Jan 16, 2020, 09:38 AM IST
જૂનાગઢ/રાજકોટ: જૂનાગઢ શહેરમાં 15 જાન્યુઆરીનો દિવસ શિયાળાની ઋતુનો હાલનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. મકર સંક્રાંતિના દિવસે શહેરમાં પવન સાથે ટાઢ પડી હતી જેની અસર બીજા દિવસે પણ જોવા મળી હતી. 15 જાન્યુઆરી બુધવારે શહેરમાં 8.5 ડિગ્રી અને ગિરનાર પર્વત પર 3.5 ડિગ્રી ઠંડી રહેતા તમામ લોકો કાતીલ ઠંડીથી ધ્રુજી ઉઠ્યા હતા. દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ ચારેક દિવસ સુધી કડકડતી ઠંડી પડશે અને છેક 21 જાન્યુઆરી બાદ ઠંડીની અસરમાં થોડો ઘટાડો નોંધાશે. જ્યારે રાજકોટમાં 8.4 ડિગ્રી તાપમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચાલુ સિઝનમાં રાજકોટનું તાપમાન 5 ડિગ્રી સુધી પહોંચી જશે.
જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીની શરૂઆતના સપ્તાહમાં ઠંડી વધશે
ઠંડીમાં બે ત્રણ દિવસ રાહત રહ્યા બાદ ફરી પાછો ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. 8.4 ડિગ્રી સાથે રાજકોટમાં બુધવાર ચાલુ માસનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ ઠંડીમાં વધારો થશે. આ વખતે ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી પહોંચશે. ઠંડીનો આટલો પારો જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીના શરૂઆતના વીકમાં રહેવાની સંભાવના છે. હવાની પેટર્ન ચેન્જ થતા આટલી ઠંડી પડી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
રાજકોટમાં 2004નો રેકોર્ડ તૂટવાની શક્યતા
હવામાન ખાતાના જણાવ્યા મુજબ 2004માં અત્યાર સુધીની સૌથી વધુ ઠંડી પડી હતી. જો આ વખતે ઠંડીનો પારો 6કે 5 ડિગ્રીએ પહોંચશે તો 2004ના વર્ષનો રેકોર્ડ પણ તૂટશે. સામાન્ય રીતે 15 ફેબ્રુઆરીથી ઠંડી ઓછી થઈ જવાની શરૂઆત થાય છે, પણ આ વખતે 15 માર્ચ સુધી ઠંડી રહેશે. જ્યારે પવન 10થી 12 કિલોમીટરની ઝડપે રહેશે. સામાન્ય રીતે દર બે ત્રણ વર્ષે હવાની પેટર્ન બદલાતી હોય છે. ત્યારે આ વર્ષે પણ હવાની પેટર્ન બદલાઈ છે. જેને કારણે આ વખતે ઠંડી વધુ પડી છે. બુધવારે મહત્તમ તાપમાન 21.2 ડિગ્રી રહ્યું હતું. પવનની ઝડપ 9 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. ઠંડીને કારણે રાજકોટનું જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. પહેલી જાન્યુઆરીએ ઠંડી 8.7 ડિગ્રીએ પહોંચી હતી.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/rajkot/news/35-degree-tamrature-on-girnar-hill-and-84-degree-tamrature-in-rajkot-126530871.html
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/rajkot/news/35-degree-tamrature-on-girnar-hill-and-84-degree-tamrature-in-rajkot-126530871.html
No comments:
Post a Comment