Friday, July 31, 2015

મંડલીકપુરમાં દીપડાને વનતંત્રએ 50 ફૂટ ઉંડા કુવામાંથી બહાર કાઢ્યો

DivyaBhaskar News Network
Jul 29, 2015, 08:55 AM IST

જૂનાગઢજિલ્લાનાં બીલખા નજીક મંડલીકપુર ગામે એક ખેતરનાં કુવામાં દીપડો પડ્યાની જાણ વાલી માલિકને થતાં તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કર્યા બાદ કલાકનાં રેસ્કયુ ઓપરેશન બાદ હેમખેમ બહાર કાઢવામાં આવ્યા બાદ મોડી રાત્રીનાં તે દીપડાને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો.

બીલખા નજીક મંડલીકપુર ગામનાં ખેડૂત રવજીભાઇ ઠાકરશીભાઇ ઉમરેટીયા ગઇકાલે આખો દિવસ વરસાદ હોવાથી ખેતરે ગયેલ હતા. સાંજે 6 વાગ્યા આસપાસ વરસાદ ઓછો થતાં તે ખેતરે આટો મારવા ગયેલ ત્યારે ખેતરમાં આવેલ કુવામાં કેટલું પાણી આવેલ છે તે જોવા નજર કરી તો તેના દિકરાને જાણ કર્યા બાદ ગામનાં સરપંચ રમેશભાઇ કોટડીયાને જાણ કરેલ.

સરપંચે વન વિભાગને જાણ કરતા એક કર્મચારી ત્યા આવી ગયેલ અને દીપડાની પરિસ્થિતી જોતાં કુવામાં તાત્કાલિક એક ખાટલો દોરીથી બાંધીને કુવામાં ઉતારીને દીપડાને સુરક્ષિત કર્યા બાદ અધિકારીને જાણ કરેલ. જેથી આરએફઓ એ.પી.ટીલાળા, ફો.ગા. પી.એલ.કોડીયાતર સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયેલ અને રેસ્કયુ ટીમને બોલાવવામાં આવેલ.

રેસ્કયુ ટીમે જાડા દોરડાનો ગાળીયો બનાવીને કુવામાં નાંખીને દીપડાને તેમાં બાંધીને બહાર ખેંચીને પાંજરે પુરવામાં આવ્યો હતો. દિલધડક રેસ્કયુ ઓપરેશન કલાકે સુરક્ષિત પાર પાડવામાં આવેલ. દીપડાને બહાર કાઢી ડોકટર દ્વારા તપાસતા તે ચાર વર્ષનો નર દીપડો અને કોઇ ઇજા જણાતા તેમને મોડી રાત્રીનાં જંગલ વિસ્તરમાં સુરક્ષિત રીતે છોડી મુકવામાં આવ્યો હતો.

તોતીંગ વૃક્ષો કાપીને હટાવવા માટે જરૂરી મશીનનો અભાવ

તોતીંગ વૃક્ષો કાપીને હટાવવા માટે જરૂરી મશીનનો અભાવ
DivyaBhaskar News Network
Jul 28, 2015, 06:50 AM IST

જૂનાગઢશહેરમાં મુખ્ય માર્ગો ઉપર તોતીંગ વૃક્ષો મોત બનીને જળુબી રહ્યા છે. શહેરમાં રવિવારની રાત્રીનાં પવન સાથે વરસાદ પડતા 6 સ્થળે વૃક્ષ પડવાની ઘટના બની હતી. જેમાં સરદાર બાગ રોડ ઉપર બપોરનાં તોતીંગ વૃક્ષ પડતા બન્ને બાજૂ રસ્તો બંધ થઇ ગયો હતો. બે કલાક કરતા વધુ સમય રસ્તો બંધ રહ્યો હતો.તેમજ વૃક્ષ પડવાથી સ્ટ્રીટ લાઇટનો એક પોલ પણ પડી ગયો હતો.જેના કારણે વાહનનો ડાઇવડ કરવામાં આવ્યા હતા.મનપાનાં તંત્ર પાસે તોતીંગ વૃક્ષો કાપીને હટાવવા માટે જરૂરી મશીનનો અભાવ છે. પરિણામે કઠિયારાઓની મદદ લેવી પડી રહી છે. આજે શહેરમાં મધુરમ ટીંબાવાડી, રાજીવબાગ શેરી નંબર 5,ઉનેવાળ બ્રાહ્મણની વાડી પાસે, ઝાંઝરડા ચોકડી થી ખલીલ પુર બાયપાસ અને સરદર બાગ,ઇવનગર રોડ ઉપર વૃક્ષ પડ્યા હતા. વૃક્ષોને હટાવાની કામગીરીને લઇને તંત્ર નિ:સહાય બની ગયુ છે.

સરદાર બાગે તોતીંગ વૃક્ષ ધરાશયી થતાં રસ્તો સંપૂર્ણ બંધ થઇ ગયો હતો. નાના વાહનોને બહુમાળી ભવનમાંથી ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે એસટી બસને જયશ્રીરોડ ઉપર થઇ કોલેજ રોડ થઇ મોતીબાગ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. કોર્પોરેશન પાસે ઝડપથી વૃક્ષોનું કટીંગ કરી દૂર કરી શકાય તેવા સાધનો હોય દસથી બાર માણસોને કવાડા લઇ કામે લગાડ્યા હતા. તેમજ એક જીસીબી પણ મુકી દેવામાં આવ્યું હતું. ભારે જહેમતનાં અંતે બે કલાકે તોતીંગ વૃક્ષ રસ્તા પરથી દૂર થયું હતું. અને વાહન વ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂ થયો હતો.

કુદરતી આપત્તી વખતે તંત્ર હંમેશા વામણું પુરવાર થાય છે. આજે પણ વૃક્ષ ધરાશયની ઘટના વખતે તેનું પુનરાવર્તન થયું હતું. }મિલાપ અગ્રાવત

ફાયર વિભાગ પાસે બે કટર

મનપાફાયર પાસે વૃક્ષ કપવા માટે બે કટર છે. હાલ તેમાથી એક કટર તો બંધ હાલતમાં પડ્યુ છે. પરીણામે વૃક્ષ પડવાની ઘટનામાં ફરજીયા કવાડા ચલાવવા પડી રહ્યા છે.

ભવનાથરોડ ઉપર વૃક્ષ પડ્યા

ભવાનાથરોડ ઉપર ઝાડ પડ્યા હતા.જે આરસીસીની દિવાલમાં લટકતા રહ્યા હતા. ખોદકામનાં કારણે 3 વૃક્ષ ધરાશાય થયા હતા.

નવા સાધનોની ખરીદી માટે દરખાસ્ત કરાઇ છે : ના.કમિશ્નર

મનપાનાંનાયબ કમિશ્નર પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, જૂનાગઢ શહેરમાં ધરાશાય વૃક્ષોને વહેલી તેક દરુ કરી શકાય તે માટે દરખાસ્ત મુકી છે. સરકારમાંથી દરખાસ્ત મંજૂર થયા બાદ ખરીદી કરવામાં આવશે.

સરદારબાગ પાસે હજુ અનેક વૃક્ષો મોત બની ઝળુંબી રહ્યા

દરવર્ષે સરદાર બાગ પાસે વૃક્ષ પડવાની ઘટના બનતી રહે છે. આજે સરદાર બાગ પાસે વૃક્ષ પડતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. સરદાર બાગ રોડ ઉપર હજૂ અનેક વૃક્ષો મોત બનીને ઉભા છે. મોટા વૃક્ષોની વિશાળ ડાળીઓ કાપી નાખવામાં આવે તો પણ પડવાનુ જોખમ ઘટી જાય છે.

મનપાઅે કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો

મહાનગરપાલીકાએ રાઉન્ડ કલોક કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. ફોન નંબર 0285-2655220 અને ટોલ ફ્રિ નંબર 1800 2333 171 ઉપર લાઇટ, પાણી, રસ્તા,ગટર, વૃક્ષો પડી જવા, વરસાદી પાણી ભરવા સહિતની ફરીયાદ કરી શકાશે.તેમજ કન્ટ્રોલ રૂમમાં જરૂરી સાધન સામગ્રીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત કરવામાં આવ્યો છે.

