Thursday, December 31, 2015

જૂનાગઢ સક્કરબાગ ઝૂનાં સિંહની નર-માદા જોડી જશે લંડનનાં ઝૂમાં

  • DivyaBhaskar News Network
  • Dec 23, 2015, 03:55 AM IST
જૂનાગઢનાંસક્કરબાગ ઝૂમાંથી સિંહની નર-માદા જોડીને લંડનનાં ઝૂમાં મોકલવા માટેની દરખાસ્ત કરાઇ છે. અને તેના બદલામાં ચિત્તા, ઝીબ્રા અને આફ્રિકન લેમુર જેવાં પ્રાણીઓ સક્કરબાગ આવશે.

જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાંથી નર-માદા સિંહની એક જોડી લંડનનાં ઝૂમાં મોકલવાની દરખાસ્ત ઝૂ દ્વારા મૂકવામાં આવ્યાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. બદલામાં સક્કરબાગ ઝૂને ચિત્તાની એક નર-માદા જોડી, ઝીબ્રાની એક નર-માદા જોડી તેમજ 3 આફ્રિકન લેમુર નામનાં પ્રાણીઓ મળશે. પ્રક્રિયા એનિમલ એક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ હાથ ધરાશે. જોકે, માટેની દરખાસ્ત હજુ મૂકવામાં આવી છે. જે કેન્દ્રિય ઝૂ ઓથોરિટીની લીલી ઝંડી મળ્યા બાદ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, સક્કરબાગ ઝૂમાંથી એશિયાટિક સિંહો દુનિયાભરનાં ઝૂમાં મોકલવામાં આવે છે. અને બદલામાં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ અહીં લાવવામાં આવે છે. અહીં તેનું બ્રિડીંગ પણ કરાતું હોય છે. હાલ ઝૂ દેશનાં સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયો પૈકીનું એક છે.

વર્ષો પહેલાં સીંગાપોરથી ચિત્તા લવાયા હતા

સક્કરબાગ ઝૂમાં વર્ષો પહેલાં સીંગાપુરનાં ઝૂમાંથી નર-માદા ચિત્તાની બે જોડી લાવવામાં આવી હતી. અને તેના બદલામાં 3 સિંહો સીંગાપુર મોકલાયા હતા. બાદમાં જોકે, એક ચિત્તાનું મોત થયું હતું. વખતે ચિત્તાને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોનાં દર્શનાર્થે ખુલ્લા મૂક્યા હતા.

અમરેલી: ઇકો ઝોન મુદે 1000 ખેડૂતનું વિરોધ પ્રદર્શન, 18 ગામના ખેડૂત લાલઘુમ


અમરેલી: ઇકો ઝોન મુદે 1000 ખેડૂતનું વિરોધ પ્રદર્શન, 18 ગામના ખેડૂત લાલઘુમ

  • Bhaskar News, Savarkundla
  • Dec 31, 2015, 00:18 AM IST
- સાવરકુંડલામાં ખેડૂતોએ બાઇક રેલી કાઢી આવેદન પાઠવ્યુ : વીજ કંપનીની તાનાશાહી સાથે પણ રોષ

સાવરકુંડલા: અમરેલી જીલ્લામાં છેલ્લા ચાર મહિનાથી ઇકોઝોનના મુદે ગ્રામ્ય વિસ્તારના લોકો લડત ચલાવી રહ્યા છે. છતાં સરકાર દ્વારા ખેડૂતોનો અવાજ સાંભળવામાં આવતો ન હોય આજે સાવરકુંડલામાં એક હજાર ખેડૂતોએ વિશાળ બાઇક રેલી કાઢી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યુ હતું. ખેડૂતોએ ઇકો ઝોનથી પડનારી તકલીફ ઉપરાંત વિજ કંપની દ્વારા થતી હેરાનગતી સામે પણ આક્રોશ વ્યક્ત કરી પગલા લેવા માંગ કરી હતી.

