Friday, July 31, 2015

ઊના-તુલસીશ્યામ રોડ પર બસ અકસ્માત થતા અટક્યો, મુસાફરોને સામાન્ય ઈજા

ઊના-તુલસીશ્યામ રોડ પર બસ અકસ્માત થતા અટક્યો, મુસાફરોને સામાન્ય ઈજા
Bhaskar News, Junagadh
Jul 29, 2015, 02:13 AM IST
 
બસ ચાલકે કાબુ ગુમાવતા બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ
- ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
 
ઊના: ઊના નજીક તુલસીશ્યામ રોડ પર જાણે કે છેલ્લા થોડા દિવસથી અકસ્માતની હારમાળાઓ સર્જાય હોય તેમ અકસ્માતની ઘટના બનતા તંત્ર પણ જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેમ આ રોડ પર નથી બમ્પર બનાવતા કે નથી રસ્તાની ગોળાઇ પર ભયજનક વળાંક લખેલ બોર્ડ મુકતા ન હોવાથી અકસ્માતની ઘટનામાં માનવ જીંદગી હોમાય પણ છે. ત્યારે આજે સલામત સવારી એસટી અમારીનું સુત્ર સાર્થક થતુ ન હોય તેમ તાલુકાનાં વાજડી ગામે પાસે ધોકડવાથી ઊના તરફ આવતી ગારીયાધર ઊના રૂટની એસટી બસ વાજડી ગામ પાસે આ બસનાં ચાલકે પૂરપાટ ઝડપે બસ ચાલવતો હોય અને અચાનક એસટી બસ વાજડી ગામ પાસે પહોંચતા બસનાં ચાલકે બસ પરનો કાબુ ગુમાવતા બસ રોડ પરથી ઉતરી ગયેલ અને બસમાં મુસાફરી કરી રહેલા આઠથી દસ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
 
ત્યારે છેલ્લા 10 દિવસમાં અકસ્માતની હારમાળા સર્જાયેલ જેમાં બે માનવ જીંદગી હોમાઇ ગયેલ હોય ત્યારે હવે તંત્ર આળસ ખંખેરી તાકીદે આ રોડ પર ભયજનક સુચનાનાં બોર્ડ અને બમ્પર બનાવે તેવી માંગણી ઉઠી છે. ઉલ્લેખનીય એ છે કે આ રોડ પર સ્પીડબ્રેકર મુકવામાં આવેલ, સાઇન બોર્ડ મુકેલ ન હોય જેથી અનેક વખત અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે વ્હેલીતકે તંત્ર દ્વારા સ્પીડબ્રેકર અને બોર્ડ મુકવામાં આવે એવી માંગ ઉઠી છે.

No comments: