DivyaBhaskar News Network
Jul 28, 2015, 06:50 AM IST
Jul 28, 2015, 06:50 AM IST
જૂનાગઢશહેરમાં મુખ્ય માર્ગો ઉપર તોતીંગ વૃક્ષો મોત બનીને જળુબી રહ્યા છે. શહેરમાં રવિવારની રાત્રીનાં પવન સાથે વરસાદ પડતા 6 સ્થળે વૃક્ષ પડવાની ઘટના બની હતી. જેમાં સરદાર બાગ રોડ ઉપર બપોરનાં તોતીંગ વૃક્ષ પડતા બન્ને બાજૂ રસ્તો બંધ થઇ ગયો હતો. બે કલાક કરતા વધુ સમય રસ્તો બંધ રહ્યો હતો.તેમજ વૃક્ષ પડવાથી સ્ટ્રીટ લાઇટનો એક પોલ પણ પડી ગયો હતો.જેના કારણે વાહનનો ડાઇવડ કરવામાં આવ્યા હતા.મનપાનાં તંત્ર પાસે તોતીંગ વૃક્ષો કાપીને હટાવવા માટે જરૂરી મશીનનો અભાવ છે. પરિણામે કઠિયારાઓની મદદ લેવી પડી રહી છે. આજે શહેરમાં મધુરમ ટીંબાવાડી, રાજીવબાગ શેરી નંબર 5,ઉનેવાળ બ્રાહ્મણની વાડી પાસે, ઝાંઝરડા ચોકડી થી ખલીલ પુર બાયપાસ અને સરદર બાગ,ઇવનગર રોડ ઉપર વૃક્ષ પડ્યા હતા. વૃક્ષોને હટાવાની કામગીરીને લઇને તંત્ર નિ:સહાય બની ગયુ છે.
સરદાર બાગે તોતીંગ વૃક્ષ ધરાશયી થતાં રસ્તો સંપૂર્ણ બંધ થઇ ગયો હતો. નાના વાહનોને બહુમાળી ભવનમાંથી ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે એસટી બસને જયશ્રીરોડ ઉપર થઇ કોલેજ રોડ થઇ મોતીબાગ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. કોર્પોરેશન પાસે ઝડપથી વૃક્ષોનું કટીંગ કરી દૂર કરી શકાય તેવા સાધનો હોય દસથી બાર માણસોને કવાડા લઇ કામે લગાડ્યા હતા. તેમજ એક જીસીબી પણ મુકી દેવામાં આવ્યું હતું. ભારે જહેમતનાં અંતે બે કલાકે તોતીંગ વૃક્ષ રસ્તા પરથી દૂર થયું હતું. અને વાહન વ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂ થયો હતો.
કુદરતી આપત્તી વખતે તંત્ર હંમેશા વામણું પુરવાર થાય છે. આજે પણ વૃક્ષ ધરાશયની ઘટના વખતે તેનું પુનરાવર્તન થયું હતું. }મિલાપ અગ્રાવત
ફાયર વિભાગ પાસે બે કટર
મનપાફાયર પાસે વૃક્ષ કપવા માટે બે કટર છે. હાલ તેમાથી એક કટર તો બંધ હાલતમાં પડ્યુ છે. પરીણામે વૃક્ષ પડવાની ઘટનામાં ફરજીયા કવાડા ચલાવવા પડી રહ્યા છે.
ભવનાથરોડ ઉપર વૃક્ષ પડ્યા
ભવાનાથરોડ ઉપર ઝાડ પડ્યા હતા.જે આરસીસીની દિવાલમાં લટકતા રહ્યા હતા. ખોદકામનાં કારણે 3 વૃક્ષ ધરાશાય થયા હતા.
નવા સાધનોની ખરીદી માટે દરખાસ્ત કરાઇ છે : ના.કમિશ્નર
મનપાનાંનાયબ કમિશ્નર પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, જૂનાગઢ શહેરમાં ધરાશાય વૃક્ષોને વહેલી તેક દરુ કરી શકાય તે માટે દરખાસ્ત મુકી છે. સરકારમાંથી દરખાસ્ત મંજૂર થયા બાદ ખરીદી કરવામાં આવશે.
સરદારબાગ પાસે હજુ અનેક વૃક્ષો મોત બની ઝળુંબી રહ્યા
દરવર્ષે સરદાર બાગ પાસે વૃક્ષ પડવાની ઘટના બનતી રહે છે. આજે સરદાર બાગ પાસે વૃક્ષ પડતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. સરદાર બાગ રોડ ઉપર હજૂ અનેક વૃક્ષો મોત બનીને ઉભા છે. મોટા વૃક્ષોની વિશાળ ડાળીઓ કાપી નાખવામાં આવે તો પણ પડવાનુ જોખમ ઘટી જાય છે.
મનપાઅે કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો
મહાનગરપાલીકાએ રાઉન્ડ કલોક કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. ફોન નંબર 0285-2655220 અને ટોલ ફ્રિ નંબર 1800 2333 171 ઉપર લાઇટ, પાણી, રસ્તા,ગટર, વૃક્ષો પડી જવા, વરસાદી પાણી ભરવા સહિતની ફરીયાદ કરી શકાશે.તેમજ કન્ટ્રોલ રૂમમાં જરૂરી સાધન સામગ્રીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત કરવામાં આવ્યો છે.
જૂનાગઢમાં 6 સ્થળે વૃક્ષ ધરાશાયી : મનપા તંત્ર નિ:સહાય
No comments:
Post a Comment