા લોકોનો જમાવડો, વીડિયો વાઇરલ

Divyabhaskar.Com

Jan 09, 2020, 03:18 PM IST
ધારી: ધારીના આંબરડી પાર્કની અંદર વન વિભાગે કેટલાક સાવજો રાખ્યા છે. જ્યાં દેવળીયા પાર્કની જેમ પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવામાં આવે છે. આ પાર્કની આસપાસના વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં સાવજોનો વસવાટ છે. આ સાવજો અવારનવાર પાર્કની દીવાલ આસપાસ પણ આંટા મારે છે. પણ ગઇકાલે એક સિંહ આવી જ રીતે પાર્કની દીવાલ પાસે આંટા મારતો હતો ત્યારે જ પાર્કની અંદર રહેલો સિંહ પણ ત્યાં આવી ચડ્યો હતો. સામાન્ય રીતે આ સ્થિતિ ખુલ્લા જંગલમાં સર્જાય તો ખુંખાર લડાઇ થઇ જાય પણ અહીં પાર્કની 15 કૂટ ઉંચી જાળી આડી હોય બન્ને સાવજો લડવાના મૂડમાં હોવા છતાં એકબીજા સામે માત્ર ઘુરકીયા જ કરી શક્યા હતાં.
આ દ્રશ્યો જોવા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા
આ સમયે અહીં લોકોની ભીડ પણ એકઠી થઇ હતી. કોઇએ બનાવેલો વીડિયો પણ વાઇરલ થયો હતો. જો કે થોડો સમય સામસામે ઘુરકીયા કરી બન્ને સાવજો પોત પોતાના રસ્તે ચાલતા થઇ ગયા હતા઼. 15 ફૂટ ઉંચી જાળી હોવાથી લડાઇ થઇ ન શકી.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/two-lion-between-angry-in-devaliya-park-near-dhari-126475449.html

ગીર પૂર્વના સાવરકુંડલા રેન્જમાંથી 4 માસના સિંહબાળનો મૃતદેહ મળ્યો

  • 10થી 12 દિવસ પહેલા મોત થયું હોય મૃતદેહ કોહવાય ગયો છે

Divyabhaskar.Com

Jan 23, 2020, 12:15 PM IST
અમરેલી: ધારી ગીર પૂર્વના સાવરકુંડલા રેન્જમાંથી 3થી 4 માસના સિંહબાળનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આશરે 10થી 12 દિવસ પહેલા સિંહબાળનું મોત થયાનું જાણવા મળ્યું છે. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે. વન વિભાગના જણાવ્યાનુસાર સિંહબાળના મોતનું કારણ પીએમ રીપોર્ટ આવ્યા પછી જાણવા મળશે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/4-onth-old-lion-cub-death-in-savarkundala-range-126587330.html

ટીકટોક સ્ટાર કિર્તી પટેલનો ઘુવડ સાથેનો વીડિયો વાયરલ, વન વિભાગ તપાસ કરશે

  • ઘુવડને પકડવા મામલે વનવિભાગ કીર્તિ પટેલને દંડ થઇ શકે છે 

Divyabhaskar.Com

Jan 25, 2020, 07:08 PM IST
અમરેલીઃ ફેશન ડિઝાઇનર અને ટીકટોક સ્ટાર કીર્તિ પટેલનો વધુ એક ટીકટોક વિડ્યો શોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. વાઈલ્ડ લાઈફ પ્રોટેકશનમાં આવતુ સંરક્ષિત વન્ય જીવ ઘુવડ સાથે રમત કરતા વીડિયો બનાવીને ટીકટોક પર મૂક્યો હતો. તે શોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. 
ઘુવડને પકડવુ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનો છે
ઉલ્લેખનિય છે કે, ઘુવડને પકડવુ તે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનો બને છે. ગુજરાત સરકાર દ્વારા સરક્ષિત પ્રાણીઓનો કેટેગરીમાં આવતા ઘુવડ સાથે કીર્તિ પટેલે વીડિયો વાયરલ કર્યો છે. ઘુવડને હાથમાં પકડીને વીડિયો ઉતારતા જીવ દયાપ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઇ છે. જેથી અમરેલી વન વિભાગ આ મામલાની તપાસ કરશે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/video-viral-of-kirti-patels-with-owl-forest-department-will-investigate-126603514.html

બે સિંહબાળે રાયડી ગામની શાળાના ઓરડામાં અને બે સિંહોએ પડતર મકાનમાં ધામા નાંખ્યા

  • 4 સિંહોએ ગામને બાનમાં લીધું, વન વિભાગની ટીમે પકડવાની કાર્યવાહી હાથ ધરી

Divyabhaskar.Com

Jan 31, 2020, 01:34 PM IST
ખાંભા: ખાંભાના રાયડી ગામની પ્રાથમિક શાળાના એક ઓરડામાં બે સિંહબાળએ ધામા નાખ્યા છે. તો બીજી તરફ આ જ ગામમાં રહેતા ભીખાભાઇ દેવજીભાઇ બરવાળિયાના પડતર મકાનમાં બે સિંહોએ ધામા નાંખ્યા છે. આમ 4 સિંહોએ ગામને બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વન વિભાગની ટીમ દોડી આવી ચારેય સિંહોને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
શાળામાં 130 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
રાયડી ગામની શાળામાં 130 વિદ્યાર્થીઓ અબ્યાસ કરે છે. ત્યારે સિંહબાળ આવી ચડતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના સરપંચ શાંતિભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે, શાળાની હાલત એટલી જર્જરીત છે કે સ્લેબના પોપડા પડી રહ્યા છે. સિંહો માટે પણ આ શાળાના જર્જરિત રૂમ મોત સમાન હાલ જોવા મળી રહ્યા છે. આ ખંડેર હાલતમાં આવેલી શાળાને પાડવા માટે ઘણા સમયથી મંજૂરી માંગી છે પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી આપવામાં આવી નથી.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/four-lion-come-in-rayadi-village-of-khanbha-126640880.html