ઇકો સેન્સેટીવ ઝોનથી અમરેલી જીલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં પ્રભાવિત થાય તેમ હોય આ મુદે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગીર કાંઠા આસપાસના વિસ્તારો ઉપરાંત શેત્રુજી કાંઠાના વિસ્તારોનો ઇકો ઝોનમાં સમાવેશ થતો હોય આવનારા સમયમાં ખેડૂતોને તેમના ખેતીકામમાં પણ મુશ્કેલી પડશે તે આશંકાએ ધારી, ખાંભા, સાવરકુંડલા સહિતના શહેરોમાંથી ભારે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. ધારીમાં તો આ મુદે લાંબા સમયથી પ્રતિક ઉપવાસ આંદોલન પણ ચાલી રહ્યુ છે. ત્યારે આજે સાવરકુંડલા પંથકમાં પણ ફરી આંદોલનના મંડાણ થયા હતાં અને ખેડૂતોએ પોતાની તાકાતનો સરકારને પરચો આપ્યો હતો. સાવરકુંડલામાં આજે ખેડૂતો દ્વારા ઇકો સેન્સેટીવ ઝોનના કાયદાનો વિરોધ કરવા વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયુ હતું.

સાવરકુંડલાના સુર્યોદય પેટ્રોલપંપથી 1000 જેટલા ખેડૂતોએ આ બાઇક રેલી યોજી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી. જ્યાં ખેડૂતોએ આ કાયદાનું તાકીદે નિરાકરણ લાવવા ઉગ્ર માંગ કરી હતી. મયુરભાઇ સેલડીયા, હસુભાઇ સુચક, મહેશભાઇ જયાણી, વિપુલભાઇ જયાણી વિગેરેની આગેવાની નીચે ખેડૂતોએ અહિં મામલતદારને આવેદન પાઠવ્યુ હતું.

ખેડૂતોને વિજ કંપની દ્વારા થતી હેરાનગતી, પીજીવીસીએલ દ્વારા બીજુ વિજ જોડાણ અપાતુ ન હોય, નવા વિજ કનેક્શનો ચેકીંગની હેરાનગતિ ઉપરાંત ભુંડ-રોઝનો ત્રાસ, 7-12 અને 8-અના ઉતારાની નકલમાં પડતી અગવડતા જેવા પ્રશ્નોને લઇને પણ રોષપૂર્ણ રજુઆત કરવામાં આવી હતી. આ તકે બાબુભાઇ કુબાવત, રાઘવભાઇ સાવલીયા, કિશોરભાઇ ગજેરા, મનુભાઇ ડાવરા, સતીષભાઇ મહેતા, હિંમતભાઇ ગુર્જર, અશ્વિનભાઇ ધામેલીયા વિગેરે ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

ચોક્કસ કંપનીની મોટર ખરીદવા આગ્રહ કેમ

ખેડૂતોએ આજે મામલતદારને પાઠવેલા આવેદનમાં જણાવ્યુ હતું કે હાલમાં જે ખેડૂતના નવા વિજ જોડાણ મંજુર થાય છે તેને વિજ કંપની દ્વારા ચોક્કસ કંપનીની જ ઇલેકટ્રીક મોટર ખરીદવા ફરજ પડાય છે જે વ્યાજબી નથી.

હિંસક પશુના હુમલામાં પુરૂ વળતર આપો

આવેદનપત્રમાં એમ પણ જણાવાયુ હતું કે ખેડૂતો અને તેના મજુરો ઉપરાંત ગાય, બળદ, ભેંસ જેવા પશુઓ પર સિંહ, દિપડા અને ભુંડ જેવા હિંસક પશુઓ હુમલા કરી ઇજા પહોંચાડે છે કે જાનહાની સુધીની ઘટના બને છે. પરંતુ તેમાં વનતંત્ર પુરતુ વળતર આપતુ નથી. જે મળવુ જોઇએ.

બીરાઓએ સિંહને શિકાર સમયે કર્યો પરેશાન

  • DivyaBhaskar News Network
  • Dec 30, 2015, 03:46 AM IST
અમરેલીજીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજો દ્વારા મારણની ઘટનાઓ રોજ બને છે. મારણના સ્થળે સિંહ દર્શન માટે ટોળેટોળા ઉમટી પડે છે અને અવાર નવાર સાવજોને હેરાન કરવાની ઘટનાઓ પણ બને છે. શેત્રુજી નદી વિસ્તારમાં ગઇકાલે નબીરાઓએ મારણ કરી રહેલા સાવજને પરેશાન કર્યાનો વિડીયો વાયરલ થતા ચર્ચા જાગી છે. રેવન્યુ વિસ્તારમાં વન વિભાગ આક્રમક બની પગલા લેવામાં ઉણુ ઉતરી રહ્યુ છે. શેત્રુજીના પટમાં અવાર નવાર સાવજો આવતા રહે છે. બલ્કે શેત્રુજી કાંઠાના વિસ્તારમાં મોટી સંખ્યામાં સાવજો વસી રહ્યા છે. તાજેતરમાં અહિં સાવજ દ્વારા એક પશુનું મારણ કરવામાં આવ્યુ હતુ ત્યારે સિંહ દર્શન માટે પહોંચેલા નબીરાઓએ તેની વિડીયો ક્લીપ ઉતારી હતી.

અમરેલી: સલડીના યુવકે 520 જેટલા પક્ષીઓનાં અવાજ કર્યા રેકોર્ડ

 Bhaskar News, Amreli
Dec 29, 2015, 00:48 AM IST
અમરેલી: સલડીના યુવકે 520 જેટલા પક્ષીઓનાં અવાજ કર્યા રેકોર્ડ 
અમરેલી: સલડીના યુવકે 520 જેટલા પક્ષીઓનાં અવાજ કર્યા રેકોર્ડ
- ઉભરતી પ્રતિભા: પક્ષીઓના અવાજ રેકોર્ડ કરતુ ઉપકરણ પણ વિકસાવ્યું,  યંગ નેચરાલીસ્ટ એવોર્ડ મેળવી સન્માન કરાયું

અમરેલી: લીલીયા તાલુકાના સલડી ગામે રહેતો વિરલ જોષી નાનપણથી જ પક્ષી અને પ્રકૃતિ પ્રત્યે ભારે સહાનુભુતી ધરાવે છે. તેણે પક્ષી બચાવો અંગેની જાગૃતિ માટે નાની ઉંમરમા ઘણુ મોટુ કામ કર્યુ છે. પરિવારની આર્થિક સ્થિતી નબળી હોવા છતા પણ તેણે મહેનત અને લગનથી આજે સફળતા મેળવી છે. તેણે અત્યાર સુધીમાં 520 જેટલા પક્ષીઓના અવાજ રેકોર્ડ કરી ભારતભરમાં નામ રોશન કર્યુ છે જે બદલ તેને તાજેતરમાં યંગ નેચરાલીસ્ટ એવોર્ડ-2015થી સન્માન કરાયુ છે.
નાના એવા સલડી ગામે રહેતા અને કર્મકાંડ કરતા અરવિંદભાઇના પુત્ર વિરલે સમગ્ર ભારતભરમાં સલડી ગામ અને પરિવારનુ નામ રોશન કર્યુ છે. વિરલ નાનપણથી જ પ્રકૃતિ અને પક્ષીઓ પ્રત્યે અનહદ પ્રેમ ધરાવે છે. તેણે લોકોમાં પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ આવે તે માટે પણ અભિયાન ચલાવ્યું છે. પક્ષી વિજ્ઞાનમા આગળ વધવુ હોય અને એમાય તેનો અવાજ રેકાર્ડ કરવો હોય તે કઠીન કામ છે અને તેના ઉપકરણો પણ અતિ ખર્ચાળ છે. વિરલની આર્થિક સ્થિતી નબળી હોવાથી તેને આવા ઉપકરણો ખરીદવા પરવડે તેમ ન હતા.


છતા વિરલે મહેનત અને લગનથી તેણે પોતે જ એક ઇન્સ્ટુમેન્ટ બનાવ્યું અને તે પણ માત્ર 350 રૂપિયામા જે પક્ષીઓના અવાજ રેકાર્ડ કરી શકે. બજારમાં તો આવા ઉપકરણો ખુબ મોંઘા મળે છે. વિરલે હિમાલય, ગોવા તેમજ ગુજરાતમા વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે ખુબ જ મોટુ યોગદાન આપ્યું છે.

તાજેતરમાં તેની આ કામગીરીની નોંધ લઇ મુંબઇ ખાતે યોજાયે ‘ધ સેન્ચુરી વાઇલ્ડ લાઇફ એવોર્ડ 2015’મા ભારતમા સૌથી નાની ઉંમરના 22 વર્ષીય વિરલ અરવિંદભાઇ જોષીને ‘યંગ નેચરાલીસ્ટ એવોર્ડ’ અર્પણ કરી તેને સન્માનિત કરાયો છે.

