જૂનાગઢ: જૂનાગઢમાં ગત રાત્રીનાં પડેલા ભારે વરસાદનાં પગલે નદી
નાળામાં પાણી આવ્યા છે. તેમજ ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદનાં
પગલે જંગલમાં
ઝરણા વહેવા લાગ્યા હતા. તેમજ ગિરનાર જંગલની અંદર આવેલા ચેકડેમ વગેરે પણ
ઓવરફ્લો થઇ ગયા છે. વરસાદનાં પગલે વનરાઇ ખીલી ઉઠી છે. વન્ય પ્રાણીઓને
પીવાનાં પાણીની સમસ્યા પુર્ણ થઇ ગઇ છે.
જૂનાગઢ શહેરમાં બે દિવસથી વરસાદી માહોલ બન્યો છે. પરંતુ આજે જૂનાગઢ બે
ભાગમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢનાં ભવનાથ થી મોતીબાગ સુધી વરસાદ પડ્યો
હતો. જયારે ટીંબાવાડી બાયપાસ , મધુરમ વિસ્તારમાં માત્ર મોડી સાંજના છાંટા
પડ્યા હતા.
જૂનાગઢમાં વાતાવરણમાં પરિવર્તન આવતા વરસાદ પડવાની શરૂઆત થઇ છે.
સોમવારથી જૂનાગઢમાં વરસાદ પડવાનુ શરૂ થયુ છે. પરંતુ જૂનાગઢ શહેરમાં નોંધનીય
વરસાદ પડતો નથી. છેલ્લા બે દિવસથી માત્ર વરસાદી ઝાંપટા પડી રહ્યા છે.આજે
પણ જૂનાગઢમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં સવારનાં ભારે ઉકળાટ હતો. બપોરનાં
12 વાગ્યે થી વરસાદ પડવાનું શરૂ થયો હતો. ભવનાથ થી લઇની મોતીબાગ સુધી વરસાદ
પડ્યો હતો. મોતીબાગથી આગળ ટીંબાવાડી, મધુરમ વિસ્તારમાં એક પણ છાંટો પડ્યો
હતો. બાદ દિવસભર વરસાદી ઝાપટા પડતા રહ્યા હતા. જૂનાગઢનાં અડધા વિસ્તારમાં
સારો વરસાદ પડયો હતો. અને ટીંબાવાડી, મધુરમ વિસ્તારમાં મોડી સાંજનાં માત્ર
છાંટા પડ્યા હતા. અડધા વિસ્તારમાં પડેલા વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા
હતા. વરસાદનાં પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આગામી દિવસમાં વરસાદ
પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જૂનાગઢમાં 2 મીમી વરસાદ પડયો હતો. મોડી
રાત્રીનાં પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા.
આગળ ક્લિક કરો અને જુઓ આહલાદક તસવીરો...
તમામ તસવીરો: સરમણ રામ, જૂનાગઢ
No comments:
Post a Comment