જૂનાગઢમાં 6 સ્થળે વૃક્ષ ધરાશાયી : મનપા તંત્ર નિ:સહાય

ઊના-તુલસીશ્યામ રોડ પર બસ અકસ્માત થતા અટક્યો, મુસાફરોને સામાન્ય ઈજા

ઊના-તુલસીશ્યામ રોડ પર બસ અકસ્માત થતા અટક્યો, મુસાફરોને સામાન્ય ઈજા
Bhaskar News, Junagadh
Jul 29, 2015, 02:13 AM IST
 
બસ ચાલકે કાબુ ગુમાવતા બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ
- ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
 
ઊના: ઊના નજીક તુલસીશ્યામ રોડ પર જાણે કે છેલ્લા થોડા દિવસથી અકસ્માતની હારમાળાઓ સર્જાય હોય તેમ અકસ્માતની ઘટના બનતા તંત્ર પણ જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેમ આ રોડ પર નથી બમ્પર બનાવતા કે નથી રસ્તાની ગોળાઇ પર ભયજનક વળાંક લખેલ બોર્ડ મુકતા ન હોવાથી અકસ્માતની ઘટનામાં માનવ જીંદગી હોમાય પણ છે. ત્યારે આજે સલામત સવારી એસટી અમારીનું સુત્ર સાર્થક થતુ ન હોય તેમ તાલુકાનાં વાજડી ગામે પાસે ધોકડવાથી ઊના તરફ આવતી ગારીયાધર ઊના રૂટની એસટી બસ વાજડી ગામ પાસે આ બસનાં ચાલકે પૂરપાટ ઝડપે બસ ચાલવતો હોય અને અચાનક એસટી બસ વાજડી ગામ પાસે પહોંચતા બસનાં ચાલકે બસ પરનો કાબુ ગુમાવતા બસ રોડ પરથી ઉતરી ગયેલ અને બસમાં મુસાફરી કરી રહેલા આઠથી દસ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
 
ત્યારે છેલ્લા 10 દિવસમાં અકસ્માતની હારમાળા સર્જાયેલ જેમાં બે માનવ જીંદગી હોમાઇ ગયેલ હોય ત્યારે હવે તંત્ર આળસ ખંખેરી તાકીદે આ રોડ પર ભયજનક સુચનાનાં બોર્ડ અને બમ્પર બનાવે તેવી માંગણી ઉઠી છે. ઉલ્લેખનીય એ છે કે આ રોડ પર સ્પીડબ્રેકર મુકવામાં આવેલ, સાઇન બોર્ડ મુકેલ ન હોય જેથી અનેક વખત અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે વ્હેલીતકે તંત્ર દ્વારા સ્પીડબ્રેકર અને બોર્ડ મુકવામાં આવે એવી માંગ ઉઠી છે.

