Thursday, December 31, 2015

લીલીયા પંથકમાં બે દિવસમાં સિંહે કર્યું ત્રણ પશુઓનું મારણ


  • DivyaBhaskar News Network
  • Dec 18, 2015, 02:45 AM IST
લીલીયાનાબૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી અવાનવાર સાવજો વાડી ખેતરોમાં આવી ચડે છે અને પશુઓનુ મારણ કરે છે. ત્યારે અહી બે દિવસમાં સાવજોએ જુદાજુદા સ્થળોએ ત્રણ પશુઓનુ મારણ કરી મિજબાની માણી હતી. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ પણ દોડી ગયો હતો. સાવજો દ્વારા પશુઓના મારણની ઘટના લીલીયા પંથકમાં બની હતી. અહી લીલીયાથી અમરેલી માર્ગ પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પસો આવેલ મનુપરી બાપુના ખેતરમાં બે સાવજો આવી ચડયા હતા. અહી સાવજોએ એક પાડીનું મારણ કર્યુ હતુ. ઉપરા઼ત સનાળીયા માર્ગ પર આવેલ ફુલજીભાઇ ઝીંઝુંવાડીયાના ખેતરમાં પણ સાવજો આવી ચડયા હતા અહી સાવજોએ એક બળદનું મારણ કરી મિજબાની માણી હતી.

જયારે ધીરૂભાઇ શીંગાળાના ખેતરમાં સાવજોએ એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. કડકડતી ઠંડીમાં સાવજોની ડણકોથી લોકો થથરી ઉઠયાં હતા. મારણની ઘટના અંગે જાણ થતા ફોરેસ્ટર કે.જી.ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. સાવજો અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમા આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે.

No comments: