Dec 29, 2015, 00:48 AM IST
- ઉભરતી પ્રતિભા: પક્ષીઓના અવાજ રેકોર્ડ કરતુ ઉપકરણ પણ વિકસાવ્યું, યંગ નેચરાલીસ્ટ એવોર્ડ મેળવી સન્માન કરાયું
અમરેલી: લીલીયા તાલુકાના સલડી ગામે રહેતો વિરલ જોષી નાનપણથી જ પક્ષી અને પ્રકૃતિ પ્રત્યે ભારે સહાનુભુતી ધરાવે છે. તેણે પક્ષી બચાવો અંગેની જાગૃતિ માટે નાની ઉંમરમા ઘણુ મોટુ કામ કર્યુ છે. પરિવારની આર્થિક સ્થિતી નબળી હોવા છતા પણ તેણે મહેનત અને લગનથી આજે સફળતા મેળવી છે. તેણે અત્યાર સુધીમાં 520 જેટલા પક્ષીઓના અવાજ રેકોર્ડ કરી ભારતભરમાં નામ રોશન કર્યુ છે જે બદલ તેને તાજેતરમાં યંગ નેચરાલીસ્ટ એવોર્ડ-2015થી સન્માન કરાયુ છે.
છતા વિરલે મહેનત અને લગનથી તેણે પોતે જ એક ઇન્સ્ટુમેન્ટ બનાવ્યું અને તે પણ માત્ર 350 રૂપિયામા જે પક્ષીઓના અવાજ રેકાર્ડ કરી શકે. બજારમાં તો આવા ઉપકરણો ખુબ મોંઘા મળે છે. વિરલે હિમાલય, ગોવા તેમજ ગુજરાતમા વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે ખુબ જ મોટુ યોગદાન આપ્યું છે.
તાજેતરમાં તેની આ કામગીરીની નોંધ લઇ મુંબઇ ખાતે યોજાયે ‘ધ સેન્ચુરી વાઇલ્ડ લાઇફ એવોર્ડ 2015’મા ભારતમા સૌથી નાની ઉંમરના 22 વર્ષીય વિરલ અરવિંદભાઇ જોષીને ‘યંગ નેચરાલીસ્ટ એવોર્ડ’ અર્પણ કરી તેને સન્માનિત કરાયો છે.
ભારતમાં અત્યાર સુધીમાં 1200 પક્ષીઓના અવાજ રેકોર્ડ થયા છે
ભારતમા અત્યાર સુધીમાં આશરે 1200 જેટલા બર્ડ કોલ રેકોર્ડ થયા છે જેમાથી 520 જેટલા પક્ષીઓના અવાજ વિરલ જોષીએ રેકોર્ડ કર્યા છે. વિરલ જોષીની પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યેની આવી કામગીરીને સૌ કોઇ બિરદાવી રહ્યાં છે.
No comments:
Post a Comment