જૂનાગઢમાં ઉભા પાકમાં વન્ય પ્રાણીની રંજાડ : ખેડૂતોમાં રોષ

DivyaBhaskar News Network
Jul 28, 2015, 06:50 AM IST
જૂનાગઢમાંમેઘજાણે મોહિત થયો હોય તેમ સમગ્ર જિલ્લામાં વાવણી લાયક મેઘમહેર થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ એકમાસ પહેલા વરસાદનાં પ્રથમ રાઉન્ડમાં જેમણે વાવણી કરી હતી. તેમનો પણ પાક ઉગી નિકળવા માંડ્યો છે. અને જાણે ધરતીએ લીલી ચાદર પહેરી હોય તેવા દ્રશ્યો ઠેર-ઠેર થવા માંડ્યા છે. આવી પરિસ્થિતીમાં પણ મુશ્કેલી તો જાણે ધરતીપુત્રોનો પીછો છોડતી હોય તેમ લાગે છે. ખેતરમાં પાક ઉગી નિકળ્યા બાદ હવે નીલગાય (રોઝ), જંગલી ભૂડ તથા વન્ય જીવોએ ત્રાસ ફેલાવ્યો છે. સરકારે ગ્રાન્ટનાં અભાવે ખેતર ફરતે વાડ બાંધવાની સહાય ફાળવતા ધરતીપુત્રો મુઝવણમાં મુકાયા છે. જંગલી જાનવરો આવી કુમળા પાક પર ચાલીને રંજાળ ફેલાવે છે. આથી ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવું પડે છે. મુશ્કેલીને માટે કોઇક અંશે સરકાર પણ જવાબદાર છે. ખેડૂતો પાસેથી વાડ બાંધવા સહાય માટે અરજીઓ મંગાવી હોવા છતાં ગ્રાન્ટ પાસ થવાને કારણે ખેડૂતોને સમયસર સહાય મળતા કલેકટર કચેરીએ જઇ લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. અને ઝડપથી સહાય મંજૂર કરવા રજૂઆત કરી હતી. અંગે ખેડૂત હિત રક્ષક સમિતીનાં કન્વીનર અતુલ શેખડાએ જણાવ્યું હતુ કે ખેડૂતોની ગ્રાન્ટ ઝડપથી મંજૂર કરાય અને સહાય સમયસર અપાય તેમજ જ્યાં સુધી ગ્રાન્ટ પાસ થાય ત્યાં સુધી ખેડૂતોને પોતાના ખર્ચે વાડબાંધની મંજૂરી આપી તથા બાદમાં સહાય આપવી તેવી કલેકટર સમક્ષ માંગ કરી હતી.

શહેરમાં 66માં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું

DivyaBhaskar News Network
Jul 28, 2015, 06:50 AM IST
 
જૂનાગઢજિલ્લામાં 66માં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન 30 જુલાઇનાં કરવામાં આવ્યું છે. જેમાં નવી આરટીઓ કચેરીએ સવારે સાડા નવ વાગ્યે અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહી વૃક્ષોને વાવશે તેમ સામાજિક વનીકરણ વિભાગનાં નાયબ વન સંરક્ષક અધિકારીએ જણાવ્યું છે.

જિલ્લામાં સામાજિક વનિકરણ વિભાગ દ્વારા 66મો વન મહોત્સવ કાર્યક્રમ તા.30નાં રોજ સવારે 9:30 વાગ્યે નવી આરટીઓ કચેરીમાં ઉજવવામાં આવશે. જેમાં રાજ્યનાં સામાજિક ન્યાય અને અધિકારીતા અનુસુચિત જાતી કલ્યાણ ગુજરાત રાજ્ય સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકીની ઉપસ્થિતીમાં યોજાશે.આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં પ્રમુખ શાંતાબેન ખટારીયા, ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, અરવિંદભાઇ લાડાણી, બાબુભાઇ વાજા, હર્ષદભાઇ રીબડીયા, મેયર જીતુભાઇ હિરપરા, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.સી. શ્રીવાસ્તવ અને કલેકટર આલોકકુમાર ઉપસ્થિત રહેશે. તેમ સામાજિક વનીકરણ વિભાગનાં નાયબ વન સંરક્ષક ડી.આઇ.ઠક્કરે જણાવ્યું છે.

જૂનાગઢ: ગિરનારમાં વહ્યા ઝરણા, વનરાઇઓ ખીલી ઉઠી, તસવીરો.


જૂનાગઢ: ગિરનારમાં વહ્યા ઝરણા, વનરાઇઓ ખીલી ઉઠી, તસવીરો
Sarman Ram, Junagadh
Jul 27, 2015, 18:12 PM IST
 
જૂનાગઢ: જૂનાગઢમાં ગત રાત્રીનાં પડેલા ભારે વરસાદનાં પગલે નદી નાળામાં પાણી આવ્યા છે. તેમજ ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદનાં
પગલે જંગલમાં ઝરણા વહેવા લાગ્યા હતા. તેમજ ગિરનાર જંગલની અંદર આવેલા ચેકડેમ વગેરે પણ ઓવરફ્લો થઇ ગયા છે. વરસાદનાં પગલે વનરાઇ ખીલી ઉઠી છે. વન્ય પ્રાણીઓને પીવાનાં પાણીની સમસ્યા પુર્ણ થઇ ગઇ છે.
 