ભારતમાં અત્યાર સુધીમાં 1200 પક્ષીઓના અવાજ રેકોર્ડ થયા છે

ભારતમા અત્યાર સુધીમાં આશરે 1200 જેટલા બર્ડ કોલ રેકોર્ડ થયા છે જેમાથી 520 જેટલા પક્ષીઓના અવાજ વિરલ જોષીએ રેકોર્ડ કર્યા છે. વિરલ જોષીની પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યેની આવી કામગીરીને સૌ કોઇ બિરદાવી રહ્યાં છે.
 

ઠંડીમાં ઓળો-રોટલો મળી જાય એટલે બસ, સીઝનલ વાનગીઓ આરોગતા સીમ વિસ્તારનાં ખેડૂતો

ઠંડીમાં ઓળો-રોટલો મળી જાય એટલે બસ, સીઝનલ વાનગીઓ આરોગતા સીમ વિસ્તારનાં ખેડૂતો
- દેશી ભાણું: બાબરા પંથકમાં શીયાળાની ઋતુમાં સીઝનલ વાનગીઓ આરોગતા સીમ વિસ્તારનાં ખેડૂતો

બાબરા: હાલ શિયાળો બરાબર જામ્યો છે. થોડા દિવસોથી બાબરા પંથકમા વધુ ઠંડી પડતી હોય તેવુ લાગી રહ્યુ છે. લોકો પોતાની તંદુરસ્તીને સુધારવામા લાગી ગયા છે. સવારે વહેલા ઉઠી કસરતો કરતા જોવા મળી રહ્યા છે. વાડી ખેતરમા લોકો હવે તાપણા કરતા પણ નજરે ચડી રહ્યા છે. સાથે સાથે આ ઋતુમા લોકો દેશી ખાણી-પીણીમા ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. લોકો તેના પરીવારજનો સાથે ખેતરમા જુદા-જુદા દેશી ખાણુ બનાવી તેનો આસ્વાદ માણી રહ્યાં છે.  

 બાબરા પંથકમા ઠંડીનો દોર શરૂ થયો છે. કડકડતી ઠંડીથી લોકો થરથર કંપી ઉઠયાં છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુ એટલે આરોગ્ય બનાવવાની ઋતુ છે. લોકો વહેલી સવારથી શિયાળાની ઠંડીમા વિવિધ કસરતો કરતા નજરે ચડી રહ્યા છે. અને પોતાના સ્વાથ્યને તંદુરસ્ત બનાવવામા લાગી ગયા છે અને શરીરને નિરોગી બનાવી રહ્યા છે. ગામડાઓમા લોકો તાપણુ કરતા જોવા મળી રહ્યા છે.

 બાબરા પંથકની મોટા ભાગની વાડીઓ ખેતરોમા લોકો દેશી ખાણુ આરોગીને ઠંડીમાંથી રાહત અનુભવી રહ્યા છે. લોકો ખેતરોમા બાજરાનો રોટલો અને ઓળો, પંચરત્ન દાળ, મેથીના ભજીયા, પટ્ટી મરચાના ભજીયા વિગેરે બનાવી આરોગી રહ્યા છે. આમ આ પંથકની વાડીઓમા પરીવાર સાથે લોકો કાતીલ ઠંડીમા પણ દેશી ખાણુ આરોગી જમાવટ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં દરેક સીઝન વખતે લોકો અલગ-અલગ ખાણી-પીણીનો શોખ રાખે છે. ત્યારે િશયાળામાં પણ કાઠીયાવાડમાં ઓરો અને રોટલો ફેવરીટ છે અને શિયાળામાં વાડી વિસ્તારમાં મોટા ભાગે આવી વાનગીઓ બનતી રહે છે.

ચાંદગઢમાં હવામાં ફાયરીંગ અંગે વનકર્મી દ્વારા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

  • DivyaBhaskar News Network
  • Dec 24, 2015, 09:14 AM IST
મરેલીતાલુકાના ચાંદગઢ ગામની સીમમાં ગઇરાત્રે સાવજોની રક્ષા માટે પેટ્રોલીંગ કરી રહેલા એક વનકર્મી સામે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે હવામા ફાયરીંગ કર્યાની ઘટના બાદ આજે વનકર્મી દ્વારા પોલીસને લેખિતમાં ફરિયાદ આપવામા આવી હતી. દરમિયાન ફાયરીંગના સ્થળથી થોડે દુર વનવિભાગને શિકાર કરાયેલા સસલાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો પર નજર રાખવા વનકર્મચારીઓને રાત્રે પણ પેટ્રોલીંગ કરવુ પડે છે. અમરેલી તાલુકાના ચાંદગઢ ગામની સીમમાં વનવિભાગના કર્મચારી મેરાભાઇ ભગવાનભાઇ જાપડા ગઇરાત્રે સીમમા પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. ત્યારે બાઇક પર બે અજાણ્યા શખ્સોની શંકાસ્પદ હિલચાલ કરતા નજરે પડતા તેમણે તેના પર બેટરીનો પ્રકાશ ફેંકી પડકાર્યા હતા.

દરમિયાન સંભવત: શિકારના ઉદ્દેશ્યથી આવેલા બંને શખ્સોના હાથમા દેશી બંદુક જેવુ હથિયાર હોય તેનાથી તેણે હવામા ફાયરીગ કરી વનકર્મચારીને ડરાવ્યા હતા. અને બાદમાં બાઇક પર બંને નાસી છુટયા હતા. જે અંગે આજે મેરાભાઇ જાપડાએ અમરેલી તાલુકા પોલીસમા લેખિત ફરિયાદ આપી હતી.

બીજી તરફ વનકર્મચારીઓ દ્વારા રાત્રે શખ્સોની શોધખોળ શરૂ કરાઇ હતી. દરમિયાન આજે ફાયરીંગના સ્થળની નજીકથી એક સસલાનો શિકાર કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઇન્ચાર્જ આરએફઓ આર.એમ.હેરભાએ જણાવ્યું હતુ કે સસલાને સળીયા વડે મોતને ઘાટ ઉતારવામા આવ્યુ હોવાનુ જણાઇ રહ્યું છે. વનતંત્રએ દિશામા પણ તપાસ શરૂ કરી છે.

અવાર-નવાર જંગલ વિસ્તારમાંથી પ્રાણીઓનાં શિકાર થતાં હોય અને મૃતદેહો મળી આવતા હોય આવી પ્રવૃત્તિ અટકાવવા વનપ્રેમીઓમાંથી તંત્ર દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવે એવી માંગ પણ ઉઠાવવામાં આવી છે.

લીલીયા પંથકમાં બે દિવસમાં સિંહે કર્યું ત્રણ પશુઓનું મારણ


  • DivyaBhaskar News Network
  • Dec 18, 2015, 02:45 AM IST
લીલીયાનાબૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી અવાનવાર સાવજો વાડી ખેતરોમાં આવી ચડે છે અને પશુઓનુ મારણ કરે છે. ત્યારે અહી બે દિવસમાં સાવજોએ જુદાજુદા સ્થળોએ ત્રણ પશુઓનુ મારણ કરી મિજબાની માણી હતી. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ પણ દોડી ગયો હતો. સાવજો દ્વારા પશુઓના મારણની ઘટના લીલીયા પંથકમાં બની હતી. અહી લીલીયાથી અમરેલી માર્ગ પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પસો આવેલ મનુપરી બાપુના ખેતરમાં બે સાવજો આવી ચડયા હતા. અહી સાવજોએ એક પાડીનું મારણ કર્યુ હતુ. ઉપરા઼ત સનાળીયા માર્ગ પર આવેલ ફુલજીભાઇ ઝીંઝુંવાડીયાના ખેતરમાં પણ સાવજો આવી ચડયા હતા અહી સાવજોએ એક બળદનું મારણ કરી મિજબાની માણી હતી.

જયારે ધીરૂભાઇ શીંગાળાના ખેતરમાં સાવજોએ એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. કડકડતી ઠંડીમાં સાવજોની ડણકોથી લોકો થથરી ઉઠયાં હતા. મારણની ઘટના અંગે જાણ થતા ફોરેસ્ટર કે.જી.ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. સાવજો અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમા આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે.