- સિંહણને રેડિયો કોલર પણ પહેરાવાયું હતું, સિંહબાળ પણ ગ્રપમાં હોવાનું અનુમાન
- વીજકરંટ રાખનાર ખેડૂત સામે વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઇ, કાર્યવાહીની રાહ
Divyabhaskar.Com
x
Jan 19, 2020, 10:49 AM IST
વિસાવદર: વિસાવદરના કાલસારીથી રાજપરા રોડ તરફ અવાવરું જગ્યામાંથી કોલર આઇડી વાળી સિંહણ અને શિયાળનો મૃતદેહ મળી આવ્યો હતો. બંનેના મોત વીજ કરંટથી થયા હોવાનું સામે આવ્યું છે. કાલસારીની સીમમાં અવવારૂ જગ્યામાં સિંહણનો મૃતદેહ પડ્યો હોવાની જાણ વન વિભાગને થતાં સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તો ત્યાંથી શિયાળનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. અને સિંહણનાં મૃતદેહને અડધો કિલોમીટર સુધી ઢસેડવામાં આવ્યો હોવાનાં નિશાન પણ જોવા મળ્યાં છે. આ સિંહણનાં ગળામાં રેડીયો કોલર પણ પહેરાવાયું હતું.
વીજકરંટ મુકેલા કોઈ શખ્સોને હજુ સુધી પકડવામાં પણ આવ્યા નથી
જેથી આ સિંહણ ગ્રુપમાં રહેતી હોય તેમની સાથે સિંહબાળ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આ ઉપરાંત પીજીવીસીએલ પોલીસ અને વન વિભાગ દ્વારા સમયાંતરે ખેતરોમાં વીજકરંટ બાબતનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવે છે. આ ચેકિંગ દરમિયાન વીજ કરંટ મુકેલા કોઈ શખ્સોને હજુ સુધી પકડવામાં પણ આવ્યા નથી. અને આવા બનાવો સામે આવી રહ્યાં છે. જો કે સિંહણનાં મોત બાદ ખેતરમાં વીજકરંટ રાખનાર ખેડૂત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જો તંત્ર દ્વારા પહેલેથી જ આવી કામગીરી કરવામાં આવી હોત તો આ સિંહણને કરંટથી બચાવી શકાય હોત. હવે જોવું રહ્યું વન વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. સામાન્ય રીતે દર વખતે વન વિભાગ આકરી કાર્યવાહીની ધમકી તો આપે છે પરંતુ એવું કશું થતું નથી.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lioness-death-in-electric-short-near-visavadar-126555328.html
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lioness-death-in-electric-short-near-visavadar-126555328.html
No comments:
Post a Comment