Friday, January 31, 2020

પાંજરાનો સિંહ અને જંગલનો સિંહ સામસામે આવી જતા ત્રાડો પાડી, 15 ફૂટ ઉંચી જાળી હોવાથી લડાઇ થઇ ન શકી

  • સામસામા ઘુરકીયા કરતા લોકોનો જમાવડો, વીડિયો વાઇરલ

Divyabhaskar.Com

Jan 09, 2020, 03:18 PM IST
ધારી: ધારીના આંબરડી પાર્કની અંદર વન વિભાગે કેટલાક સાવજો રાખ્યા છે. જ્યાં દેવળીયા પાર્કની જેમ પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવામાં આવે છે. આ પાર્કની આસપાસના વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં સાવજોનો વસવાટ છે. આ સાવજો અવારનવાર પાર્કની દીવાલ આસપાસ પણ આંટા મારે છે. પણ ગઇકાલે એક સિંહ આવી જ રીતે પાર્કની દીવાલ પાસે આંટા મારતો હતો ત્યારે જ પાર્કની અંદર રહેલો સિંહ પણ ત્યાં આવી ચડ્યો હતો. સામાન્ય રીતે આ સ્થિતિ ખુલ્લા જંગલમાં સર્જાય તો ખુંખાર લડાઇ થઇ જાય પણ અહીં પાર્કની 15 કૂટ ઉંચી જાળી આડી હોય બન્ને સાવજો લડવાના મૂડમાં હોવા છતાં એકબીજા સામે માત્ર ઘુરકીયા જ કરી શક્યા હતાં.
આ દ્રશ્યો જોવા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા
આ સમયે અહીં લોકોની ભીડ પણ એકઠી થઇ હતી. કોઇએ બનાવેલો વીડિયો પણ વાઇરલ થયો હતો. જો કે થોડો સમય સામસામે ઘુરકીયા કરી બન્ને સાવજો પોત પોતાના રસ્તે ચાલતા થઇ ગયા હતા઼. 15 ફૂટ ઉંચી જાળી હોવાથી લડાઇ થઇ ન શકી.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/two-lion-between-angry-in-devaliya-park-near-dhari-126475449.html

No comments: