- DivyaBhaskar News Network
- Dec 23, 2015, 03:55 AM IST
જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાંથી નર-માદા સિંહની એક જોડી લંડનનાં ઝૂમાં મોકલવાની દરખાસ્ત ઝૂ દ્વારા મૂકવામાં આવ્યાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. બદલામાં સક્કરબાગ ઝૂને ચિત્તાની એક નર-માદા જોડી, ઝીબ્રાની એક નર-માદા જોડી તેમજ 3 આફ્રિકન લેમુર નામનાં પ્રાણીઓ મળશે. પ્રક્રિયા એનિમલ એક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ હાથ ધરાશે. જોકે, માટેની દરખાસ્ત હજુ મૂકવામાં આવી છે. જે કેન્દ્રિય ઝૂ ઓથોરિટીની લીલી ઝંડી મળ્યા બાદ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, સક્કરબાગ ઝૂમાંથી એશિયાટિક સિંહો દુનિયાભરનાં ઝૂમાં મોકલવામાં આવે છે. અને બદલામાં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ અહીં લાવવામાં આવે છે. અહીં તેનું બ્રિડીંગ પણ કરાતું હોય છે. હાલ ઝૂ દેશનાં સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયો પૈકીનું એક છે.
વર્ષો પહેલાં સીંગાપોરથી ચિત્તા લવાયા હતા
સક્કરબાગ ઝૂમાં વર્ષો પહેલાં સીંગાપુરનાં ઝૂમાંથી નર-માદા ચિત્તાની બે જોડી લાવવામાં આવી હતી. અને તેના બદલામાં 3 સિંહો સીંગાપુર મોકલાયા હતા. બાદમાં જોકે, એક ચિત્તાનું મોત થયું હતું. વખતે ચિત્તાને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોનાં દર્શનાર્થે ખુલ્લા મૂક્યા હતા.
No comments:
Post a Comment