DivyaBhaskar News Network
Jul 28, 2015, 06:50 AM IST
જૂનાગઢમાંમેઘજાણે
મોહિત થયો હોય તેમ સમગ્ર જિલ્લામાં વાવણી લાયક મેઘમહેર થતા ખેડૂતોએ રાહતનો
શ્વાસ લીધો હતો. તેમજ એકમાસ પહેલા વરસાદનાં પ્રથમ રાઉન્ડમાં જેમણે વાવણી
કરી હતી. તેમનો પણ પાક ઉગી નિકળવા માંડ્યો છે. અને જાણે ધરતીએ લીલી ચાદર
પહેરી હોય તેવા દ્રશ્યો ઠેર-ઠેર થવા માંડ્યા છે. આવી પરિસ્થિતીમાં પણ
મુશ્કેલી તો જાણે ધરતીપુત્રોનો પીછો છોડતી હોય તેમ લાગે છે. ખેતરમાં પાક
ઉગી નિકળ્યા બાદ હવે નીલગાય (રોઝ), જંગલી ભૂડ તથા વન્ય જીવોએ ત્રાસ
ફેલાવ્યો છે. સરકારે ગ્રાન્ટનાં અભાવે ખેતર ફરતે વાડ બાંધવાની સહાય ફાળવતા
ધરતીપુત્રો મુઝવણમાં મુકાયા છે. જંગલી જાનવરો આવી કુમળા પાક પર ચાલીને
રંજાળ ફેલાવે છે. આથી ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવું પડે છે.
મુશ્કેલીને માટે કોઇક અંશે સરકાર પણ જવાબદાર છે. ખેડૂતો પાસેથી વાડ બાંધવા
સહાય માટે અરજીઓ મંગાવી હોવા છતાં ગ્રાન્ટ પાસ થવાને કારણે ખેડૂતોને સમયસર
સહાય મળતા કલેકટર કચેરીએ જઇ લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. અને ઝડપથી
સહાય મંજૂર કરવા રજૂઆત કરી હતી. અંગે ખેડૂત હિત રક્ષક સમિતીનાં કન્વીનર
અતુલ શેખડાએ જણાવ્યું હતુ કે ખેડૂતોની ગ્રાન્ટ ઝડપથી મંજૂર કરાય અને સહાય
સમયસર અપાય તેમજ જ્યાં સુધી ગ્રાન્ટ પાસ થાય ત્યાં સુધી ખેડૂતોને પોતાના
ખર્ચે વાડબાંધની મંજૂરી આપી તથા બાદમાં સહાય આપવી તેવી કલેકટર સમક્ષ માંગ
કરી હતી.
Jul 28, 2015, 06:50 AM IST
No comments:
Post a Comment