જૂનાગઢ શહેરમાં બે દિવસથી વરસાદી માહોલ બન્યો છે. પરંતુ આજે જૂનાગઢ બે ભાગમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢનાં ભવનાથ થી મોતીબાગ સુધી વરસાદ પડ્યો હતો. જયારે ટીંબાવાડી બાયપાસ , મધુરમ વિસ્તારમાં માત્ર મોડી સાંજના છાંટા પડ્યા હતા. 
 
જૂનાગઢમાં વાતાવરણમાં પરિવર્તન આવતા વરસાદ પડવાની શરૂઆત થઇ છે. સોમવારથી જૂનાગઢમાં વરસાદ પડવાનુ શરૂ થયુ છે. પરંતુ જૂનાગઢ શહેરમાં નોંધનીય વરસાદ પડતો નથી. છેલ્લા બે દિવસથી માત્ર વરસાદી ઝાંપટા પડી રહ્યા છે.આજે પણ જૂનાગઢમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં સવારનાં ભારે ઉકળાટ હતો. બપોરનાં 12 વાગ્યે થી વરસાદ પડવાનું શરૂ થયો હતો. ભવનાથ થી લઇની મોતીબાગ સુધી વરસાદ પડ્યો હતો. મોતીબાગથી આગળ ટીંબાવાડી, મધુરમ વિસ્તારમાં એક પણ છાંટો પડ્યો હતો. બાદ દિવસભર વરસાદી ઝાપટા પડતા રહ્યા હતા. જૂનાગઢનાં અડધા વિસ્તારમાં સારો વરસાદ પડયો હતો. અને ટીંબાવાડી, મધુરમ વિસ્તારમાં મોડી સાંજનાં માત્ર છાંટા પડ્યા હતા. અડધા વિસ્તારમાં પડેલા વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વરસાદનાં પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આગામી દિવસમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જૂનાગઢમાં 2 મીમી વરસાદ પડયો હતો. મોડી રાત્રીનાં પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. 
 
આગળ ક્લિક કરો અને જુઓ આહલાદક તસવીરો...
 
તમામ તસવીરો: સરમણ રામ, જૂનાગઢ

ટીલીયો સિંહ વન વિભાગને વર્ષે 1 લાખ રળી આપતો.

ટીલીયો સિંહ વન વિભાગને વર્ષે 1 લાખ રળી આપતો
Vipul Lalani, Visavadar
Jul 27, 2015, 03:02 AM IST
 
- 1964 માં ટપાલ વિભાગે તેની તસ્વીરવાળી ટીકીટ પણ બહાર પાડેલી

વિસાવદર : ગીરનાં સિંહોનો ઇતિહાસ રહ્યો છે અને આજે પણ છે અને અહિના સિંહોએ દેશ-વિદેશમાં પણ એક ખ્યાતનામ વ્યક્તિ જેવી પ્રતિષ્ઠા મેળવી છે. ત્યારે 1960 થી 1965 વચ્ચે ગીરનાં જંગલમાં વસતો ટીલીયા નામનો સિંહ વન વિભાગને વર્ષે 1 લાખથી વધુની કમાણી કરી આપતો અને ડાક વિભાગે 1964 માં તેની તસ્વીરવાળી ટીકીટો પણ બહાર પાડેલી હતી.

ટીલીયા સિંહનાં ઇતિહાસની વાત કરીએ તો 1960 થી 1965 ની સાલમાં સાસણનાં ગીર જંગલમાં રહેતો હતો આ સિંહમાં કહેવાઇ છે તેમ રામ જેવી જ છટા હતી તેનો રૂવાબ તેની મર્યાદા અને તેનો સ્વભાવ એટલો તો પ્રચલિત થયો હતો કે દેશ-વિદેશનાં સહેલાણીઓ ખાસ ટીલીયાને જોવા સાસણ આવતા હતા. તેની પ્રતિષ્ઠાને જોઇ ડાક વિભાગે પણ 1964 માં તેની તસ્વીરવાળી ટીકીટ બહાર પાડીને રાષ્ટ્રીય સન્માન અપાવ્યું હતું. તેની માતાનું નામ ગંગા હતુ અને તે તેના પરિવાર સાથે દેવાડુંગરમાં વસવાટ કરતો હતો જો કે સિંહ પરનાં સંશોધન માટે આવેલા પોલ જોસલીન એ ટીલીયા અને તે સમયનાં ત્યાનાં ચારણ જીણાભાઇ સાથેની મિત્રતા જોઇ દંગ રહી ગયા હતા.
 
ટીલીયો યુવાન થતા તેને સમજુ નામની સિંહણ સાથે સવનન કરતા તેને ત્રણ સિંહ બાળ જન્મયા જેના નામ હતા ગોવિંદા, ઉભરો અને ભિલ્યો જેમ એક વ્યક્તિને તેની પત્ની પ્રત્યે પ્રેમ હોય તેવો પ્રેમ ટીલીયાને સમજુ માટે હતો અને તેના નિધન બાદ ટીલીયા સિંહે તે વિસ્તાર જ છોડી દીધો હતો અને તે ઉદાસ રહેવા લગ્યો હતો. આમ આ સિંહમાં એક રાજાનો રૂવાબ તેની મર્યાદા અને તેના કિસ્સાને કારણે તે સમયનાં ટૂંકાગાળામાં ભારે પ્રચલિત થઇ ગયો હતો અને વન્ય વિભાગે 1964માં વન્ય જીવન સપ્તાહ ઉજવ્યુ ત્યારે તેની ખાસી એવી લોક પ્રિયતા હતી.
 
જ્યારે તે 85 માર્ચ 1965 માં તેનું અચાનક અવસાન થતાં તેનાં મૃત્યુનાં સમાચારે આખા ગીર સાસણ સહિત દેશ-વિદેશનાં તેના ચાહકોને પણ ઉદાસ કરી દીધા હતા અને તેની મૃત્યુનાં સમાચાર આકાશવાણીથી લઇ દરેક ભાષાનાં સમાચાર પત્રોએ પ્રસિદ્ધ કર્યા હતા. આમ એક રાજા જેવો જ ઇતિહાસ ધરાવતો ટીલીયા નામનો સિંહ એક દંતકથાની સાથે એક રોમાંચક જીંદગી જીવી ગયો જેની યાદ આજે પણ આ પથંકમાં વસ્તા લોકોનાં માનસ પટ્ટ પર તાજી છે. અને આજે પણ તેને યાદ કરી રહયાં છે.
 
તેના નામના દુહા પણ લખાણા

તેના દુહા કંઇક આવા લખાયા હતા
ખાવા દોડે ખોરડુ, ઘરમાં અંધારૂ ઘોર
ઉજડ લાગે આંગણુ, નારી વિનાનું નાહોર
માતલ પાડને મારણ કરતી, બચલાને ખવડાવતી માલ
એવી નોરાળી નાર, સાવજ કે સાંપલશે નહીં

ટીલીયો નામ શા માટે પડ્યું

સિંહનાં સવનન કાળ દરમિયાન અન્ય યુવાન સિંહ સાથે લડાઇ થતુ હોય છે આવી અંદરો અંદરની લડાઇમાં આ યુવા સિંહ માથાનાં ભાગે ગંભીર રીતે ઘવાયો હતો જો કે, સમય સાથે ઘા તો રૂજાઇ ગયો પણ પડી ગયેલા ઘા નાં નિશાને તેને ટીલીયો નામ આપ્યુ જો કે, તેને તિલક મહારાજ તરીકે પણ લોકો બોલાવતા હતા.