સાવરકુંડલા, તા. ૨૫
વરસાદ પડતા જ
સાવરકુંડલાના મિતિયાળાના અભ્યારણ સહિત ગીરકાંઠાના ગામોમાં પત્થરીયા ઝેરી
વિંછીઓનો રાફડો ફાટયો છે. સીમમાં, ગામતળમાં ઝેરી વિંછીઓથી લોકો પરેશાન બની
ગયા છે.
ચોમાસાની સિઝન શરૃ
થવાના આરે છે ત્યારે સાવરકુંડલા તાલુકાના મીતીયાળાના જંગલ વિસ્તાર સહિત
ગીરકાંઠાના આસપાસના ગામોમાં હાલ એક નવીનતમ સમસ્યા સર્જાઇ રહી છે. અહીં
ચોમાસાની શરૃઆતમાં ઇયળોનો ઉપદ્રવ રહે તો પરંતુ ચાલુ ચોમાસાની શરૃઆતમાં
પત્થરીયા વિંછીના ઝુંડો જોવા મળતા સીમ ખેતરોમાં કામ કરતાં ખેડૂતો, માલધારીઓ
હાલ આ વિંછીના ઝુંડોનો સામનો કરી રહ્યા છે.
ત્યારે જંગલ વિસ્તારમાં
વાડી ધરાવતા ખેડૂતના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે જ આ વિંછી જોવા મળી રહ્યા
છે અને દેખાવમાં એકદમ ભુરા આકારના લાગતા આ વિંછી કરડે તો શોટ લાગે તેવો
અનુભવ થાય છે. હાલમાં જ તેના મજૂરને કરડી જતા ખાનગી દવાખાને સારવાર કરાવી
હતી. ત્યારે ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારોમાં ઇયળોનો ઉપદ્રવ વધુ હોય છે
પરંતુ આ વિંછીના ઝુંડ ક્યાંકથી આવી જતા લોકો, ખેડૂતો અને માલધારી આ
વિંછીઓથી ફફડી રહ્યા છે.
Source: http://www.gujaratsamachar.com/20120626/gujarat/sau3.html
ડંખ મારે એટલે વીજશોક જેવો ઝટકો લાગે
મીતીયાળા પંથકના ગામોમાં ઝેરી વીંછીઓનો ઉપદ્રવ
|
પથ્થરીયા વીંછીઓના જોવા મળતા ઝુંડના ઝુંડ
|
|