Friday, July 31, 2015

શહેરમાં 66માં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું

DivyaBhaskar News Network
Jul 28, 2015, 06:50 AM IST
 
જૂનાગઢજિલ્લામાં 66માં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન 30 જુલાઇનાં કરવામાં આવ્યું છે. જેમાં નવી આરટીઓ કચેરીએ સવારે સાડા નવ વાગ્યે અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહી વૃક્ષોને વાવશે તેમ સામાજિક વનીકરણ વિભાગનાં નાયબ વન સંરક્ષક અધિકારીએ જણાવ્યું છે.

જિલ્લામાં સામાજિક વનિકરણ વિભાગ દ્વારા 66મો વન મહોત્સવ કાર્યક્રમ તા.30નાં રોજ સવારે 9:30 વાગ્યે નવી આરટીઓ કચેરીમાં ઉજવવામાં આવશે. જેમાં રાજ્યનાં સામાજિક ન્યાય અને અધિકારીતા અનુસુચિત જાતી કલ્યાણ ગુજરાત રાજ્ય સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકીની ઉપસ્થિતીમાં યોજાશે.આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં પ્રમુખ શાંતાબેન ખટારીયા, ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, અરવિંદભાઇ લાડાણી, બાબુભાઇ વાજા, હર્ષદભાઇ રીબડીયા, મેયર જીતુભાઇ હિરપરા, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.સી. શ્રીવાસ્તવ અને કલેકટર આલોકકુમાર ઉપસ્થિત રહેશે. તેમ સામાજિક વનીકરણ વિભાગનાં નાયબ વન સંરક્ષક ડી.આઇ.ઠક્કરે જણાવ્યું છે.

No comments: