- દેશી ભાણું: બાબરા પંથકમાં શીયાળાની ઋતુમાં સીઝનલ વાનગીઓ આરોગતા સીમ વિસ્તારનાં ખેડૂતો
બાબરા: હાલ શિયાળો બરાબર જામ્યો છે. થોડા દિવસોથી બાબરા પંથકમા વધુ ઠંડી પડતી હોય તેવુ લાગી રહ્યુ છે. લોકો પોતાની તંદુરસ્તીને સુધારવામા લાગી ગયા છે. સવારે વહેલા ઉઠી કસરતો કરતા જોવા મળી રહ્યા છે. વાડી ખેતરમા લોકો હવે તાપણા કરતા પણ નજરે ચડી રહ્યા છે. સાથે સાથે આ ઋતુમા લોકો દેશી ખાણી-પીણીમા ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. લોકો તેના પરીવારજનો સાથે ખેતરમા જુદા-જુદા દેશી ખાણુ બનાવી તેનો આસ્વાદ માણી રહ્યાં છે.
બાબરા પંથકમા ઠંડીનો દોર શરૂ થયો છે. કડકડતી ઠંડીથી લોકો થરથર કંપી ઉઠયાં છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુ એટલે આરોગ્ય બનાવવાની ઋતુ છે. લોકો વહેલી સવારથી શિયાળાની ઠંડીમા વિવિધ કસરતો કરતા નજરે ચડી રહ્યા છે. અને પોતાના સ્વાથ્યને તંદુરસ્ત બનાવવામા લાગી ગયા છે અને શરીરને નિરોગી બનાવી રહ્યા છે. ગામડાઓમા લોકો તાપણુ કરતા જોવા મળી રહ્યા છે.
બાબરા પંથકની મોટા ભાગની વાડીઓ ખેતરોમા લોકો દેશી ખાણુ આરોગીને ઠંડીમાંથી રાહત અનુભવી રહ્યા છે. લોકો ખેતરોમા બાજરાનો રોટલો અને ઓળો, પંચરત્ન દાળ, મેથીના ભજીયા, પટ્ટી મરચાના ભજીયા વિગેરે બનાવી આરોગી રહ્યા છે. આમ આ પંથકની વાડીઓમા પરીવાર સાથે લોકો કાતીલ ઠંડીમા પણ દેશી ખાણુ આરોગી જમાવટ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં દરેક સીઝન વખતે લોકો અલગ-અલગ ખાણી-પીણીનો શોખ રાખે છે. ત્યારે િશયાળામાં પણ કાઠીયાવાડમાં ઓરો અને રોટલો ફેવરીટ છે અને શિયાળામાં વાડી વિસ્તારમાં મોટા ભાગે આવી વાનગીઓ બનતી રહે છે.
No comments:
Post a Comment