- સોશિયલ મીડિયામાં રીબડીયાનો વીડિયો વાઇરલ થતા લોકોમાં ભય ફેલાઇ છે
- પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારે દીપડાને ઠાર કરવો કરવો પડશે તેવું વીડિયોમાં બોલે છે
Divyabhaskar.Com
Jan 02, 2020, 05:25 PM IST
બગસરા: બગસરા પંથકમાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો હતો. ત્યારે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા બગસરા હોસ્પિટલે બંદુક સાથે આવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાઇરલ થયો હતો. 7 ડિસેમ્બરના રોજ રીબડીયા બંદુક સાથે હોસ્પિટલ આવ્યા હતા. તેમની પાસે રહેલું હથિયાર લાયસન્સવાળું છે કે લાયસન્સ વગરનું આ સવાલને લઇને લોકોમાં ભય ફેલાયો છે. આથી બગસરા પોલીસે તેમના વિરૂદ્ધ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
બે દિવસ પહેલા રાજુલાના MLA વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી
ધારાસભ્ય રીબડીયા વિરૂદ્ધ પોલીસ તપાસ કરવામાં આવશે. કોંગ્રેસના ધારાસભ્ય અને ખેડૂત નેતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. 2 દિવસ પહેલા રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર વિરૂદ્ધ પણ વાઇરલ વીડિયોને લઇને જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી હતી.
બગસરા પોલીસ સ્ટેશનમાં રીબડીયા વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદ
બગસરા પોલીસ સ્ટેશનમાં રીબડીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે તે આ મુજબ છે. જેમાં જણાવ્યું છે કે, આ કામે હર્ષદભાઇ રીબડીયા વિસાવદરના ધારાસભ્ય હોય ગત 7 ડિસેમ્બરના રોજ બગસરા સરકારી હોસ્પિટલે જાહેરમાં પોતાની પાસે બારોબાર હથિયાર રાખી બગસરા, ધારી, વિસાવદર, જૂનાગઢ તાલુકા વિસ્તારમાં માનવભક્ષી દીપડાએ 17 જેટલા લોકોને ફાડી ખાધા હતા. તેમજ ઘણા માણસોને ઇજા પહોંચાડી હતી. જે દીપડાને જંગલખાતું પકડશે નહીં તો અમારે નાછૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે દીપડાને ઠાર મારવો પડશે તેવું વીડિયોમાં બોલે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોતાની પાસે રાખેલ હથિયાર કાયદેસર છે કે કેમ તેમજ વીડિયોથી લોકોમાં ભયનો માહોલ ફેલાય છે. આથી તેના વિરૂદ્ધ તપાસ હાથ ધરાઇ છે.
(જયદેવ વરૂ, અમેરલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/bagasara-police-registered-complain-again-visavadars-mla-harsad-ribadiya-for-his-viral-video-126411338.html
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/bagasara-police-registered-complain-again-visavadars-mla-harsad-ribadiya-for-his-viral-video-126411338.html
No comments:
Post a Comment